Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 31

background image
: પોષ: ૨૪૭૭ : ૫૧:
જ્ઞાયકપણાની પ્રતીત થઈ, તે જ ધર્મ થયો. અને તેણે દેવ–ગુરુ–શાસ્ત્રને પણ ખરેખર માન્યાં કહેવાય.
ત્રણેકાળના સમયમાં ત્રણેકાળના પરિણામો ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે; કોઈ પણ એક સમયનો જે પરિણામ
છે તે પરિણામ પહેલાંં ન હતો ને પછી ઊપજ્યો, એટલે પૂર્વપરિણામની પછીના તરીકે તે ઉત્પાદરૂપ છે, તથા તે
પરિણામ વખતે પૂર્વના પરિણામનો વ્યય છે,–પૂર્વના પરિણામનો વ્યય થઈને તે પરિણામ ઊપજ્યો છે માટે
પૂર્વના પરિણામની અપેક્ષાએ તે જ પરિણામ વ્યયરૂપ છે, ને ત્રણે કાળના પરિણામના સળંગ પ્રવાહની અપેક્ષાએ
તે પરિણામ ઊપજ્યો પણ નથી ને વિનાશરૂપ પણ નથી,–છે તેમ છે એટલે કે ધુ્રવ છે. એ રીતે અનાદિઅનંત
પ્રવાહમાં જ્યારે જુઓ ત્યારે દરેક પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવરૂપ છે.
કોઈ પણ વસ્તુના પર્યાયમાં ફેરફાર કરવાની હોંશ તે પર્યાયબુદ્ધિનું મિથ્યાત્વ છે; તેને જ્ઞાનસ્વભાવની
પ્રતીત નથી તેમ જ જ્ઞેયોના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવની પણ ખબર નથી. અરે ભગવાન! વસ્તુ ‘સત્’ છે ને?
તો તે સત્ના જ્ઞાન સિવાય તેમાં બીજું તું શું કરીશ? તું સત્માં ફેરફાર કરવાનું માનીશ તો કાંઈ સત્ તો નહિ
ફરે પણ તારું જ્ઞાન અસત્ થશે. જે પ્રમાણે વસ્તુ સત્ છે તે પ્રમાણે તેને કેવળજ્ઞાનમાં ભગવાને જાણી, તે જ
વાણી દ્વારા કહેવાયું છે, નવું નથી કહેવાયું. ભગવાને તો માત્ર જેમ સત્ હતું તેમ જ્ઞાન કર્યું છે, વાણી જડ છે તે
પણ ભગવાને કરી નથી. ભગવાનનો આત્મા પોતાના કેવળજ્ઞાનપરિણામમાં વર્તી રહ્યો છે, ને વાણીની પર્યાય
પરમાણુઓના પરિણમનપ્રવાહમાં વર્તી રહી છે, તથા સમસ્ત પદાર્થો પોતાના સત્માં વર્તી રહ્યા છે. જ્ઞાયકમૂર્તિ
આત્મા તો જાણવાનું કામ કરે છે કે ‘આમ સત્ છે.’ બસ! આનું નામ સમ્યગ્દર્શન અને વીતરાગતાનો માર્ગ છે.
ભગવાન કેવા છે?–કે ‘સર્વજ્ઞ’–સર્વના જાણનારા; કોઈમાં ફેરફાર કે રાગ–દ્વેષ કરનારા નહિ. ભગવાનની
જેમ મારા આત્માનો સ્વભાવ પણ જાણવાનો છે–એમ તું પણ તારા આત્માના જાણનાર સ્વભાવની શ્રદ્ધા કર, ને
પદાર્થોમાં ફેરફાર કરવાની બુદ્ધિ છોડ. જેણે પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરી તે અસ્થિરતાના રાગ–દ્વેષનો પણ
જાણનાર જ રહ્યો. જેણે આવા જ્ઞાનસ્વભાવને માન્યો તેણે જ અરિહંતદેવને માન્યા, તેણે જ આત્માને માન્યો,
તેણે જ ગુરુને તથા શાસ્ત્રને માન્યાં, તેણે જ નવપદાર્થને માન્યા, તેણે જ છ દ્રવ્યોને તથા તેમના વર્તમાન અંશને
માન્યા; તેનું જ નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
‘જાણવું’ તે આત્માનો સ્વભાવ છે. બસ, જાણવું તે જ આત્માનો પુરુષાર્થ, તે જ આત્માનો ધર્મ, તેમાં જ
મોક્ષમાર્ગ ને તેમાં જ વીતરાગતા. અનંતા સિદ્ધભગવાન પણ સમયે સમયે પૂરું જાણવાનું જ કાર્ય કરી રહ્યા છે.
જ્ઞાનમાં સ્વ–પર બંને જ્ઞેયો છે. ‘જ્ઞાન જાણનાર છે’ એમ જાણ્યું તેમાં જ્ઞાન પણ સ્વજ્ઞેય થયું. જ્ઞાનને
રાગાદિનું કરનાર કે ફેરવનાર માને તો તેણે જ્ઞાનના સ્વભાવને જાણ્યો નથી,–પોતે પોતાને સ્વજ્ઞેય બનાવ્યું નથી
એટલે તેનું જ્ઞાન મિથ્યા છે. વસ્તુના બધાય પરિણામો પોત–પોતાના સમયમાં સત્ છે–એમ કહેતાં જ પોતાનો
જ્ઞાયક જ સ્વભાવ છે–એમ તેમાં આવી જાય છે. * *
*
આ ગાથામાં ક્ષેત્રનો દાખલો આપીને પહેલાંં દ્રવ્યનું ત્રિકાળી સત્પણું બતાવ્યું, તેના ત્રિકાળી પ્રવાહક્રમના
અંશો બતાવ્યા, ને તે અંશોમાં (–પરિણામોમાં) અનેકતારૂપ પ્રવાહક્રમનું કારણ તેમનો પરસ્પર વ્યતિરેક છે એમ
સિદ્ધ કર્યું. અને ત્યાર પછી આખા દ્રવ્યના બધાય પરિણામોને સ્વ–અવસરમાં વર્તનારા, ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ
બતાવ્યા. એટલી વાત પૂરી થઈ.
હવે એકેક સમયના વર્તમાન પરિણામને લઈને તેમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું બતાવે છે. પહેલાંં સમગ્ર
પરિણામોની વાત હતી ને હવે અહીં એક જ પરિણામની વાત છે. અને પછી છેલ્લે પરિણામી દ્રવ્યની જ વાત
લઈને દ્રવ્યના ઉત્પાદ–વ્યય–ધુ્રવ બતાવશે.
“વળી જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો) અંશ પૂર્વ પ્રદેશના વિનાશસ્વરૂપ છે તે જ (અંશ)
ત્યાર પછીના પ્રદેશના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે
અનુભયસ્વરૂપ છે (અર્થાત્ બેમાંથી એક્કે સ્વરૂપે નથી), તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ પૂર્વ પરિણામના
વિનાશસ્વરૂપ છે તે જ ત્યાર પછીના પરિણામના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા
એકપ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.”
(પૃ. ૧૬૫)