Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 31

background image
: ૫૦: : આત્મધર્મ: ૮૭
પોતે પોતાની અપેક્ષાએ અસત્ (અર્થાત્ વ્યયરૂપ) નથી પણ પોતાની પહેલાંંના–પૂર્વપરિણામની અપેક્ષાએ તે
અસત્ (વ્યયરૂપ) છે. ને પહેલાંં–પછીના ભેદ પાડ્યા વગર સળંગ પ્રવાહને જુઓ તો બધાય પરિણામો ધુ્રવ છે.
જ્યારે જુઓ ત્યારે દ્રવ્ય પોતાના વર્તમાન પરિણામમાં વર્તી રહ્યું છે. દ્રવ્ય ત્રિકાળ હોવા છતાં જ્યારે જુઓ ત્યારે
દ્રવ્યના ત્રણેકાળના જે જે વર્તમાન પરિણામ છે તે પોતાની પહેલાંંના પરિણામના અભાવસ્વરૂપ છે, ને
સ્વપરિણામપણે તે ઉત્પાદરૂપ છે, તથા તે જ સળંગ પ્રવાહપણે ધુ્રવરૂપ છે.
જુઓ, આમાં એ વાત આવી ગઈ કે પૂર્વના પરિણામ અભાવસ્વરૂપ વર્તમાન પરિણામ છે માટે પૂર્વના
સંસ્કાર વર્તમાન પર્યાયમાં આવતા નથી, તેમ જ પૂર્વનો વિકાર વર્તમાનમાં આવતો નથી; પૂર્વે વિકાર કર્યો હતો
માટે અત્યારે વિકાર થાય છે–એમ નથી. વર્તમાન–વર્તમાન પરિણામ સ્વતંત્રપણે દ્રવ્યના આશ્રયે થાય છે. આ
નિર્ણય થતાં જ્ઞાન અને શ્રદ્ધા દ્રવ્યસ્વભાવમાં જ વળી જાય છે. જેમ ત્રિકાળી જડદ્રવ્ય પલટીને ચેતન, કે
ચેતનદ્રવ્ય પલટીને જડ ન થાય તેમ તેનો વર્તમાન એકેક અંશ પણ પલટીને બીજા અંશપણે ન થાય. જે જે
સમયનો જે અંશ છે તે તે–પણે જ સત્ રહે. બસ! ભગવાન સર્વજ્ઞપણે જાણનાર છે તેમ આવી પ્રતીત કરનાર
પોતે પણ પ્રતીતમાં જાણનાર જ રહ્યો.
પરને કારણે પરમાં કાંઈ થાય એ તો વાત ક્યાંય રહી ગઈ, પરંતુ દ્રવ્ય પોતે પોતાના કોઈ અંશને આઘો–
પાછો કરે એવી તે દ્રવ્યની પણ તાકાત નથી, પહેલાંંનો અંશ પછી ન થાય, પછીનો અંશ પહેલાંં ન થાય. –આ
નક્કી કરનારને અંશબુદ્ધિ ટળીને અંશીની દ્રષ્ટિ થતાં સમ્યક્ત્વપરિણામનો ઉત્પાદ, ને મિથ્યાત્વપરિણામનો વ્યય
થઈ જાય છે.
પ્રભુ! તું આત્મા વસ્તુ છે. તારો જ્ઞાનગુણ તારા આધારે રહ્યો છે તે જાણવાના સ્વભાવવાળો છે. ને તારા
ત્રણકાળના પરિણામો પોતપોતાના અવસર પ્રમાણે દ્રવ્યમાંથી થયા કરે છે. તારા પોતાના વર્તમાન વર્તતા અંશને
ઓછો–વધારે કે આગળ–પાછળ કરી શકે એવો તારો સ્વભાવ નથી, તેમ પરના પરિણામમાં પણ ફેરફાર થઈ
શકતો નથી. સ્વ–પર સમસ્ત જ્ઞેયોને જેમ છે તેમ જાણવાનો જ તારો સ્વભાવ છે. આવા જાણકસ્વભાવની
પ્રતીતમાં જ આત્માનું સમ્યક્ત્વ છે.
પ્રશ્ન:– મિથ્યાત્વપરિણામને ફેરવીને સમ્યક્ત્વ કરું–એમ તો થાય ને?
ઉત્તર:– જુઓ, જાણવાના સ્વભાવની પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થયું તેમાં મિથ્યાત્વ ટળેલું જ છે.
સમ્યક્ત્વ–પરિણામનો ઉત્પાદ થયો તે વખતે મિથ્યાત્વપરિણામ વર્તમાન હોતા નથી, માટે તેને ફેરવવાનું પણ
ક્યાં રહ્યું? મિથ્યાત્વ ટાળીને સમ્યક્ત્વ કરું એવા લક્ષે સમ્યકત્વ થતું નથી પણ દ્રવ્ય સામે દ્રષ્ટિ થતાં સમ્યક્ત્વનો
ઉત્પાદ થાય છે તેમાં પૂર્વના મિથ્યાત્વપરિણામનો અભાવ થઈ જ ગયો છે. માટે તે પરિણામને પણ ફેરવવાનું
રહેતું નથી. મિથ્યાત્વ ટળીને સમ્યક્ત્વ પર્યાય થઈ તેને પણ આત્મા જાણે છે, પણ પરિણામના કોઈ ક્રમને તે
આઘાપાછા ફેરવતો નથી.
અહો, જે જે પદાર્થનો જે વર્તમાન અંશ તે કદી ફરે નહિ.–આમાં એકલું વીતરાગી વિજ્ઞાન જ આવે છે.
પર્યાય ફેરવવાની બુદ્ધિ નહિ ને ‘આમ કેમ’ એવો વિષમભાવ નહિ એટલે શ્રદ્ધા અને ચારિત્ર બંનેનો મેળ થઈ
ગયો. આ ૯૯ મી ગાથામાં બે નવડા ભેગા થાય છે, ને તેમાંથી સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્ર બંને ભેગાં થઈ
જાય તેવા ઊંચા ભાવો નીકળે છે. જેમ ‘નવ’ નો અંક અફર ગણાય છે તેમ આ ભાવો પણ અફર છે.
ત્રિકાળી દ્રવ્યના એકેક સમયના પરિણામ સત્ છે–એમ સર્વજ્ઞદેવે કહ્યું છે; દ્રવ્ય સત્ છે ને પર્યાય પણ સત્
છે, એ ‘સત્’ જેને નથી બેઠું ને પર્યાયોમાં ફેરફાર કરવાનું માને છે તેને વસ્તુના સ્વભાવની, સર્વજ્ઞદેવની, ગુરુની
કે શાસ્ત્રની વાત બેઠી નથી, અને ખરેખર તેણે તે કોઈને માન્યાં નથી.
ત્રિકાળી વસ્તુનું વર્તમાન ક્યારે ન હોય? –સદાય હોય. વસ્તુનો કોઈ પણ વર્તમાન અંશ લ્યો તે ઉત્પાદ–
વ્યય–ધુ્રવરૂપ છે. વસ્તુને જ્યારે જુઓ ત્યારે તે વર્તમાન વર્તતી છે. એ વર્તમાનને અહીં સ્વયંસિદ્ધ સત્ સાબિત
કરે છે. જેમ ત્રિકાળી સત્ પલટીને ચેતનમાંથી જડ થઈ જતું નથી, તેમ તેનો એકેક વર્તમાન અંશ છે તે સત્ છે તે
અંશ પણ પલટીને આઘોપાછો થતો નથી. જેણે આવો વસ્તુસ્વભાવ જાણ્યો તેને પોતાના એકલા