Atmadharma magazine - Ank 087
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 31

background image
: પોષ: ૨૪૭૭ : ૪૯:
સમસ્ત પર્યાયો એ ત્રણે થઈને સ્વજ્ઞેય પૂરું થાય છે, તેમાં અંશી–ત્રિકાળી દ્રવ્ય–ગુણની રુચિ સહિત અંશને તેમ જ
પરજ્ઞેયને જાણવાનું કામ સમ્યગ્જ્ઞાન કરે છે. યથાર્થ જ્ઞાનમાં જ્ઞેયોનો કેવો સ્વભાવ જણાય છે તેનું આ વર્ણન છે.
બધાય પદાર્થોનો સ્વભાવ ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત છે; દરેક પદાર્થમાં સમયે સમયે પરિણામ થાય છે; તે
પરિણામો ક્રમે કરીને અનાદિઅનંત થયા કરે છે, એટલે સ્વ–અવસરે થતા પરિણામોનો પ્રવાહ અનાદિઅનંત છે.
તે પ્રવાહક્રમના નાનામાં નાના એકેક અંશો પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વરૂપ સ્વભાવવાળા છે. અનાદિઅનંતકાળના
દરેક સમયમાં તે તે સમયનો પરિણામ સ્વયં સત્ છે. આવા સત્ પરિણામોને જ્ઞાન જાણે પણ તેમાં કાંઈ ફેરફાર
કરી શકે નહિ. જેમ અગ્નિ કે બરફ વગેરે પદાર્થોને આંખ દેખે છે પણ તેમાં કાંઈ ફેરફાર કરતી નથી, તેમ જ્ઞાનની
પર્યાય પણ જ્ઞેયોને સત્પણે જેમ છે તેમ જાણે જ છે, તેમાં કાંઈ ફેરફાર કરતી નથી. સ્વ અવસરમાં જ્યારે જે
પરિણામ છે તે વખતે તે જ પરિણામ હોય–બીજા પરિણામ ન હોય;–એમ જ્યાં જ્ઞાનમાં નક્કી કર્યું ત્યાં કોઈ પણ
જ્ઞેયને આડુંઅવળું કરવાની મિથ્યાબુદ્ધિપૂર્વકના રાગદ્વેષ થતા નથી.
અહા! જુઓ તો ખરા! ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં કેટલી ગંભીરતા છે! દ્રવ્યની પર્યાય પરથી ફરે એ
તો વાત છે જ નહિ, પણ દ્રવ્ય પોતે પોતાની પર્યાયને આડીઅવળી ફેરવવા માગે તો્ય ફરે નહિ. જેમ ત્રિકાળી
દ્રવ્ય પલટીને બીજારૂપે થઈ જતું નથી તેમ તેનો એકેક સમયનો અંશ–પરિણામ પણ પલટીને બીજારૂપે થતો
નથી. ‘મારે જીવ નથી રહેવું પણ અજીવ થઈ જવું છે’ એમ જીવને ફેરવીને કોઈ અજીવ કરવા માગે તો શું તે
ફરી શકે? ન જ ફરે. જીવ પલટીને કદી અજીવપણે ન થાય, ને અજીવ પલટીને કદી જીવપણે ન થાય. જેમ
ત્રિકાળી સત્ નથી ફરતું તેમ તેનું વર્તમાન સત્ પણ નથી ફરતું. જેમ ત્રિકાળી દ્રવ્ય ફરતું નથી તેમ દ્રવ્યની એકેક
સમયની અનાદિઅનંત અવસ્થાઓ પણ જે સમયે જેમ છે તેમાં ફેરફાર કે આઘુંપાછું થઈ શકે નહિ. ત્રિકાળી
પ્રવાહના વર્તમાન અંશો પોતપોતાના કાળે સત્ છે. બસ, પરમાં કે સ્વમાં ક્યાંય ફેરફારની બુદ્ધિ ન રહી એટલે
જ્ઞાન જાણનાર જ રહી ગયું. પર્યાયબુદ્ધિમાં અટકવાનું નરહ્યું. આમ જ્ઞાન જાણવાનું કામ કરે; એવા
જ્ઞાનસ્વભાવની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. હજી કેવળજ્ઞાન થયા પહેલાંં એ જીવ કેવળી ભગવાનનો
લઘુનંદન થઈ ગયો. શ્રદ્ધા અપેક્ષાએ તો તે સાધક પણ સર્વનો જ્ઞાયક થઈ ગયો છે.
બધા પદાર્થોના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને નક્કી કરતાં, સ્વમાં કે પરમાં ફેરફારની બુદ્ધિ ન રહી પણ
જ્ઞાનમાં જાણવાનું જ કામ રહ્યું. એટલે જ્ઞાનમાંથી ‘આમ કેમ’ એવો ખદબદાટ નીકળી ગયો ને જ્ઞાન ધીરું થઈને
પોતામાં ઠર્યું. –આમાં જ જ્ઞાનનો પરમ પુરુષાર્થ છે, આમાં જ મોક્ષમાર્ગનો ને કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી જાય
છે. પરમાં કર્તાબુદ્ધિવાળાને જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી બેસતી, ને તેને જ્ઞાનના સ્વભાવનો જ્ઞાયકપણાનો
પુરુષાર્થ પણ નથી જણાતો.
અહો, બધાં ય દ્રવ્યો પોતપોતાના અવસરમાં થતા પરિણામે વર્તી રહ્યાં છે, તેમાં તું ક્યાં ફેરફાર કરીશ?
ભાઈ, તારો સ્વભાવ તો જોવાનો છે. તું જોનારાને જોનાર જ રાખ, જોનારને ખદબદાટ કરનાર ન કર. જોનારા
સ્વભાવની પ્રતીત તે જ સમ્યગ્દર્શન છે. પરમાં હું ફેરફાર કરું કે પર મારામાં ફેરફાર કરે–એમ મિથ્યાદ્રષ્ટિનો
ભાવ છે, તેને જ્ઞાન અને જ્ઞેયના સ્વભાવની પ્રતીત નથી. જગતના જડ કે ચેતન બધાં ય દ્રવ્યો પોતાના પ્રવાહમાં
વર્તે છે, તેમાં જે જે અંશ વર્તમાન વર્તે છે તેને કોઈ આઘોપાછો ફેરવી શકે નહિ. હું ધ્યાન રાખીને શરીરને સરખું
રાખી દઉં એમ કોઈ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. શરીરના એકેક પરમાણુઓ તેના પોતાના પ્રવાહક્રમમાં વર્તી રહ્યા
છે, તેના ક્રમને કોઈ ફેરવી શકે નહિ. ક્યાંય પણ ફેરફાર કરે એવું આત્માના કોઈ ગુણનું કાર્ય નથી, પણ આત્મા
સ્વને જાણતાં પરને જાણે એવું તેના જ્ઞાન–ગુણનું સ્વ–પરપ્રકાશક કાર્ય છે. એની પ્રતીત એ જ મુક્તિનું કારણ છે.
દરેક દ્રવ્ય ત્રણેકાળે પરિણમ્યા કરે છે; તેના ત્રણેકાળના પ્રવાહમાં રહેલા બધાય પરિણામો ઉત્પાદ–વ્યય–
ધુ્રવરૂપ છે. પોતાના સ્વકાળમાં તે બધાય પરિણામો પોતાની અપેક્ષાએ ઉત્પાદરૂપ છે, પૂર્વના પરિણામની
અપેક્ષાએ વ્યયરૂપ છે, તેમ જ પરસ્પર સંબંધવાળા સળંગ પ્રવાહ અપેક્ષાએ તેઓ ધુ્રવ છે. દ્રવ્યના બધા ય
પરિણામો પોતપોતાના કાળમાં સત્ છે. તે પરિણામો