(૩) પછી સમુચ્યયપણે આખા ય દ્રવ્યના ત્રિકાળી પરિણામોને ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક સિદ્ધ કર્યા. (તેના
લઈને ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કર્યાં છે.
ઉપર જે પાંચ બોલ કહ્યા, તેમાંથી અત્યારે આ ત્રીજા બોલનું. વિવેચન ચાલે છે. પોતપોતાના અવસરમાં
અહીં આખો ય જ્ઞાયકભાવ અને સામે આખું ય જ્ઞેય એક સાથે લઈ લીધું.
ભાઈ! તું ધીરો થા. આચાર્યદેવે પ્રદેશોનો દાખલો યોગ્ય જ આપ્યો છે. કેમ કે દ્રવ્યનું આખું ક્ષેત્ર એક સાથે અક્રમે
પથરાયેલું પડ્યું છે, ને પરિણામોની વ્યક્તતા તો ક્રમેક્રમે થાય છે, માટે પ્રદેશોનો દાખલો ઝટ સમજાય તેવો છે,
ને પરિણામોની વાત તેનાથી સૂક્ષ્મ છે. અહીં પરિણામોના ઉત્પાદ–વ્યય–ધુ્રવની સૂક્ષ્મ અને ગંભીર વાત
સમજાવવી છે તેથી દાખલો પણ પ્રદેશોનો સૂક્ષ્મ જ લેવો પડે. જો બાહ્ય સ્થૂળ દાખલો આપવા જાય તો સિદ્ધાંતની
જે સૂક્ષ્મતા અને ગંભીરતા છે તે ખ્યાલમાં ન આવે; માટે એવા સૂક્ષ્મ દ્રષ્ટાંતની જ અહીં જરૂર છે.
પણ તેમાં કાંઈ ફેરફાર કરે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાન શું કરે? જ્ઞાન તો જાણે. જાણવા સિવાય બીજું
કાંઈ જ્ઞાનનું કાર્ય નથી. રાગાદિ પરિણામ થયા તેને પણ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે, પણ તે રાગને પોતાનો
ત્રિકાળી સ્વભાવ માને એવું જ્ઞાનનું કાર્ય નથી, તેમ જ તે રાગપરિણામને ફેરવીને આઘોપાછો કરે એવું પણ
જ્ઞાનનું કાર્ય નથી. બસ! સ્વ કે પર, વિકારી કે અવિકારી, બધાય જ્ઞેયોને જાણવાનું જ જ્ઞાનનું કાર્ય છે, રાગાદિ
પરિણામ જેટલો જ હું–એમ જ્ઞાન માને નહિ.–આવા જ્ઞાન–સ્વભાવની પ્રતીત તે જ વીતરાગતાનું મૂળ છે.
અવસ્થાઓને તથા દ્રવ્ય–ગુણને જાણનારો છે; આવો દરેક આત્માનો જ્ઞાનસ્વભાવ છે. આવા જ્ઞાનસ્વભાવને જે
જાણે તે જીવ રાગપરિણામને જાણે ખરો પણ તે રાગને પોતાનું મૂળ સ્વરૂપ ન માને,–રાગને ધર્મ ન માને, તેમ જ
રાગપરિણામને આઘોપાછો કરવાનો પણ સ્વભાવ ન માને. તેના અવસરમાં તે રાગપરિણામ પણ સત્ છે, ને
તેને જાણનારું જ્ઞાન પણ સત્ છે; દ્રવ્યના ત્રિકાળી પ્રવાહક્રમમાં તે રાગપરિણામ પણ સત્પણે આવી જાય છે,
તેથી તે પણ જ્ઞાનનું જ્ઞેય છે. રાગ હતો માટે રાગનું જ્ઞાન થયું–એમ નથી પણ જ્ઞાનનો જ સ્વભાવ જાણવાનો છે.
આખા સ્વજ્ઞેયને જાણનારું જ્ઞાન તે રાગને પણ સ્વજ્ઞેયના અંશ તરીકે જાણે છે; ત્રિકાળી અંશીના જ્ઞાન સહિત
અંશનું પણ જ્ઞાન કરે છે. જો રાગને સ્વજ્ઞેયના અંશ તરીકે સર્વથા જાણે જ નહિ તો તે જ્ઞાનમાં આખુંય સ્વજ્ઞેય
પૂરું થતું નથી એટલે તે જ્ઞાન સાચું થતું નથી; તેમ જ જો તે રાગરૂપ અંશને જ આખું સ્વજ્ઞેય માની લ્યે ને
ત્રિકાળી દ્રવ્ય–ગુણને સ્વજ્ઞેય ન બનાવે તો તે જ્ઞાન પણ મિથ્યા છે. દ્રવ્ય–ગુણ ને