Atmadharma magazine - Ank 091
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
૯૧
: સંપાદક:
વકીલ રામજી માણેકચંદ દોશી
“ધન્ય તે જન્મ”
જન્મરહિત થવા માટે જે જન્મ થયો તે જન્મ સફળ છે.
જે જીવનની એકેક પળ આત્માર્થ ખાતર જ વીતતી હોય, જેની એકેક પળ
સંસારને છેદવા માટે છીણીનું કાર્ય કરી રહી હોય, જેની એકેક પળ આત્માને સિદ્ધ
થવાની નજીક લઈ જતી હોય તે જીવન ધન્ય છે....કૃતકૃત્ય છે.
અહા! સંતો એવું કૃતકૃત્ય જીવન જીવે છે.
–એવું કૃતકૃત્ય જીવન સંતના શરણ વગર બનતું નથી; જે પરમ સંતોના શરણે
એવું જીવનઘડતર થાય છે તે સંતો જયવંત હો....તેમને પરમ ભક્તિથી નમસ્કાર હો.