Atmadharma magazine - Ank 091
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૧૪૮ : : આત્મધર્મ : ૯૧
એવા ત્રિકાળ શુદ્ધ સ્વભાવ તરફ વળીને અનુભવ કરતાં ચૈતન્યનું એકપણું પ્રાપ્ત થાય છે અને તે
અનુભવમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે, તે સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ–ગુરુ વગેરે
નિમિત્તથી તો સમ્યગ્દર્શન થતું નથી, દયા–પૂજાના ભાવરૂપ પુણ્યથી પણ સમ્યગ્દર્શન થતું નથી ને
નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધાથી પણ સમ્યગ્દર્શન થતું નથી. નવતત્ત્વને બરાબર માને તે પણ હજી તો પુણ્ય
વિકલ્પ રહિત થઈને અભેદ આત્માની પ્રતીતિ કરતાં નિશ્ચયસમ્યગ્દર્શન થાય છે. આવું નિશ્ચયસમ્યગ્દર્શન
ચોથા ગુણસ્થાનથી જ થાય છે, ને ત્યાંથી જ અપૂર્વ આત્મધર્મની શરૂઆત થાય છે. આવા
નિશ્ચયસમ્યગ્દર્શન વગર ચોથું ગુણસ્થાન કે ધર્મની શરૂઆત થતી નથી.
આ સમજવા માટે સત્સમાગમે અભ્યાસ કરવો જોઈએ. પહેલાંં સંસારની તીવ્ર લોલુપતાને
ઘટાડીને, સત્સમાગમનો વખત લઈ આત્મસ્વભાવનું શ્રવણ–મનન અને રુચિ કર્યા વગર અંતરમાં વળે
શી રીતે?
પ્રથમ નવતત્ત્વનો નિર્ણય કર્યો તેમાં પણ જીવ તો આવી જ જાય છે, પણ તેમાં વિકલ્પસહિત હતો,
તેથી તે જીવતત્ત્વ અભૂતાર્થનયનો વિષય હતો. અને અહીં સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે ભૂતાર્થનયથી
વિકલ્પ–રહિત થઈને એક અભેદ આત્માની શ્રદ્ધા કરવાની વાત છે. ભૂતાર્થનયના આલંબનથી શુદ્ધ
આત્માને લક્ષમાં લીધા સિવાય વ્યવહારનયના આલંબનમાં ચૈતન્યનું એકપણું પ્રગટ કરવાની તાકાત
નથી.
અભૂતાર્થનયથી જોતાં નવતત્ત્વો દેખાય છે, પણ ભૂતાર્થનયથી તો એક આત્મા જ શુદ્ધ જ્ઞાયકપણે
પ્રકાશમાન છે; શુદ્ધનયે સ્થાપેલા એક આત્માની જ અનુભૂતિ તે સમ્યગ્દર્શન છે. ‘અનુભૂતિ’ તો જો કે
જ્ઞાનની સ્વસન્મુખ પર્યાય છે, પણ તે અનુભૂતિની સાથે સમ્યગ્દર્શન નિયમથી હોય છે તેથી અહીં
અનુભૂતિને જ સમ્યગ્દર્શન કહી દીધું છે.
વ્યવહારમાં નવતત્ત્વો હતાં, તેમનાં લક્ષણ જીવ, અજીવાદિ નવ હતાં, ને આ શુદ્ધનયના વિષયમાં
એકરૂપ આત્મા જ છે, તેમાં નવની પ્રસિદ્ધિ નથી પણ ચૈતન્યનું એકપણું જ પ્રસિદ્ધ છે. એવા શુદ્ધ
આત્માની અનુભૂતિનું લક્ષણ આત્મખ્યાતિ છે–આત્માની પ્રસિદ્ધિ છે. જીવ–અજીવના નિમિત્ત–નૈમિત્તિક
સંબંધને લક્ષમાં લઈને જોતાં નવતત્ત્વો છે ખરા, તેમને વ્યવહારનય સ્થાપે છે, પણ ભૂતાર્થનય
(શુદ્ધનય) તો એક અભેદ આત્માને જ સ્થાપે છે, જીવ–અજીવના નિમિત્ત–નૈમિત્તિક સંબંધને પણ તે
સ્વીકારતો નથી. આત્મા ત્રિકાળ એકરૂપ સિદ્ધ જેવી મૂર્તિ છે, એવા આત્માની શ્રદ્ધા કરવી તે પરમાર્થ
સમ્યગ્દર્શન છે, તેમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે.
દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા કરવામાં આત્માની પ્રસિદ્ધિ થતી નથી, તેથી દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા તે
ખરેખર સમ્યગ્દર્શન નથી. હજી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની પણ જેને ઓળખાણ નથી, નવતત્ત્વની શ્રદ્ધાની
પણ ખબર નથી તેને તો વ્યવહારશ્રદ્ધા પણ નથી, તેની તો અહીં વાત નથી. પરન્તુ કોઈ જીવ નવતત્ત્વને
જાણવામાં જ રોકાઈ જાય પણ નવનું લક્ષ છોડી એક આત્મા તરફ ન વળે, તો તેને પણ સમ્યગ્દર્શન થતું
નથી. નવતત્ત્વની શ્રદ્ધા વચ્ચે આવે છે તેને વ્યવહારશ્રદ્ધા ક્યારે કહેવાય? કે જો નવના વિકલ્પનો આશ્રય
છોડીને, ભૂતાર્થના આશ્રયે આત્માની ખ્યાતિ કરે–આત્માની પ્રસિદ્ધિ કરે–આત્માની અનુભૂતિ કરે તો
નવતત્ત્વની શ્રદ્ધાને વ્યવહારશ્રદ્ધા કહેવાય. અભેદ આત્માની શ્રદ્ધા કરીને પરમાર્થશ્રદ્ધા પ્રગટ કરે તો
નવતત્ત્વની શ્રદ્ધાને વ્યવહારશ્રદ્ધાનો ઉપચાર આવે; નહિતર નિશ્ચય વગર