ATMADHARM Regd. NO. B 4787
• થાકયાનો વિસામો •
“હે ભાઈ! હવે તને જન્મ–મરણનો થાક લાગ્યો છે?
જો થાક લાગ્યો હોય તો તે જન્મ–મરણથી છૂટવા ચૈતન્ય–
શરણને ઓળખીને તેના આશ્રયે વિશ્રામ કર.”
“જીવે અનંત કાળમાં દયા, દાન, પૂજા, વ્રત, તપ,
ત્યાગ વગેરે બધું કર્યું છે, પણ પોતાનું સ્વરૂપ તે રાગથી જુદું
છે તે કદી સમજ્યો નથી........... હે ભાઈ! હવે તું તારી દયા
કર, દયા કર! સત્સમાગમે આત્માને ઓળખીને તારા
આત્માને ચોરાસીના અવતારની રખડપટ્ટીથી હવે બચાવ.”
“આ ચોરાશીના અવતારનો જેને ભય લાગ્યો હોય તે
આત્માના શરણને શોધે. તે અંતરમાં એમ વિચારે કે અરેરે! શું
ભવ જ કરવાનો મારો સ્વભાવ હશે? કે ભવરહિત શાંતિ
ક્યાંય હશે? આ અજ્ઞાનપણે પુણ્યપાપ કરીને ભવભ્રમણનાં
દુઃખ ભોગવવા તે મારું સ્વરૂપ ન હોય.–આમ જેને
ભવભ્રમણનો અંતરમાં ત્રાસ લાગતો હોય તે જીવ અંતરમાં
ચૈતન્યના શરણને શોધે.”
[વીંછીયા: પંચકલ્યાણક પ્રવચનોમાંથી.]
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રક:–ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. પ–૬–પ૧