Atmadharma magazine - Ank 092
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૧૬૬: આત્મધર્મ ૨૪૭૭: જેઠ:
વસ્તુ સમાઈ જતી નથી, એટલે કે દ્રવ્યની જ ઉત્પત્તિ, દ્રવ્યનો જ નાશ કે દ્રવ્યની જ ધ્રુવતા નથી. જેમ એક
ઝાડમાં બીજ, અંકુર ને વૃક્ષપણું–એવા ત્રણ અંશો છે, તેમાં બીજ–અંશનો વ્યય, અંકુર–અંશનો ઉત્પાદ ને વૃક્ષત્વ–
અંશની ધ્રુવતા છે, તે ત્રણે અંશો થઈને ઝાડનું અસ્તિત્વ છે. તેમ આત્મવસ્તુમાં–સમ્યકત્વઅંશનો ઉત્પાદ,
મિથ્યાત્વઅંશનો વ્યય ને શ્રદ્ધાપણાની ધ્રુવતા છે. એ રીતે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ અંશોનાં છે, અંશીના નહિ. દ્રવ્યની
અપેક્ષાએ જ ઉત્પાદ નથી પણ દ્રવ્યમાં ઊપજતાભાવની અપેક્ષાએ ઉત્પાદ છે, દ્રવ્યની અપેક્ષાએ જ વિનાશ નથી
પણ પૂર્વના નષ્ટ થતા ભાવની અપેક્ષાએ વ્યય છે, ને આખા દ્રવ્યની જ અપેક્ષાએ ધ્રુવતા નથી પણ દ્રવ્યના
સળંગ ટકતા ભાવની અપેક્ષાએ (દ્રવ્યત્વ અપેક્ષાએ) ધ્રુવતા છે. એ રીતે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ પ્રત્યેક, અંશને
આશ્રિત છે. જે ક્ષણે વસ્તુ નવીન ભાવે ઊપજે છે તે જ ક્ષણે પૂર્વભાવથી વ્યય પામે છે ને તે જ ક્ષણે દ્રવ્યપણે ધ્રુવ
રહે છે;–એ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવ ત્રણે એક સાથે જ અંશોના અવલંબને છે. પણ અંશીનાં જ ઉત્પાદ, વ્યય કે ધ્રુવ
નથી.
[અહીં ધ્રુવને પણ અંશ અપેક્ષાએ પર્યાય કીધી છે, પણ તેમાં દ્રવ્યનો સામાન્ય ભાગ છે. પરંતુ તે એકલા
ધ્રુવમાં જ આખી વસ્તુ સમાતી નથી માટે તેને પણ અંશ કહ્યો, ને અંશ હોવાથી પર્યાય કહ્યો. એ અપેક્ષાએ
ધ્રુવતા પણ પર્યાયને આશ્રિત કહેવામાં આવી છે.
]
જો અંશી–વસ્તુનાં જ ઉત્પાદ, વ્યય કે ધ્રુવ માનવામાં આવે તો તેમાં દોષ આવે છે, ને અંધાધૂંધી થઈ જાય
છે. કઈ રીતે દોષ આવે છે તે સમજાવે છે.
૧. દ્રવ્યનો જ વ્ય માનવામાં આવે તો –
જો વ્યય પૂર્વના અંશનો ન માનતાં દ્રવ્યનો જ માનવામાં આવે તો (૧) દ્રવ્ય એક ક્ષણમાં નાશ પામી
જનારું થઈ જાય, એટલે એક ક્ષણમાં જ બધા ય દ્રવ્યોનો સર્વથા નાશ થઈ જાય, અથવા તો (૨) સત્ હોય
તેનો જ નાશ થઈ જાય.
જો મિથ્યાત્વપર્યાયનો નાશ ન માનતાં આત્મદ્રવ્યનો જ નાશ માનવામાં આવે તો આત્મા એક ક્ષણમાં જ
નાશ પામી જાય, પહેલી ક્ષણના સત્નો બીજી ક્ષણે નાશ થઈ જાય. અંશનો નાશ છે તેને બદલે અંશીનો જ નાશ
માનતાં એક ક્ષણમાં જ બધાં દ્રવ્યોનો અભાવ જ થઈ જાય, એટલે દ્રવ્યોની શૂન્યતા થઈ જાય; અથવા સત્
પદાર્થોનો જ નાશ થઈ જાય.
દ્રવ્યનો જ વ્યય માનવાથી (૧) પહેલાંં તો દ્રવ્યોનો સર્વથા અભાવ ઠરે એ દોષ કહ્યો, અથવા તો (૨)
‘ભાવ’નો અભાવ થઈ જાય–એ બીજો દોષ કહ્યો. પહેલામાં તો ‘એકલો અભાવ’ કહ્યો ને બીજામાં ‘ભાવનો
અભાવ’ થવાનું કહ્યું. માટે દ્રવ્યનો જ વ્યય નથી પણ દ્રવ્યના અંશનો જ વ્યય છે. ને તે અંશ અંશીનો છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવ તે અંશોના આશ્રયે છે, ને તે અંશો અંશી પદાર્થના આશ્રયે છે. પણ કોઈ દ્રવ્યનો કોઈ અંશ
બીજા દ્રવ્યને આશ્રિત નથી, તેમ જ વિકારી કે નિર્વિકારી કોઈ પણ ભાવનો ઉત્પાદ–વ્યય પણ બીજાના આશ્રયે
નથી, પણ તે તે પર્યાયના જ આશ્રયે છે. રાગનો ઉત્પાદ કર્મના આશ્રયે નથી પણ તે સમયની પર્યાયના આશ્રયે
છે. આ જીવના મિથ્યાત્વનો વ્યય દેવ–ગુરુના આશ્રયે નથી પણ પૂર્વપર્યાયના આશ્રયે જ છે. એ રીતે પર્યાયો
પોતે જ ઉત્પાદ–વ્યય–ધ્રુવનો આશ્રય છે.
૨. દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે તો –
ઉત્પાદ જો અંશનો ન માનતાં દ્રવ્યનો જ માનવામાં આવે તો ક્ષણિક પર્યાય તે જ દ્રવ્ય થઈ જાય એટલે
ક્ષણે ક્ષણે નવાં નવાં દ્રવ્યો જ ઉત્પન્ન થવા માંડે. દ્રવ્યની અનંત પર્યાયોમાંથી એકેક પર્યાય પોતે દ્રવ્ય થઈ જાય
એટલે એક દ્રવ્યને જ અનંત દ્રવ્યપણું આવે. અથવા વસ્તુ વગર અસત્નો જ ઉત્પાદ થવા માંડે. માટીમાં ઘટ
અવસ્થા ઊપજે છે પણ માટી પોતે ઊપજતી નથી, તેમ વસ્તુમાં તેના નવા પરિણામ ઊપજે છે પણ વસ્તુ પોતે
ઊપજતી નથી. એક અંશના ઉત્પાદને જો દ્રવ્ય જ માનવામાં આવે તો એક પર્યાય પોતે જ આખું દ્રવ્ય થઈ જશે
એટલે દ્રવ્યની અનંતી પર્યાયો તે અનંત દ્રવ્ય થઈ જશે. એ રીતે એક દ્રવ્યને જ અનંત દ્રવ્યપણું થઈ જશે.–એ
દોષ આવે છે. હા, એક દ્રવ્યમાં અનંત ગુણો હોય, તેમ જ એક દ્રવ્યની અનંત પર્યાયો થાય, પણ એક દ્રવ્યનાં
અનંત દ્રવ્યો ન થાય. દ્રવ્યની પર્યાય નવી ઊપજે છે પણ દ્રવ્ય પોતે નવું ઊપજતું નથી. જો દ્રવ્ય પોતે નવું ઊપજે
તો અસત્ની જ ઉત્પત્તિ થાય.–એ રીતે દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં બે દોષ આવે છે. પ્રથમ તો, એક જ દ્રવ્ય
અનંત દ્રવ્યપણે થઈ જાય; અને બીજું, અસત્ની જ ઉત્પત્તિ થાય. માટે