: જેઠ: ૨૪૭૭ આત્મધર્મ : ૧૬૫:
ઉત્પાદ, વ્યય, ધ્રુવ કોનાં હોય? –કે પર્યાયનાં.
પર્યાયો શેમાં હોય? –કે દ્રવ્યમાં.
એ રીતે બધાને એક દ્રવ્યમાં જ સમાવી દીધા છે.
ઘડો, પિંડ ને માટીપણું એ ત્રણે અંશોના સમુદાયસ્વરૂપ માટી છે. તે ત્રણ અંશો વગર માટી સિદ્ધ નહિ
થાય. તેમાં ઉત્પાદ તે ઘડાના આશ્રયે છે, વ્યય તે પિંડના આશ્રયે છે ને ધ્રુવતા તે માટીપણાના આશ્રયે છે. વળી
તે ઘડો, પિંડ ને માટીપણું એ ત્રણે અંશો માટીના આશ્રયે છે. એ રીતે એક માટીમાં બધું સમાઈ જાય છે.
જીવમાં રાગાદિ ઉદયભાવ થયો, તે ઉદયભાવ કોનો?–દ્રવ્યનો, પર્યાયનો કે પરનો? તો કહે છે કે, તે
ઉદયભાવ પરનો નથી, તે ઉદયભાવ દ્રવ્યનો નથી, પણ તે ઉદયભાવ તે વખતની આત્માની પર્યાયનો છે.
ઉદયભાવ તે સ્વજ્ઞેયની પર્યાય છે.
(૧) ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણે એક સાથે છે, એ વાત ૧૦૦ મી ગાથામાં સાબિત કરી.
(૨) હવે અહીં, ઉત્પાદ, વ્યય, ધ્રુવ તે અંશના (પર્યાયના) છે અને
(૩) તે પર્યાયો (અંશો) દ્રવ્યના છે,–એમ કહીને તે બધાને એક દ્રવ્યમાં જ સમાવી દ્યે છે.
કોઈ ભાવનો ઉત્પાદ થતાં આખું દ્રવ્ય જ નવું ઉત્પન્ન થતું નથી પણ પર્યાય નવી ઊપજે છે; તે પર્યાય દ્રવ્યના
આશ્રયે છે.
કોઈ ભાવનો વ્યય થતાં આખું દ્રવ્ય જ નાશ પામી જતું નથી પણ પર્યાય નાશ પામે છે, ને તે પર્યાય દ્રવ્યના
આશ્રયે છે.
પરિણામોના પ્રવાહમાં ધ્રુવતાપણે દ્રવ્ય જ ધ્રુવ નથી પણ અંશ અપેક્ષાએ ધ્રુવતા છે; ધ્રુવપણું તે પણ દ્રવ્યનો એક
અંશ છે, આખું દ્રવ્ય નથી. પણ તે ધ્રુવઅંશ દ્રવ્યના આશ્રયે છે.
–એ રીતે ઉત્પાદ–વ્યય ને ધ્રુવ અંશના છે, ને તે અંશોનો સમૂહ તે દ્રવ્ય છે. એ રીતે ‘દ્રવ્ય’ માં બધું
સમાઈ જાય છે.
ઉત્પાદ, વ્યય કે ધ્રુવ દ્રવ્યના જ આશ્રયે નથી એટલે કે દ્રવ્યનાં જ ઉત્પાદ, વ્યય કે ધ્રુવ નથી, પણ
પર્યાયનાં છે, અને તે પર્યાયો દ્રવ્યના છે. ઉત્પાદ, વ્યય કે ધ્રુવ તેમાંથી કોઈ એકમાં જ આખું દ્રવ્ય સમાઈ જતું
નથી પણ તે તો એકેક પર્યાયના છે. ઉત્પાદ તે આખા દ્રવ્યને બતાવતો નથી પણ ઉત્પાદ તે ઊપજતી પર્યાયને
બતાવે છે, વ્યય પણ આખા દ્રવ્યને બતાવતો નથી પણ તે પૂર્વપર્યાયને બતાવે છે, તથા ધ્રુવ પણ આખા દ્રવ્યને
બતાવતું નથી પણ તે પર્યાયને (–અંશને) જ બતાવે છે. એ રીતે તે દરેક એકેક પર્યાયને બતાવે છે, ને તે ત્રણે
પર્યાયોનો સમૂહ દ્રવ્યને બતાવે છે,–દ્રવ્ય તે પર્યાયોના સમૂહસ્વરૂપ છે.
કોઈ પણ દ્રવ્યનો કોઈ પણ એક સમય લ્યો તો તેમાં ઉત્પાદ–વ્યય ને ધ્રુવ ત્રણે એક સાથે પર્યાયોના
આશ્રયે છે. એકલા ઉત્પાદમાં, વ્યયમાં કે ધ્રુવમાં આખું દ્રવ્ય આવી જતું નથી માટે, તેઓ દ્રવ્યના આશ્રયે નહિ
પણ પર્યાયોના આશ્રયે છે એમ કહ્યું. ઉત્પાદધર્મ કોઈ પર્યાયના આશ્રયે છે, વ્યયધર્મ પણ કોઈ પર્યાયના આશ્રયે
છે ને ધ્રૌવ્યપણારૂપ ધર્મ પણ કોઈ પર્યાય (અંશ) ના આશ્રયે છે, માટે તેમને પર્યાયોના ધર્મ કહ્યા, અને પર્યાયો
દ્રવ્યના આશ્રયે છે. એ રીતે અભેદપણે દ્રવ્ય્માં બધું સમાઈ જાય છે.
એ વાત વૃક્ષનો દાખલો આપીને સમજાવશે.
માગસર સુદ ૨ – ૩ સોમવાર
(પ્રવચનસર ગ. ૧૦૧ ચલ)
ઉત્પાદ, વ્યય ને ધ્રુવ અંશોના આશ્રયે છે ને તે અંશો દ્રવ્યને આલંબે છે. ઉત્પાદ પણ અંશનો છે, વ્યય પણ
અંશનો છે ને ધ્રુવપણું પણ અંશનું છે; તે એકેક અંશમાં આખી વસ્તુ સમાઈ જતી નથી પણ અંશોના પિંડરૂપ વસ્તુ
છે. વસ્તુ અંશી છે ને ઉત્પાદાદિથી આલંબિત પર્યાયો તેના અંશો છે.–બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક.
‘જેમ અંશી એવા વૃક્ષના બીજ–અંકુર–વૃક્ષત્વસ્વરૂપ ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ નિજધર્મો વડે
આલંબિત એકી સાથે જ ભાસે છે, તેમ અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ, ઊપજતો ભાવ અને અવસ્થિત
રહેતો ભાવ એ સ્વરૂપ ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ નિજધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે.’
વસ્તુમાં ઉત્પાદ પણ અંશનો છે, વ્યય પણ અંશનો છે ને ધ્રુવતા પણ અંશની છે. તે એકેક અંશમાં આખી