મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ જાય છે. ખરી રીતે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવું નથી પડતું પણ જ્યાં સ્વભાવ તરફ
વળ્યો ત્યાં મિથ્યાત્વની ઉત્પત્તિ જ ન થઈ, એટલે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય છે.
નથી. જેણે મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવું હોય તેણે શું કરવું? –કે આત્માનો જ્ઞાનસ્વભાવ વિકારનો અકર્તા છે–
એમ સમજીને પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરતાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ થઈ જાય છે, ને ભવિષ્યના મિથ્યાત્વનું
પ્રત્યાખ્યાન પણ ભેગું જ થઈ જાય છે. અનાદિથી એક સેકંડમાત્ર પણ જીવે આવું પ્રતિક્રમણ કર્યું નથી. જો
એકવાર પણ આવું પ્રતિક્રમણ કરે તો અલ્પકાળમાં મૂક્તિ થયા વિના રહે નહિ.
નિમિત્ત છે, વિભાવ પરના આશ્રયે થાય છે પણ આત્માના આશ્રયે થતો નથી, માટે આત્મા સ્વભાવથી વિકારનો
અકર્તા છે. અહો! આવું અકર્તાપણું જેને ગોઠે તેને વિકારની રુચિ રહે જ નહિ. ચૈતન્યસ્વભાવ જ્ઞાનમૂર્તિ
ભગવાન આત્મા નિરપેક્ષ નિરાલંબી છે, કોઈ પણ પરનું આલંબન તેને નથી અને પરાવલંબને થતો વિકાર પણ
તેને નથી. આવા મહિમાવંત પોતાના સ્વભાવને ન માનતાં જેણે એક પણ પરદ્રવ્યની કે પરના આશ્રયે થતા
વિકારની રુચિ કરી તેણે સ્વભાવનો અનાદર કરીને ત્રણે કાળના વિભાવનું અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન કર્યું
છે, તે મોટો અધર્મ છે. હે ભાઈ! તે અધર્મને છોડીને હવે જો તારે ધર્મ કરવો હોય તો, આચાર્ય ભગવાન કહે છે
કે, પરવસ્તુ અને તેના આશ્રયે થતા વિભાવથી રહિત એવો તારો ચૈતન્યસ્વભાવ કાયમ છે તેની દ્રષ્ટિ કરીને
તેમાં અંતર્મુખ થા. જેણે અંતર્મુખ વલણ છોડીને કોઈ પણ બહિર્મુખ વલણથી લાભ માન્યો તે મિથ્યાદ્રષ્ટિ છે, –
પછી ભલે આ આત્મા સિવાય સિદ્ધ ભગવાન પ્રત્યે કે તીર્થંકર ભગવાન પ્રત્યેનું વલણ હોય, તોપણ તે ભાવથી
લાભ માને તે મિથ્યાદ્રષ્ટિ જ છે. માટે હે જીવ! તું પર ચીજની અને પર ચીજના આશ્રયે થતા વિકારની રુચિ
છોડ ને અંર્તસ્વભાવની રુચિ કર, એવો સર્વજ્ઞના આગમનો હુકમ છે, તે આત્માને વિકારનું અકર્તાપણું છે એમ
જાહેર કરે છે.
નથી, વિકારનું નિમિત્ત પરવસ્તુ જ છે. –આમ જે દ્રવ્ય અને ભાવનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ભગવાને કહ્યો છે
તે આત્માના અકર્તાપણાને જાહેર કરે છે. જેણે નિમિત્ત–નૈમિત્તિકની સંધિ તોડી નાખી ને સ્વભાવ સાથે સંધિ
જોડી તે જીવ વિકારનો કર્તા થતો નથી. રાગના અને નિમિત્તના સંબંધને જાહેર કરતું જ્ઞાન આત્મસ્વભાવમાં
જોડાણ કરે છે ને નિમિત્ત સાથેના સંબંધને તોડી નાંખે છે; માટે આત્મા વિભાવનો અકર્તા છે. આવા આત્માની
રુચિ–પ્રતીતિ–મહિમા કરીને તેની સન્મુખ થવું તે ધર્મ છે.
નિરપેક્ષસ્વભાવની સન્મુખ થવું તે ધર્મનું મૂળ છે.