Atmadharma magazine - Ank 096
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૬૧ :
વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય અર્થાત્ વ્યવહાર નિશ્ચયનું કારણ થાય–એમ ખરેખર માને તેણે
નિશ્ચય અને વ્યવહારને જુદા ન જાણ્યા પણ બંનેને એક જ માન્યા, એટલે તે પણ એકાંત માન્યતા થઈ.
દ્રવ્ય અને પર્યાય સંબંધી અનેકાન્ત
દ્રવ્ય–પર્યાય સંબંધી અનેકાન્તસ્વરૂપ આ પ્રમાણે છે; દ્રવ્ય દ્રવ્યપણે છે ને આખું દ્રવ્ય એક પર્યાયપણે નથી,
પર્યાય પર્યાયપણે છે ને એક પર્યાય આખા દ્રવ્યપણે નથી. તેમાં દ્રવ્યના આશ્રયે ધર્મ થાય છે, પર્યાયના આશ્રયે
ધર્મ થતો નથી. પર્યાયબુદ્ધિથી ધર્મ થાય એમ માનવું તે એકાંત છે. દ્રવ્યના આશ્રયે ધર્મ થાય છે તેને બદલે
પર્યાયના આશ્રયે જેણે ધર્મ માન્યો તેની માન્યતામાં પર્યાયે જ દ્રવ્યનું કામ કર્યું એટલે પર્યાય તે જ દ્રવ્ય થઈ ગયું,
તેની માન્યતામાં દ્રવ્ય–પર્યાયનું અનેકાન્તસ્વરૂપ ન આવ્યું. દ્રવ્યદ્રષ્ટિથી–દ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય ને
પર્યાયબુદ્ધિથી ધર્મ ન થાય એમ માનવું તે અનેકાન્ત છે.
આ પ્રમાણે એકાન્ત અનેકાન્તનું સ્વરૂપ સમજવું. જે જીવ આવું અનેકાન્ત વસ્તુસ્વરૂપ સમજે તે જીવ
નિમિત્ત, વ્યવહાર કે પર્યાયનો આશ્રય છોડીને પોતાના દ્રવ્યસ્વભાવ તરફ વળ્‌યા વગર રહે નહીં, એટલે
સ્વભાવના આશ્રયે તેને સમ્યગ્દર્શન–જ્ઞાનાદિ ધર્મ થાય; આ રીતે અનેકાન્તની ઓળખાણથી ધર્મની શરૂઆત
થાય છે. જે જીવ આવું અનેકાન્તસ્વરૂપ ન જાણે તે કદી પરનો આશ્રય છોડીને પોતાના સ્વભાવ તરફ વળે નહિ
ને તેને ધર્મ થાય નહિ.
–અષાડ સુદ ૧ વીર સં. ૨૪૭૬ રાત્રિચર્ચામાંથી.
એક વૈરાગ્ય – પ્રસંગ
સોનગઢમાં ભાદરવા વદ ત્રીજના દિવસે ભાઈ શ્રી હિંમતલાલ
છોટાલાલના ધર્મપત્ની લાભકુંવરબેનનો ૩પ વર્ષની વયે, ફક્ત બાર કલાકના
આકસ્મિક વ્યાધિથી સ્વર્ગવાસ થયો છે. સ્વ૦ લાભુબેન છેલ્લાં કેટલાક વખતથી
શ્રાવિકાશાળામાં જઈને ઉત્સાહપૂર્વક તત્ત્વનો અભ્યાસ કરતા હતા. તેમના અંત
સમયના એકાદ કલાક પહેલાંં પૂ. ગુરુદેવશ્રી તેમને દર્શન કરાવવા પધારેલા, અને
જ્યારે પૂ. ગુરુદેવશ્રીએ માંગળિક સંભળાવી લીધું કે તરત જ મોટા અવાજે ‘“
શાંતિ’... એમ ઉત્સાહપૂર્વક તે બોલી ઊઠ્યા હતા; તેમનો ઉત્સાહ જોઈને પૂ.
ગુરુદેવશ્રીએ કહ્યું: ‘બેન! આત્માનું ધ્યાન રાખજો!’ આ ઉપરથી છેવટ સુધીની
તેમની જાગૃતિ જણાઈ આવે છે. જીવનમાં કરેલા સત્સમાગમના સંસ્કાર સાથે લઈ
જઈને તેમણે પોતાનું જીવન સાર્થક કર્યું છે. ખરેખર! આ ક્ષણભંગુર જીવનમાં
સત્સમાગમ એ જ જીવને શરણ છે. જીવનની આવી ક્ષણભંગુરતા દેખીને
મુમુક્ષુઓએ તો ક્ષણમાત્રના પણ પ્રમાદ વગર શીઘ્ર આત્મકાર્ય કરી લેવા જેવું છે.
લાભુબેનના સ્વર્ગવાસના બીજે દિવસે ભાઈશ્રી હિંમતભાઈ મુંબઈથી
આવી પહોંચ્યા; આ પ્રસંગે તેમણે આર્ત–રૌદ્રધ્યાન ન કરતાં ખૂબ ધૈર્ય રાખીને
પોતાના જીવનને વૈરાગ્ય તરફ વાળ્‌યું છે અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અંગીકાર કરી
છે, તે પ્રશંસનીય છે.
સ્વ૦ લાભુબેનના સ્મરણાર્થે આત્મધર્મના ગ્રાહકોને એક પુસ્તક ભેટ
આપવા માટે શેઠ છોટાલાલ નારણદાસ ઝોબાળિયા તરફથી રૂા. ૧૦૦૧
આપવામાં આવ્યા છે; તે ઉપરાંત રૂા. પ૦૨ જુદા જુદા ખાતામાં તેમણે આપ્યા
છે. તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.