અહીં તો જેનાથી અનંતકાળના જન્મમરણનો અંત આવી જાય એવી અપૂર્વ ધર્મક્રિયાની વાત છે.
યથાર્થ તત્ત્વને નક્કી કરવું તે પણ ધર્મની ક્રિયા છે.
તેને તો જૂનું કર્મ નિમિત્તપણે પણ નથી. જેની દ્રષ્ટિ કર્મ ઉપર છે તેને જ જૂનું કર્મ નવા બંધનનું નિમિત્ત થાય છે.
અજ્ઞાનીની દ્રષ્ટિમાં ‘આત્મા’ નથી પણ કર્મ જ છે એટલે તેને જ કર્મ નિમિત્તરૂપે છે. અંર્ત દ્રષ્ટિના પરિણમનમાં
જ્ઞાનીને સ્વભાવનો જ ઉદય છે ને કર્મનો ઉદય નથી;–અજ્ઞાનીને કર્મનો ઉદય છે ને સ્વભાવનો ઉદય નથી. ધર્મી
જીવ ગૃહસ્થપણામાં હોય ને અલ્પ રાગ–દ્વેષ થતા હોય તો પણ સ્વભાવદ્રષ્ટિમાં તેને ગણ્યા જ નથી અને અજ્ઞાની
બાહ્યત્યાગી દ્રવ્યલિંગી થઈને બેઠો હોય પણ અંદર ઊંડે ઊંડે શુભવિકલ્પની રુચિ પડી હોય, તેને તો ક્ષણે ક્ષણે
જૂનું કર્મ નવા બંધનનું નિમિત્ત થઈ રહ્યું છે.
દ્વેષ–મોહનું નિમિત્ત થાય છે. ધર્મીને તો સ્વભાવદ્રષ્ટિના પરિણમનને લીધે શુદ્ધતા જ વધતી જાય છે એટલે તેને
પૂર્વનું કર્મ નવા બંધનનું નિમિત્ત થતું નથી. અસ્થિરતાનું જે અલ્પ બંધન છે તેનો સ્વભાવદ્રષ્ટિમાં સ્વીકાર નથી.
અજ્ઞાની તો ક્ષણિક રાગને જ પોતાનું સ્વરૂપ માની રહ્યો છે, સ્વભાવની દ્રષ્ટિ નથી પણ નિમિત્ત ઉપર જ દ્રષ્ટિ
પડી છે, તેથી કર્મના નિમિત્તે જે રાગ–દ્વેષ–મોહાદિ ભાવો થાય છે તે જ નવા કર્મબંધનનું કારણ છે અને તે નવા
કર્મો તે અજ્ઞાનીને ફરીને ઉદય વખતે પણ મોહભાવમાં જ નિમિત્ત થશે; કદાચિત્ પુણ્ય બાંધીને ભગવાન પાસે
જશે તો ત્યાં પણ ભગવાનને સમ્યગ્જ્ઞાનાદિનું નિમિત્ત તે નહિ બનાવે, પણ નિમિત્તાધીનદ્રષ્ટિને લીધે પૂર્વ કર્મના
ઉદયને મિથ્યાત્વાદિનું જ નિમિત્ત બનાવશે. આ રીતે જેને ચૈતન્ય–પરમેશ્વરની પ્રતીતિ નથી ને કર્મના નિમિત્ત
ઉપર જ દ્રષ્ટિ છે તેવા અજ્ઞાનીને કર્મની પરંપરા ચાલ્યા જ કરે છે. ધર્મી જીવે સ્વભાવદ્રષ્ટિના બળથી અનાદિના
કર્મની પરંપરાને તોડી નાંખી છે ને નિર્મળ પર્યાયની પરંપરા આત્મા સાથે જોડી છે. દ્રષ્ટિ ઉપર ધર્મ–અધર્મનો
આધાર છે. ધર્મીની દ્રષ્ટિ સ્વ ઉપર છે, અધર્મીની દ્રષ્ટિ પર ઉપર છે. સ્વ ઉપરની દ્રષ્ટિથી ધર્મની પરંપરા ચાલે છે
ને પર ઉપરની દ્રષ્ટિથી અધર્મીને કર્મની પરંપરા ચાલે છે; નિમિત્ત ઉપરની દ્રષ્ટિ હોવાથી તેને કર્મ સાથેનો
નિમિત્તનૈમિત્તિક સંબંધ રહ્યા જ કરે છે. આત્માના સ્વભાવને કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ પણ નથી,
એવા દ્રવ્યસ્વભાવને જાણ્યા વિના મિથ્યાબુદ્ધિ ટળતી નથી. અજ્ઞાનીને પર્યાયબુદ્ધિથી વર્તમાન તો મિથ્યાત્વ છે ને
ભવિષ્યમાં પણ કર્મના ઉદય વખતે તેને પર્યાયબુદ્ધિને લીધે મિથ્યાત્વ જ થશે; સંયોગ અને વિકારીભાવ ઉપર
દ્રષ્ટિ રાખીને તે જ્યાં જ્યાં જશે––સમવસરણમાં સાક્ષાત્ ભગવાન પાસે જશે––તો ત્યાં પણ તે મિથ્યાત્વભાવને
જ ઉત્પન્ન કરશે. અહીં તો બંધન સિદ્ધ કરવું છે એટલે જે જીવ પર્યાયબુદ્ધિ ચાલુ રાખે છે તેની આ વાત છે. કોઈ
જીવ ભવિષ્યમાં સ્વભાવને સમજીને મિથ્યાત્વ ટાળે તેને આ વાત લાગુ પડતી નથી.