: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૫૩ :
પિંડ છે તેનો મહિમા લાવીને અંતર્મુખ કદી જોયું નથી. જેમ ઘરમાં મોટી કિંમતનો ઊંચો દાગીનો આવે તો તે
જોવા માટે બધા માણસો કેવી હોંશથી ભેગા થાય છે! તેમ ખરી રીતે તો આવા આત્માના સ્વભાવને જોવા માટે
બધાએ ભેગા થવું જોઈએ. શ્રીમદે પણ કહ્યું છે કે ‘અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર’ –આ સંસાર
અનાદિકાળથી છે, પણ જો અંતર્મુખ થઈને શુદ્ધ આત્માનું અવલોકન કરે તો ક્ષણમાં તેનો નાશ થઈ જાય છે.
સમયસારમાં આત્માનો સ્વભાવ બતાવતાં આચાર્ય ભગવાન કહે છે કે આત્મા રાગાદિક વિકારનો
અકર્તા જ છે; કેમ કે જો આત્મા પોતે સ્વભાવથી વિકારનો કર્તા હોય તો નિમિત્તના આશ્રયને અને વિકારને
છોડવાનો આગમનો જે હુકમ છે તેમાં વિરોધ આવે છે. –કઈ રીતે? તે વિશેષ કહેવાશે.
‘અહો! આ વાત કદી સાંભળી નથી’
અત્યારે ધર્મના નામે ઘણા ફેરફાર દેખાય છે. પુણ્યથી અને
પરથી ધર્મ મનાય છે. અનાદિથી જીવ જે માનતો આવ્યો છે તેનાથી
આ આત્મ–ધર્મની જુદી વાત છે. સત્ય વાત તો જેમ છે તેમ કહેવી પડે
અને તે માન્યે જ છૂટકો. સત્યને હળવું–સોઘું કરીને (વિપરીત) ન
મૂકાય. કોઈ કહે કે આ તો બહુ ઊંચા દરજ્જાની વાત છે, તો તેમ નથી,
કેમ કે આ તો ધર્મના પહેલાંમાં પહેલાં એકડાની વાત છે.
પુણ્ય–પાપ મારાં, શુભભાવ કરતાં કરતાં ધીમે ધીમે ધર્મ થશે–
એવી ઝેરી માન્યતાનું અર્થાત્ રાગ–દ્વેષ–અજ્ઞાનભાવનું વીતરાગનાં
નિર્દોષ વચનો વિરેચન કરાવી દે છે. મોક્ષાર્થીને કોઈ પણ બંધનભાવનો
આદર ન હોવો જોઈએ.
આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી વિરુદ્ધ ભાવને કોઈ ધર્મ
કહે તો તે વિકથા છે. સત્ય વાત અજાણ્યાને કઠણ લાગે કેમ કે પૂર્વે કદી
સાંભળી નથી, તથા કદાગ્રહીને વિરોધરૂપ પણ લાગે. પરંતુ સરળ અને
જિજ્ઞાસુ જીવો તો પોતાની શુદ્ધતાની વાત સાંભળી હર્ષથી નાચી ઊઠે
છે, અને કહે છે કે અહો! આવી વાત અમે કદી પણ સાંભળી નથી.
આત્માને ધર્મ માટે પુણ્યાદિ પરાશ્રયની જરૂર શરૂઆતમાં પણ
નથી. સાચી સમજણ વિના વ્રત, તપ વગેરેથી પુણ્ય બાંધી જીવ નવ
ગ્રૈવેયક સુધી ગયો, છતાં સ્વતંત્ર આત્મસ્વભાવને જાણ્યો નહિ, ને તેથી
તેનું ભવભ્રમણ ટળ્યું નહિ.
જુઓ, સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૧૬.