Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૨૧ઃ
નિયમસાર–પરમાગમનો ઉદ્દેશ
શાસ્ત્રકાર સંતોએ આ પરમાગમના પાને પાને પોકારેલા
અનુભવસિદ્ધ પરમ સત્યનો સાર
‘નિયમસાર’ એટલે નિયમનો સાર અર્થાત્ શુદ્ધ રત્નત્રય. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મતત્ત્વનો
આશ્રય કરવાથી જ થાય છે. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં–અશુભ, શુભ કે શુદ્ધ
વિશેષોમાં–રહેલું જે નિત્યનિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધદ્રવ્યસામાન્ય તે પરમાત્મતત્ત્વ છે. તે જ શુદ્ધ
અંતઃતત્ત્વ, કારણપરમાત્મા, પરમ પારિણામિકભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ
અનાદિકાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેનાં તેનાં
સર્વ ઝાવાં (દ્રવ્યલિંગી મુનિનાં વ્યવહાર–રત્નત્રય સુધ્ધાં) સર્વથા વ્યર્થ ગયાં છે. માટે આ પરમાગમનો એકમાત્ર
ઉદે્શ જીવોને પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. (‘હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું’
એવી સાનુભવ શ્રદ્ધાપરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મતત્ત્વનો આશ્રય,
પરમાત્મતત્ત્વનું આલંબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સંમુખતા,
પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ,
______________________________________________________________________________
જેવો આત્મા કેવળી ભગવાનની શ્રદ્ધામાં આવ્યો છે તેવો જ આત્મા ચોથા ગુણસ્થાને વર્તતા નાનામાં નાના ધર્મી
જીવની શ્રદ્ધામાં આવ્યો છે. આત્માને તેના ધર્મોદ્વારા ઓળખે તો જ તેની સાચી શ્રદ્ધા થાય; તેથી અહીં
આચાર્યદેવે ધર્મોનું વર્ણન કહ્યું છે. તેમાં સપ્તભંગીમાંથી ‘અસ્તિત્વ–અવક્તવ્ય’ નામનો પાંચમો ભંગ કહ્યો; હવે
છઠ્ઠો ભંગ કહે છે, ૪૭ ધર્મમાં તે આઠમો ધર્મ છેઃ
(૮) નાસ્તિત્વ–અવક્તવ્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય નાસ્તિત્વ–અવક્તવ્યનયે પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી તથા યુગપદ્ સ્વપરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવથી નાસ્તિત્વવાળું–અવક્તવ્ય છે. (અહીં તીરનું દ્રષ્ટાંત છે તે મૂળમાં જોઈ લેવું.)
અસ્તિત્વ–અવક્તવ્યની માફક આ ધર્મ પણ સમજી લેવો. જેમ અસ્તિત્વધર્મનું કથન કરતાં નાસ્તિત્વ
વગેરેનું કથન બાકી રહી જતું હતું માટે અસ્તિત્વ–અવક્તવ્ય ધર્મ કહ્યો; તેમ અહીં ‘આત્મા પરપણે નથી’ એમ
નાસ્તિત્વધર્મ કહેતાં ‘આત્મા સ્વપણે છે’ એવું અસ્તિત્વનું કથન બાકી રહી જાય છે, નાસ્તિત્વ કહી શકાય છે
પણ બંને સાથે કહી શકાતા નથી, માટે આત્મા ‘નાસ્તિત્વ–અવક્તવ્ય’ ધર્મવાળો છે.
હવે સપ્તભંગીનો છેલ્લો ભંગ કહે છેઃ
(૯) અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્યનયે સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી, પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી
તથા યુગપદ્ સ્વપર દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વવાળું–નાસ્તિત્વવાળું–અવક્તવ્ય છે. (અહીં તીરનું દ્રષ્ટાંત
છે તે મૂળમાં જોઈ લેવું.)
આત્મામાં સ્વપણે અસ્તિત્વ છે, પરપણે નાસ્તિત્વ છે, એ બંને ધર્મો એક પછી એક કહી શકાય છે પણ
એકસાથે કહી શકાતા નથી; એ રીતે આત્મા ‘અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્ય’ નામના ધર્મવાળો છે. આ ધર્મમાં
ત્રણ શબ્દો આવ્યા તેથી તેના વાચ્યરૂપ ત્રણ જુદા ધર્મો ન સમજવા, પણ ત્રણેના વાચ્યરૂપ એક ધર્મ છે એમ
સમજવું.
એ પ્રમાણે અસ્તિ, નાસ્તિ આદિ સાત ભંગોનું વર્ણન પૂરું થયું. (ક્રમશઃ)