Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
– વિરલા! –
विरलाः निश्रृण्वन्ति तत्त्वं विरलाः जानन्ति तत्त्वतः तत्त्वं।
विरलाः भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।। २७९।।
तत्त्वं कथ्यमानं निश्चलं भावेन गृहणाति यः हि।
तत् एव भावयति सदा सः अपि च तत्त्वं विजानाति।। २८०।।
જગતમાં તત્ત્વને વિરલા પુરુષો સાંભળે છે; સાંભળીને પણ તત્ત્વને યથાર્થપણે વિરલા જ જાણે
છે; વળી જાણીને પણ વિરલા જ તત્ત્વની ભાવના એટલે કે વારંવાર અભ્યાસ કરે છે; અને અભ્યાસ
કરીને પણ તત્ત્વની ધારણા તો વિરલાઓને જ થાય છે. (ભાવાર્થઃ–) તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સાંભળવું–
જાણવું–ભાવવું અને ધારવું તે ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમકાળમાં તત્ત્વને યથાર્થ કહેવાવાળા દુર્લભ
છે અને ધારવાવાળા પણ દુર્લભ છે.
જે પુરુષ, ગુરુઓ વડે કહેવામાં આવેલું જે તત્ત્વનું સ્વરૂપ તેને નિશ્ચલભાવથી ગ્રહણ કરે છે, તેમ
જ અન્ય ભાવના છોડીને તેને જ નિરંતર ભાવે છે તે પુરુષ તત્ત્વને જાણે છે.
–સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા.
વિરલા જાણે તત્ત્વને વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને વિરલા ધારે કોઈ.
–યોગસાર. ૬૬
અહો! રત્નત્રય–મહિમા!
(ત્રિભુવનપૂજ્ય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય તે જ સિદ્ધાંતનું સર્વસ્વ છે અને તે જ
ત્રણેકાળના મોક્ષગામી જીવોને મુક્તિનું કારણ છે, એ વાત જ્ઞાનાર્ણવમાં શ્રી શુભચંદ્રાચાર્ય કહે છેઃ)
एतत्समयसर्वस्वं मुक्तेश्चेतन्निबन्धनम्।
हितमेतद्धि जीवानामेतदेवाग्रिमं पदम्।। २२।।
આ રત્નત્રય જ સિદ્ધાંતનું સર્વસ્વ છે તથા તે જ મુક્તિનું કારણ છે; વળી જીવોનું હિત તે જ છે
અને પ્રધાન પદ તે જ છે.
ये याता यान्ति यास्यन्ति यमिनः पदमव्ययम्।
समाराध्यैव ते नूनं रत्नत्रयमखण्डितम्।। २३।।
જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષ ગયા છે, વર્તમાનમાં જાય છે ને ભવિષ્યમાં જશે તેઓ ખરેખર
આ અખંડિતરત્નત્રયને સમ્યક્પ્રકારે આરાધીને જ ગયા છે, જાય છે અને જશે.
साक्षादिदमनासाद्य जन्मकोटिशतैरपि।
द्रश्यते न हि केनापि मुक्तिश्रीमुखपंकजम्।। २४।।
આ સમ્યક્ રત્નત્રયને પ્રાપ્ત કર્યા વગર કરોડો–અબજો જન્મ ધારણ કરવા છતાં પણ કોઈ જીવ
મોક્ષલક્ષ્મીના મુખકમળને સાક્ષાત્ દેખી શકતા નથી.
*