ATMADHARMA Regd No. B. 4787
______________________________________________________________________________
આત્મજ્ઞ તે શાસ્ત્રજ્ઞ
यः आत्मानं जानाति अशुचिशरीरात् तत्त्वतः भिन्नं।
ज्ञायकरूंपस्वरूपं सः शास्त्रं जानाति सव्वं।।४६३।
અર્થઃ–જે મુનિ (અર્થાત્ જે જીવ) પોતાના આત્માને આ અપવિત્ર
શરીરથી તત્ત્વતઃ ભિન્ન, જ્ઞાયકરૂપસ્વરૂપ જાણે છે તે સર્વ શાસ્ત્રને જાણે છે.
ભાવાર્થઃ–જે મુનિ (–જે જીવ) શાસ્ત્રઅભ્યાસ તો અલ્પ જ કરે છે પણ
પોતાના આત્માનું રૂપ જ્ઞાયક દેખણ–જાણનહાર, આ અશુચિ શરીરથી ભિન્ન છે
એમ, શુદ્ધોપયોગરૂપ થઈને જાણે છે તો તે બધા જ શાસ્ત્રોને જાણે છે. જો
પોતાનું સ્વરૂપ ન જાણ્યું અને ઘણા શાસ્ત્રો પઢયો તો તેથી શું સાધ્ય છે?
यः न अपि जानाति आत्मानं ज्ञानस्वरूपं शरीरतः भिन्नं।
सः न जानाति शास्त्रं आगमपाठं कुर्वन् अपि।।४६४।।
અર્થઃ–જે મુનિ (અર્થાત્ જે જીવ) પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ,
અને શરીરથી ભિન્ન નથી જાણતો તે આગમનો પાઠ કરતો હોવા
છતાં શાસ્ત્રને નથી જાણતો.
ભાવાર્થઃ–જે મુનિ (–જે જીવ) શરીરથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માને
નથી જાણતો, તે ઘણા શાસ્ત્રો પઢયો હોય તોપણ વગર પઢયો જ છે. શાસ્ત્ર
પઢવાનો સાર તો પોતાનું સ્વરૂપ જાણી રાગદ્વેષરહિત થવું–તે હતો; જો
શાસ્ત્ર પઢીને પણ તેવો ન થયો તો તે શું પઢયો? પોતાનું સ્વરૂપ જાણીને
તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ છે, અને વાંચવું–પૂછવું–અનુપ્રેક્ષા–
આમ્નાય–ધર્મોપદેશ એવા પાંચ પ્રકાર વ્યવહારસ્વાધ્યાયના છે. જો તે
વ્યવહાર નિશ્ચયના અર્થે હોય તો તે વ્યવહાર પણ સત્યાર્થ છે; નિશ્ચય વિના
તો વ્યવહાર થોથા છે.
–સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા.
***
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રકઃ–ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૧–૧૧–પ૧