Atmadharma magazine - Ank 099
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
પોષઃ ૨૪૭૮ઃ પ૩ઃ
સમ્યક્ત્વના નિમિત્તો
જિનસૂત્ર બહિરંગનિમિત્ત અને જ્ઞાની અંતરંગનિમિત્ત
શ્રી નિયમસાર શુદ્ધભાવઅધિકાર ગા. પ૩ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
(વીર સં. ૨૪૭૮ કારતક સુદ પ–૭)
*
જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે
તે જાણ અંતર્હેતુ, દ્રગ્મોહક્ષયાદિક જેમને. પ૩.
અર્થઃ સમ્યક્ત્વનું નિમિત્ત જિનસૂત્ર છે; જિનસૂત્રના જાણનારા પુરુષોને (સમ્યક્ત્વના) અંતરંગહેતુઓ કહ્યા છે,
કારણ કે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે.
ટીકાઃ આ સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ–સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત
વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી
પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે (સમ્યક્ત્વપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને
દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક છે.
પોતાના શુદ્ધ કારણપરમાત્માની શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવને નિમિત્તો કેવાં હોય તે અહીં
બતાવે છે. સમ્યગ્દર્શન તો પોતાના આત્મસ્વભાવના આશ્રયે જ થાય છે, કાંઈ નિમિત્તના આશ્રયે સમ્યગ્દર્શન
થતું નથી. પણ જ્ઞાનનો સ્વ–પરપ્રકાશક સ્વભાવ છે તેથી સમ્યગ્દર્શનમાં નિમિત્તો કેવા હોય તે પણ જાણવું
જોઈએ. નિજ કારણપરમાત્માની સન્મુખ થઈને અપૂર્વ સમ્યક્ત્વ પ્રગટ કરનાર જીવને, શુદ્ધ કારણપરમાત્માનું
સ્વરૂપ બતાવનારાં જિનસૂત્ર તે બાહ્ય નિમિત્ત છે. અને, તે જિનસૂત્રનો આશય સમજાવનારા જ્ઞાની પુરુષ વગર
એકલા જિનસૂત્ર સમ્યક્ત્વનું નિમિત્ત થતા નથી,–એમ બતાવવા માટે સાથે સાથે એ વાત પણ કરી કે જિનસૂત્રને
જાણનારા જ્ઞાની પુરુષો સમ્યક્ત્વનું અંતરંગ નિમિત્ત છે. નિમિત્ત તરીકે શાસ્ત્ર કરતાં જ્ઞાનીની મુખ્યતા બતાવવા
માટે શાસ્ત્રને બાહ્ય નિમિત્ત કહ્યા છે અને જ્ઞાનીને અંતરંગ નિમિત્ત કહ્યા છે. અંતરંગ નિમિત્ત પણ પોતાથી પર છે
તેથી તે ઉપચાર છે.
વીતરાગની વાણી શુદ્ધ કારણપરમાત્માને ઉપાદેય બતાવનારી છે, તે જિનસૂત્ર છે. તે જિનસૂત્ર
સમ્યગ્દર્શનનું બહિરંગ નિમિત્ત છે. જે પોતે અંતર્મુખ થઈને શુદ્ધ કારણપરમાત્માને ઉપાદેયપણે અંગીકાર કરે તેને
તે વાણી બાહ્યનિમિત્ત છે. જુઓ, જિનસૂત્ર કેવાં હોય તે વાત પણ આમાં આવી ગઈ, કે પોતાના શુદ્ધ આત્માને
જ જે ઉપાદેય બતાવતાં હોય, પોતાના શુદ્ધ કારણપરમાત્માના આશ્રયે જ જે લાભ કહેતાં હોય તે જ જિનસૂત્ર છે;
અને એવા જિનસૂત્ર જ સમ્યક્ત્વમાં બાહ્યનિમિત્ત છે. એ સિવાય જે શાસ્ત્રો પરાશ્રયભાવથી લાભ થવાનું કહેતાં
હોય તે ખરેખર જિનસૂત્ર નથી અને તે સમ્યક્ત્વમાં નિમિત્ત પણ નથી. શાસ્ત્રોનું તાત્પર્ય તો વીતરાગતા છે, અને
તે વીતરાગતા અંતરના શુદ્ધ આત્માના જ અવલંબને પ્રગટે છે; તેથી તેવા શુદ્ધ આત્માનું અવલંબન કરવાનું
બતાવનારી જિનવાણી તે જ સમ્યક્ત્વમાં નિમિત્ત છે.