સંસારભ્રમણનું કારણ
અને તેનાથી છૂટવાનો ઉપાય
एवं अनादिकालं पंचप्रकारे भ्रमति संसारे।
नानादुःखनिधाने जीवः मिथ्यात्वदोषेण।।७२।।
इति संसारं ज्ञात्वा मोहं सर्वादरेण त्यक्त्वा।
तं ध्यायत स्वस्वभावं संसरण येन विनश्यति।।७३।।
એ રીતે, પાંચ પ્રકારના સંસારમાં આ જીવ
અનાદિકાળથી મિથ્યાત્વદોષને લીધે ભમે છે. કેવો છે સંસાર?–
અનેક પ્રકારના દુઃખોનું નિધાન છે.
એ રીતે, પૂર્વોક્ત પ્રકારના સંસારને જાણીને, હે ભવ્ય
જીવો! સર્વ પ્રકારના ઉદ્યમવડે મોહને છોડીને તે આત્મસ્વભાવને
ધ્યાવો–કે જેનાથી સંસારના ભ્રમણનો નાશ થાય.
–સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા.
*
અર્ધશ્લોકમાં મુક્તિનો ઉપદેશ
चिद्रूपः केवलः शुद्ध आनंदात्मेत्यहं स्मरे।
मुक्त्यै सर्वज्ञोपदोशः श्लोकार्द्धेन निरूपितः।।२२।।
‘હું ચિદ્રૂપ, કેવળ, શુદ્ધ, આનંદસ્વરૂપ છું એમ સ્મરણ
કરું છું;’ મુક્તિ માટેનો સર્વજ્ઞનો ઉપદેશ આ અર્ધ શ્લોકથી
નિરૂપિત છે.
– (તત્ત્વજ્ઞાન તરંગિણી અ. ૩)
*
પરમ ચૈતન્યરત્ન!
तदेवैकं परं रत्नं सर्वशास्त्रमहोदधेः।
रमणीयेषु सर्वेषु तदेकं पुरतः स्थितम्।।४३।।
તે એક ચૈતન્યસ્વરૂપ આત્મા જ સમસ્ત શાસ્ત્રરૂપી
મહાસમુદ્રનું પરમ રત્ન છે (અર્થાત્ તે ચૈતન્યરત્નની પ્રાપ્તિ
માટે જ સર્વશાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે છે), સર્વે
રમણીય પદાર્થોમાં તે ચૈતન્યસ્વરૂપ આત્મા જ એક રમણીય
તથા ઉત્કૃષ્ટ છે.
– (પદ્મનંદીઃ એકત્વઅશીતિ અધિકાર)
*