Atmadharma magazine - Ank 099
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
પોષઃ ૨૪૭૮ઃ પ૧ઃ
જ કથંચિત્ ભેદ સિદ્ધ થઈ જાય છે. એક ધર્મને બીજા ધર્મથી જો ભેદ ન હોય તો અનંતા ધર્મો જ ન રહે.
આત્મા એક દ્રવ્ય હોવા છતાં તેના સ્વભાવમાં અનેકપ્રકારતા છે, તેને વિકલ્પનય જાણે છે.
દ્રવ્ય એક છે ને ગુણો અનંત છે; તે ગુણોમાં એક ગુણ બીજા ગુણપણે થતો નથી એવો ભેદ છે.
દ્રવ્ય એક છે ને પ્રદેશો અસંખ્ય છે; તેમાંથી એક પ્રદેશ બીજા પ્રદેશપણે નથી એવો ભેદ છે.
દ્રવ્ય એક અને પર્યાયો અનંત; એકેક ગુણની એકેક પર્યાય, એ રીતે અનંત ગુણોની અનંતી પર્યાયો એક
સમયમાં છે. તેમાં એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયપણે નથી એવો ભેદ છે. અથવા એક વસ્તુની
ત્રણકાળની અનંત પર્યાયો છે, તેમાંથી એક સમયની પર્યાય તે બીજા સમયની પર્યાયથી ભેદવાળી છે.
વળી દ્રવ્ય–ગુણ–પર્યાયને પણ પરસ્પર કથંચિત્ ભેદ છે. જે દ્રવ્ય છે તે ગુણ નથી, ગુણ તે પર્યાય નથી; ‘દ્રવ્ય’
અને ‘ગુણ’–એમ બંનેના નામ જુદા, દ્રવ્ય એક અને ગુણો અનંત–એમ બંનેની સંખ્યા જુદી, ઇત્યાદિ
પ્રકારે ભેદ પડે છે.
–આવો આત્માનો ભેદ ધર્મ છે; વિકલ્પનયથી જોતાં આત્મા ભેદવાળો જણાય છે. પણ એ ધ્યાન રાખવું કે
ભેદધર્મ વખતે જ અભેદધર્મ પણ સાથે જ છે. અભેદતાને ચૂકીને એકાંત ભેદવાળો જ માને તો તેને ભેદનય ન
કહેવાય. તે તો એકાંત મિથ્યા માન્યતા છે.
બધા આત્મા ભેગા થઈને તો એક–અદ્વૈત નથી, પરંતુ એક જુદો આત્મા પણ સર્વથા અદ્વૈત નથી, તેમાં
પણ કથંચિત્ ભેદ છે. અહીં ‘કથંચિત્ ભેદ’ કહ્યો તેનો અર્થ ‘પરથી કથંચિત્ ભેદ ને કથંચિત્ પર સાથે અભેદ’ –
એમ ન સમજવો. પરથી તો તદ્ન ભેદ જ છે–જુદાપણું જ છે, પણ અહીં તો પોતામાં ને પોતામાં જ કથંચિત્ ભેદ–
અભેદપણું છે, તેની આ વાત છે. આ ભેદ તે અશુદ્ધતા નથી, દોષ નથી પણ વસ્તુનો ધર્મ છે; શુદ્ધ આત્મામાં પણ
આવો ભેદધર્મ છે. સિદ્ધના આત્મામાંથી જ્ઞાન–દર્શન–ચારિત્ર ઇત્યાદિના ભેદો નીકળી જતા નથી, સિદ્ધના
આત્મામાં પણ તેવા ભેદ છે, તેને વિકલ્પ કહેવાય છે. સિદ્ધને રાગરૂપ વિકલ્પ નથી પણ આવો ગુણ–ભેદરૂપ
વિકલ્પ છે.–આમ વિકલ્પનયવાળો સાધક જાણે છે, સિદ્ધને કાંઈ નય હોતા નથી.
સિદ્ધ ભગવાનને સાદિ–અનંત સિદ્ધદશા રહેતી હોવા છતાં ક્ષણે ક્ષણે તેમની પર્યાય પલટયા કરે છે, પહેલા
સમયની પર્યાય બીજા સમયે રહેતી નથી, એવો ભેદ છે. ક્ષણે ક્ષણે પર્યાયનું પલટવું તે કાંઈ ઉપાધિ નથી પણ
વસ્તુનો સ્વભાવ છે. સિદ્ધને પણ દરેક સમયે નવી નવી આનંદમગ્ન પર્યાયો થયા કરે છે. આત્માની અપૂર્ણ
પર્યાયનો નાશ થઈને પૂર્ણ પર્યાય પ્રગટ થાય, પણ પછી તે પૂર્ણ પર્યાયનો નાશ થઈને ફરીને અપૂર્ણ પર્યાય થાય
એમ કદી ન બને. અને પૂર્ણદશા પ્રગટી ગયા પછી પરિણમન બંધ થઈ જાય–એમ પણ નથી, પૂર્ણદશા થયા પછી
એવી ને એવી પૂર્ણદશાપણે સદાય પરિણમન થયા જ કરે છે. ત્યાં પણ ગુણભેદ અને પર્યાયભેદ રહે છે, આવો
આત્માનો ભેદધર્મ છે. આ ધર્મ દરેક પદાર્થમાં અનાદિઅનંત છે.
હવે ભેદધર્મની સામે અભેદધર્મ કહે છે.
*
(૧૧) અવિકલ્પનયે આત્માનું વર્ણન
ત્મદ્રવ્ય અવિકલ્પનયે, એક પુરુષમાત્રની માફક અવિકલ્પ છે. જેમ એક પુરુષ બાલ–યુવાન–વૃદ્ધ એવા
ભેદ વિનાનો એક પુરુષમાત્ર જ છે. તેમ અભેદનયથી આત્મા અભેદ છે. અનંતગુણો હોવા છતાં આત્મા કાંઈ
અનંત થઈ જતા નથી, આત્મા તો એક જ છે. જેમ બાલ, યુવાન ને વૃદ્ધ ત્રણે અવસ્થામાં રહેનારો પુરુષ તો એક
જ છે, જે બાલ અવસ્થામાં હતો તે જ યુવાન અવસ્થામાં છે,–એ રીતે પુરુષપણે તેમાં ભેદ નથી પડતા, પુરુષપણે
તો એક જ છે; તેમ ગુણ–પર્યાયના ભેદ હોવા છતાં દ્રવ્યપણે તો આત્મા એક અભેદ છે. અભેદનયથી આત્માને
જુઓ તો તેમાં ભેદ નથી, આવો આત્માનો અભેદધર્મ છે. વસ્તુમાં જો ભેદ ન હોય તો અનંત ધર્મો ન હોઈ શકે,
અને જો અભેદ ન હોય તો વસ્તુની એકતા ન હોઈ શકે અથવા દરેક ગુણ પોતે જ સ્વતંત્ર વસ્તુ ઠરે. ગુણો અનંત
હોવા છતાં તેનો ધરનાર ગુણી તો