ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ
પ્રવચનોનો સાર
આચાર્યદેવ કહે છે કે આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે અને
અનંત નયોવાળા શ્રુતજ્ઞાન–પ્રમાણ વડે સ્વાનુભવથી તે જણાય
છે. પ્રમાણ વડે જણાતા આત્માનું અહીં ૪૭ નયોથી વર્ણન ચાલે
છે. તેમાં દ્રવ્યનય, પર્યાયનય તેમ જ સપ્તભંગીના અસ્તિત્વ–
નાસ્તિત્વ આદિ સાત નયો–એમ કુલ નવ નયોથી જે વર્ણન કર્યું
તેનું વિવેચન અત્યારસુધીમાં આવી ગયું છે, ત્યારપછી
આગળનું અહીં આપવામાં આવે છે.)
આત્મદ્રવ્ય વિકલ્પનયે, બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક, સવિકલ્પ છે.
અહીં વિકલ્પનો અર્થ ભેદ છે. જેમ એક પુરુષમાં બાળક, કુમાર અને વૃદ્ધ એવા ભેદ પડે છે તેમ ભેદનયથી
થતી પર્યાયોમાં પણ પરસ્પર ભેદ છે. વસ્તુમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર ઇત્યાદિ જે ભેદ છે તેને વિકલ્પ કહેવાય છે.
વિકલ્પ એટલે રાગ નહિ પણ વિકલ્પ એટલે ભેદ. એક આત્મા જ એક સમયમાં ભેદવાળો છે. વિકલ્પનયથી જોતાં
આત્મા અનંત ગુણ–પર્યાયોના ભેદપણે ભાસે છે, એવો તેનો ધર્મ છે. જેમ પુરુષ એક હોવા છતાં તે બાળક,
યુવાન વગેરે ભિન્ન ભિન્ન અવસ્થાઓરૂપે જણાય છે, તેમ આત્મા વસ્તુપણે એક હોવા છતાં તેનામાં ગુણ–
પર્યાયના ભેદ પણ છે. ગુણ–પર્યાયના ભેદ પડે છે તે કાંઈ ઉપાધિ નથી, વિકાર નથી, દોષ નથી, પણ વસ્તુનું
સ્વરૂપ જ છે. દ્રષ્ટાંતમાં તો પુરુષની બાળ, યુવાન ને વૃદ્ધ દશા એમ સાથે નથી પણ ક્રમે છે, બાળપણા વખતે
યુવાનપણું નથી ને યુવાનપણા વખતે વૃદ્ધપણું નથી; પરંતુ સિદ્ધાંતમાં તે પ્રમાણે નથી; સિદ્ધાંતમાં તો આત્મામાં
અનંત ધર્મો એક સાથે જ કથંચિત્ ભેદરૂપ રહેલા છે, એક ધર્મ પહેલો ને બીજો ધર્મ પછી–એવા પ્રકારનો ભેદ
નથી, પણ દર્શન તે જ્ઞાન નહિ, જ્ઞાન તે દર્શન નહિ–એવા ભેદથી દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે અનંતધર્મો એક સાથે
જ રહેલા છે. એક સમયમાં અનંતા ગુણો છે; ‘અનંતા ગુણો’ એમ કહેતાં