માઘઃ ૨૪૭૮ઃ ૭૯ઃ
વિકાર થાય તેને આત્મા જાણવો–એને જ છેલ્લામાં છેલ્લો સ્થૂળ વ્યવહાર ગણ્યો છે. રાગ થાય તે પણ આત્માનો
અંશ છે તેથી તેમાં આત્માનો વ્યવહાર હોઈ શકે. પરંતુ પરનું આત્મા કાંઈ કરે એવો તો આત્માનો વ્યવહાર નથી,
તે તો નયાભાસ છે.
‘આત્માને અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે’–એવું શાસ્ત્રનું વાક્ય છે તે અસદ્ભૂતવ્યવહારનયનું
કથન છે. પોતાના સ્વભાવથી આત્માને અશુદ્ધપણું નથી પણ પરદ્રવ્યના સંયોગ ઉપર લક્ષ કરતાં તેની પર્યાયમાં
અશુદ્ધતા થાય છે. પરદ્રવ્ય તો આત્માથી ભિન્ન જ છે, પરદ્રવ્યનો સંયોગ કાંઈ આત્મામાં આવી ગયો નથી, પણ
તેના લક્ષે આત્માની અવસ્થામાં અશુદ્ધતા થાય છે; તે અશુદ્ધતાને આત્મા જાણવો તે અસદ્ભૂત વ્યવહારનય છે.
અને જ્ઞાયકભાવ કદી અશુદ્ધતારૂપે પરિણમતો નથી–એવા જ્ઞાયકભાવને આત્મા જાણવો તે નિશ્ચય છે. તે
નિશ્ચયના આશ્રયે અશુદ્ધતારૂપ વ્યવહારનો નિષેધ થઈ જાઈ છે, એનું નામ ધર્મ છે. નિશ્ચયસ્વરૂપના આશ્રયથી જ
ધર્મની શરૂઆત થાય છે અને તેના જ આશ્રયે સાધકદશા વધીને પૂર્ણ થાય છે.
(આ વિષયના પ્રવચનનો બીજો હપ્તો હવે પછી આપવામાં આવશે.)
***
પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વંચાયેલા
સુશાસ્ત્રોની યાદી
૧શ્રી સમયસાર૧૪ શ્રી યોગસાર (અમિતગતિ આચાર્ય)
૨શ્રી નિયમસાર૧પ શ્રી ઇષ્ટોપદેશ
૩શ્રી પ્રવચનસાર૧૬ શ્રી સમયસાર–નાટક
૪શ્રી પંચાસ્તિકાય૧૭ શ્રી મોક્ષમાર્ગપ્રકાશક
પશ્રી અષ્ટપ્રાભૃત૧૮ શ્રી તત્ત્વજ્ઞાન તરંગિણી
૬શ્રી પરમાત્મ–પ્રકાશ૧૯ શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા
૭શ્રી ષટ્ખંડાગમ (ભાગ ૧)૨૦ શ્રી અનુભવપ્રકાશ
૮શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા૨૧ શ્રી ઉપાદાન–નિમિત્તનો સંવાદ (ભૈયા ભગવતીદાસજી કૃત)
૯શ્રી પદ્મનંદી પચીસી૨૨ શ્રી ઉપાદાન–નિમિત્ત દોહા (પં. બનારસીદાસજી રચિત)
૧૦ શ્રી સમાધિશતક૨૩ શ્રી ઉપાદાન–નિમિત્તની ચિઠ્ઠી (પં. બનારસીદાસજી)
૧૧ શ્રી તત્ત્વાર્થસાર૨૪ શ્રી પરમાર્થ વચનિકા (પ. બનારસીદાસજી)
૧૨ શ્રી આત્માનુશાસન૨પ શ્રી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી (પં. ટોડરમલ્લજી)
૧૩ શ્રી બહદ્ દ્રવ્યસંગ્રહ
–સં. ૧૯૯૧ બાદ ઉપરના શાસ્ત્રો ઉપર પૂ. ગુરુદેવશ્રીએ સભામાં વિસ્તૃત પ્રવચનો કર્યા છે. એ ઉપરાંત
ગોમટ્ટસાર, ષટ્ખંડાગમ, કષાયપ્રાભૃત, મહાબંધ, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, આદિપુરાણ વગેરે પુરાણો, તત્ત્વાર્થસૂત્ર,
સર્વાર્થસિદ્ધિ, તત્ત્વાર્થરાજવાર્તિક, શ્લોકવાર્તિક, પ્રમેયકમલમાર્તંડ, આપ્તમીમાંસા, અષ્ટસહસ્રી, ભગવતી
આરાધના, વસુબિંદુ પ્રતિષ્ઠાપાઠ, રત્નકરંડ શ્રાવકાચાર તેમ જ પંચાધ્યાયી વગેરે અનેક અનેક શાસ્ત્રોના ખાસ
મહત્વના ભાગો ઉપર પણ તેઓશ્રીએ પ્રવચનમાં વિવેચન કર્યું છે.
***