Atmadharm Regd. No. B. 4787
______________________________________________________________________________
ચારિત્રની ભાવના
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે.
મોક્ષમાર્ગનું સમ્યક્ ચારિત્ર કેવું હોય તેનું ભાન
મિથ્યાદ્રષ્ટિને હોતું નથી, એટલે તેને તો તે
ચારિત્રની યથાર્થ ભાવના પણ હોતી નથી.
સમ્યગ્દ્રષ્ટિને મોક્ષમાર્ગના સમ્યક્ચારિત્રનું યથાર્થ
ભાન હોય છે અને તેને જ તે ચારિત્રની યથાર્થ
ભાવના હોય છે. ચારિત્ર તો આત્માનો
વીતરાગભાવ છે, તેને અજ્ઞાની ઓળખતો નથી
અને દેહની ક્રિયાને કે શુભરાગને ચારિત્ર માનીને
તેની જ ભાવના કરે છે, તેથી અજ્ઞાનીને તો
ચારિત્રના નામે પણ મિથ્યાત્વ પોષાય છે; અવિરત
સમ્યગ્દ્રષ્ટિને ભલે મુનિદશા વગેરેનું વિશેષ ચારિત્ર
ન હોય છતાં અંતરમાં તેને તે ચારિત્રનું ભાન અને
ભાવના તો હોય છે; અપ્રત્યાખ્યાનનો રાગ હોવા
છતાં તેની ભાવના હોતી નથી. પણ જેને હજી
સમ્યગ્દર્શન જ નથી તેને તો ચારિત્રદશાનું યથાર્થ
ભાન કે ભાવના પણ હોતાં નથી, તો પછી
સમ્યક્ચારિત્ર તો તેને ક્યાંથી હોય? ચારિત્ર તે
ધર્મ છે, પણ તેનું મૂળ તો સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન વગર ચારિત્ર કે તેની ભાવના હોતી
નથી. છહઢાળામાં પણ કહ્યું છે કે–
મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.
(–રાત્રિચર્ચામાંથી)
*
પ્રકાશકઃ–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રકઃ–રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ મોટા આંકડિયા, તા. ૨૩–૬–પ૨