અરે જીવ!
જાગ...જાગ! જાગીને તારા આત્મકાર્યને શીઘ્ર
સંભાળ. તારી પરમાત્મશક્તિની પ્રતીત કરીને
તારા આત્મિક શૌર્યને ઉછાળ! તારો આત્મા
નમાલો કે તુચ્છ નથી પણ સિદ્ધ પરમાત્મા જેવા
પૂર્ણ સામર્થ્યવાળો પ્રભુ છે, માટે તે પૂર્ણતાના
લક્ષે તારા આત્મવીર્યને ઉપાડ! તારા
સ્વભાવનો વિશ્વાસ કરીને તે તરફનો ઉલ્લાસ
કર, તો આત્મકાર્ય માટે તારું જીવન સફળ થાય.