Atmadharma magazine - Ank 108
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
(અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ ૨ થી ચાલુ)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રાવણ વદ તેરસના રોજ ભડકવાના ભાઈશ્રી કેશવલાલ કસ્તુરચંદ શાહ તથા તેમના ધર્મપત્ની
છબલબેન––એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે; તે માટે તેમને
ધન્યવાદ!
• • •
શ્રી સમયસાર – પ્રવચનો
શ્રી સમયસારના બંધ અધિકાર ઉપરનાં પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું નવું પુસ્તક ભાદરવા સુદ પાંચમે
પ્રકાશિત થયું છે. આ પ્રવચનો બહુ સુંદર હોવાથી, અને મુમુક્ષુ જીવોને ખાસ ઉપયોગી હોવાથી વચમાં બીજા
કેટલાક અધિકારો ઉપરનાં પ્રવચનો બાકી રાખીને, તેની પહેલાંં આ બંધ અધિકારનાં પ્રવચનો પ્રકાશિત કરવામાં
આવ્યાં છે. અને આ પ્રવચનો પૂ. બેનશ્રી બેનજી દ્વારા લખાયેલાં છે––એ તેની ખાસ વિશેષતા છે. તેની કિંમત
રૂા. ૩/–છે.
• • •
હાલ સવારના પ્રવચનોમાં શ્રી કાર્તિકેય સ્વામીની દ્વાદશ–અનુપ્રેક્ષા વંચાય છે, તે પૂર્ણ થવાની તૈયારી છે;
બપોરના પ્રવચનોમાં શ્રી દ્રવ્યસંગ્રહ વંચાય છે. ઉપરાંત બીજા કાર્યક્રમો પણ યથાવત્ ચાલુ છે.
આત્મધર્મના ગ્રાહકોને સૂચના
આ અંકની સાથે આત્મધર્મના બધા ગ્રાહકોનું લવાજમ પૂરું થાય છે; તો કારતક
સુદ એકમ પહેલાંં નવા વર્ષનું લવાજમ મોકલી આપવા વિનંતી છે: જેમનું લવાજમ નહિ
આવ્યું હોય તેમને કારતક સુદ પૂર્ણિમા પછી વી. પી. કરવાનું શરૂ થશે. લવાજમ મોકળતી
વખતે પોતાનો ગ્રાહક નં. લખવા વિનંતિ છે.
જોઈએ છે
‘શ્રી સોનગઢ જૈન વિદ્યાર્થીગૃહ માટે એક જૈન અનુભવી બોર્ડિંગનું
કામ બરાબર સંભાળી શકે એવા મેટ્રીક ઉપર ભણેલ ગૃહપતી જોઈએ
છીએ. પગાર લાયકાત પ્રમાણે આપવામાં આવશે. જેમને રહેવા ઈચ્છા
હોય તેમણે નીચેના સરનામે પત્ર–વ્યવહાર કરવો.
મંત્રી:
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ
ઠે. સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)