Atmadharma magazine - Ank 108
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMADHARMA Regd. No. B. 4787
અનિહ્નવ – વિનયનું સ્વરૂપ
(જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે, તેમાં અનિહ્નવ નામનો એક પ્રકાર આવે છે. શ્રી
મૂલાચાર ગ્રંથના પાંચમા અધ્યાયમાં ‘અનિહ્નવ–વિનય’ ની વ્યાખ્યા આવે છે; તે
જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવી છે. મૂલાચારની ટીકા શ્રી વસુનંદી
સિદ્ધાંતચક્રવર્તીદેવે કરેલી છે.
कुलवयसीलविहूणे सुत्तत्थं सम्मगागमित्ताणं।
कुलवयसीलमहल्ले णिण्हवदोसो दु जप्पंतो।।
कुलव्रतशीलविहीनाः सूत्रार्थं सम्यगवगम्य।
कुलव्रतशीलमहत्तो निह्नवदोषस्तु जल्पन्तः।।
અર્થ:– કુળ=ગુરુસંતતિ, ગુરુપરંપરા; વ્રત=અહિંસા સત્યાદિક પાંચ મહાવ્રત;
શીલ=જેનાથી વ્રતોનું રક્ષણ થાય છે એવા તપશ્ચરણાદિક આચાર; જેને વ્રતાદિનો અભાવ
છે એટલે કે જે વ્રતાદિનું પાલન કરનાર નથી તથા તેમાં દૂષણ લગાડનાર છે એવા સાધુને
કુળ–વ્રત–શીલવિહીન સમજવા જોઈએ. મઠાદિકોનું પાલન કરવાથી અથવા અજ્ઞાન વગેરેથી
ગુરુ સદોષ હોય છે; એવા ગુરુના, જ્ઞાની તથા તપસ્વી શિષ્યને પણ કુળહીન કહેવો જોઈએ.
અથવા (–ઉત્કૃષ્ટ અપેક્ષાએ) તીર્થંકર ગણધર તથા સાતઋદ્ધિસંપન્ન ઋષિઓથી ભિન્ન
મુનિઓને કુળ–વ્રત–શીલવિહીન કહેવા જોઈએ. એવા કુળ–વ્રત–શીલવિહીન મુનિઓ
પાસેથી સમ્યક્ શાસ્ત્રને ભણીને, જો કોઈ સાધુ કુળ–વ્રત–શીલસંપન્ન મુનિઓને બતાવે છે––
એટલે કે ‘મેં કુળ–વ્રત–શીલવાન મહા મુનિઓની પાસેથી સમ્યક્શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું છે’
એમ કહે છે તો તે સાધુ નિહ્નવદોષથી દૂષિત થાય છે. જે સાધુ પોતામાં ગર્વ રાખે છે.
(અર્થાત્ ગર્વયુક્ત થઈને શાસ્ત્રનો અને ગુરુનો લોપ કરે છે), તે સાધુ શાસ્ત્રનો નિહ્નવ
તેમ જ ગુરુનો નિહ્નવ કરે છે; એવા અકાર્યથી તેને મહાન કર્મબંધ થાય છે. ‘હું
જિનેન્દ્રપ્રણીત શાસ્ત્ર ભણીને કે સાંભળીને જ્ઞાની નથી થયો પરંતુ નૈયાયિક–વૈશેષિક–
સાંખ્ય–મીમાંસક–બૌદ્ધ વગેરે વિદ્વાનો પાસેથી મને બોધ પ્રાપ્ત થયો છે’ –એમ જે લોકપૂજાદિ
હેતુથી કહે છે, તથા નિર્ગ્રંથ યતિઓ પાસેથી અધ્યયન કરીને લોકપૂજાદિ હેતુથી જે એમ કહે
છે કે ‘હું બ્રાહ્મણાદિક મિથ્યાત્વીઓ પાસેથી ભણ્યો છું, ’ ––તે ત્યારથી નિહ્નવદોષને લીધે
મિથ્યાદ્રષ્ટિ છે એમ સમજવું જોઈએ. સામાન્ય યતિઓ પાસેથી શાસ્ત્ર ભણીને એમ કહેવું કે
‘હું તીર્થંકરાદિક પાસેથી ભણ્યો છું’ તે પણ નિહ્નવદોષ છે.
[જેમની પાસેથી પોતાને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે ગુરુનો તથા શાસ્ત્રનો યથાર્થ
વિનય જાળવવો, અને ઉપર કહેલા કોઈપણ જાતના નિહ્નવદોષ લાગવા દેવા તેનું નામ
અનિહ્ન વિનય છે.
]
[––જુઓ, મૂલાચાર: સંસ્કૃત આવૃત્તિ ગા. ૮૭ તથા ટીકા, પૃ. ૨૩૭;
હિંદી આવૃત્તિ ગા. ૧૦પ તથા ટીકા પૃ. ૧૭૨]
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા: (જિલ્લા અમરેલી)
મુદ્રક:– રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા, તા. ૨૦–૦૯–૫૨