એકાગ્રતાથી અમે કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે; અને દરેક
જીવના અંતરમાં ચૈતન્યદરિયો છલોછલ છલકાઈ
રહ્યો છે, તેમાં અંર્તદ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે.
આખો પરિપૂર્ણ ચૈતન્ય આત્મા છે તેનું ભાન કર્યા
સિવાય બીજી કોઈ રીતે સાચું સમ્યક્ત્વ થતું નથી.
દરેક આત્મા પ્રભુ છે, પૂર્ણ સામર્થ્યવાળા છે; વર્તમાન
અવસ્થામાં અપૂર્ણતા ભલે હો, પણ તે અપૂર્ણતા સદા
રહ્યા કરે–એવું તેનું સ્વરૂપ નથી. પર્યાયથી પણ
આત્મસ્વભાવને ઓળખીને તેના અનુભવથી જ
ધર્મની શરૂઆત થાય છે.
સમજીને પોતાના પરિપૂર્ણ આત્માની શ્રદ્ધા અને
આશ્રય કરવો ને પરનો આશ્રય છોડવો તે પરમેશ્વર
થવાનો પંથ છે.