ATMADHARMA Regd No. B. 4787
‘શ્રી જૈન વિદ્યાર્થીગૃહ’ સોનગઢ (સૌરાષ્ટ્ર)
વિદ્યાર્થીઓ માટે
ઉત્તમ તક
અહીં લગભગ નવેક માસ પહેલાં ઉપરોક્ત સંસ્થા ચાલુ કરવામાં આવી
છે. હાલ સંસ્થામાં છાત્રોની સંખ્યા દસની છે. સંસ્થા હાલ ભાડાના અલગ
મકાનમાં ચલાવવામાં આવે છે. આ મકાન હાઈસ્કૂલ તથા સમિતિની નજીકમાં
જ જાહેર રસ્તા ઉપર છે. તેમાં છાત્રોને રહેવા માટેની યોગ્ય સગવડ છે.
હાલ સંસ્થાનું અલગ રસોડું નથી, આથી છાત્રો સમિતિને રસોડે જમે
છે; પરંતુ આગામી નવા છત્ર (ટર્મ)થી સંસ્થાનું પોતાનું સ્વતંત્ર રસોડું
ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
માસિક ફી વિદ્યાર્થી દીઠ રૂા. ૨૫/–રાખવામાં આવેલી છે.
અહીં હાઈસ્કૂલમાં અંગ્રેજી પહેલાં ધોરણથી એસ. એસ. સી. (મેટ્રિક)
સુધીના અભ્યાસની વ્યવસ્થા છે. ઉપરાંત પરમોપકારી પૂજ્ય સદ્ગુરુદેવશ્રી
કાનજી સ્વામી જેવા મહાન, અદ્વિતીય, આધ્યત્મિક સંતના સમાગમનો અપૂર્વ
લાભ તથા ધાર્મિક શિક્ષણનો સુંદર યોગ પણ અહીં મળે તેમ છે.
આબોહવા પણ સૂકી તથા ખુશનુમા છે.
માટે નવી ટર્મથી જેમને દાખલ થવા ઈચ્છા હોય તેઓએ અત્યારે
અગાઉથી જ નીચેના સરનામે વેળાસર લખી સંસ્થાના ધારાધોરણ તથા
દાખલ થવા માટેનું ફોર્મ મંગાવી લેવાં.
(S. D.) મોહનલાલ કાલીદાસ જસાણી.
નેમીદાસ ખુશાલદાસ.
મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
પ્રકાશક:–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રક:–રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય : મોટા આંકડિયા, તા. ૧૮–૧૧–૫૨