કરી શકતો જ નથી; જીવ બહુ તો પોતામાં રાગ–દ્વેષ–મોહની પ્રવૃત્તિ કરે, તે અધર્મી જીવની પ્રવૃત્તિ છે.
મારો શુદ્ધ આત્મા ધુ્રવ છે તે જ મને શરણભૂત છે, એ સિવાય સમસ્ત પર દ્રવ્યનો સંયોગ અધુ્રવ છે, તે
મને શરણભૂત નથી–એમ સત્સમાગમે પાત્રતાથી જાણીને, પોતાના શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિ કરવી તે ધર્મ
છે, અને એ જ ધર્મી જીવની પ્રવૃત્તિ છે.
સંયોગના લક્ષે પર્યાયમાં જે ક્ષણિક શુભ–અશુભ પરિણામ થાય છે તે વિકારી પરિણામ વડે બહારમાં કાંઈ
થતું નથી તેમ જ તે પરિણામ વડે અંર્તસ્વભાવમાં પણ વળી શકાતું નથી માટે તે વિકારી પરિણામો
નિરર્થક છે, તે કોઈ મને શરણભૂત નથી; મારો ચૈતન્યસ્વભાવ જ ધુ્રવ હોવાથી મને શરણભૂત છે.–આમ
જેણે પોતાના શુદ્ધ આત્માના શ્રદ્ધાજ્ઞાન કર્યાં તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધ–આત્મપણું હોય છે; આ
સિવાય બીજા કોઈ કારણે શુદ્ધ–આત્મપણું થતુ નથી. શુદ્ધ આત્મસ્વભાવને જાણ્યા પછી કોઈ બીજી
પ્રવૃત્તિથી શુદ્ધતા થતી નથી પરંતુ પછી પણ તે શુદ્ધાત્મામાં જ પ્રવૃત્તિથી આત્માને શુદ્ધતા થાય છે.
બહારની પ્રવૃત્તિ તો આત્મા કરી શકતો જ નથી, એટલે પહેલાંં કે પછી તે કરવાનો પ્રશ્ન જ રહેતો નથી.
પરથી તો આત્મા ત્રણેકાળે જુદો છે. પરથી ભિન્ન શુદ્ધ આત્માને જાણ્યા પછી તેમાં જ પ્રવૃત્તિથી મોહનો
નાશ થાય છે, મોહના નાશ માટે આથી જુદો કોઈ ઉપાય નથી.
ક્રિયા–કે જે આત્મા કદી કરી શકતો જ નથી તેમાં પહેલાંં કે પછી કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? જેમ કોઈ
પૂછે કે સસલાનાં શીંગડા હમણાં કાપવા કે પછી? –પણ સસલાનાં શીંગડાં છે જ નહિ તો પછી તેમાં
‘હમણાં કે પછી’ કાપવાનો પ્રશ્ન જ ક્યાંથી હોય? તેમ કોઈ કહે : શરીર વગેરેની ક્રિયા કરવાનું પછી તો
આવશે ને? તો જ્ઞાની તેને કહે છે કે અરે ભાઈ! તું એટલું તો સમજ કે તું આત્મા છે ને આ શરીર તો
જડ છે, તે જડની ક્રિયા તું કરી શકતો નથી. જો આટલું સમજ તો ‘શરીરની ક્રિયા ક્યારે કરવી’ એવો
પ્રશ્ન જ ઊઠશે નહિ. પહેલાંં કે પછી જે કરી શકાતું હોય તે કરવાનું આવે, કે જે ન કરી શકાતું હોય તે
કરવાનું આવે? પહેલાંં અજ્ઞાનભાવ વખતે પણ જીવ માત્ર વિકારને જ કરે છે, શરીરની ક્રિયાને ય તો
તેણે કદી કરી નથી. અને સમજ્યા પછી પણ આત્મામાં એકાગ્રતારૂપી ક્રિયા જ કરવાનું આવે છે. પોતાના
શુદ્ધ ધ્રુવસ્વભાવને જાણીને તેમાં જ પ્રવૃત્તિથી ધર્મ થાય છે. વચ્ચે પૂજા–ભક્તિ–દયા–દાન–યાત્રા–
સ્વાધ્યાય–વ્રત વગેરે શુભભાવરૂપ પ્રવૃત્તિ આવે પણ તે પ્રવૃત્તિથી ધર્મ નથી. સાક્ષાત્ સર્વજ્ઞદેવ તરફનો
રાગ તે પણ પુણ્યપ્રવૃત્તિ છે, ધર્મપ્રવૃત્તિ નથી. વચ્ચે ધર્મીને તે શુભરાગ ભલે હો, પણ તે રાગની પ્રવૃત્તિ
વડે કલ્યાણ થતું નથી, કલ્યાણ તો શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિથી જ થાય છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર એ ત્રણે ય શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિથી જ થાય છે.
પ્રવૃત્તિ અજ્ઞાનીને બહારની આંખેથી દેખાય તેમ નથી. અને અજ્ઞાની જીવ ક્ષણે ક્ષણે બહારની પ્રવૃત્તિનો
અહંકારભાવ કરીને પોતામાં અધર્મની પ્રવૃત્તિ કરે છે. ધર્મ તે કોઈ બાહ્ય પ્રવૃત્તિથી મળતી ચીજ નથી પણ
આત્માની સ્વતંત્ર સ્વાલંબી દશા છે, તે આત્મામાં જ પ્રવૃત્તિથી થાય છે.
વચ્ચે આવે તો ભલે હો, પણ તે પ્રવૃત્તિમાં મારો ધર્મ નથી. સંયોગો અને