માગશર : ૨૪૭૯ : ૨૭ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
[ગતાંકથી પૂર્ણ]
(૧) આત્માની પ્રકાશશક્તિ કોઈ પરના આશ્રયે રહેલી નથી, તેથી પરની સામે જોઈને તે શક્તિની
પ્રતીત થતી નથી;
(૨) આત્માની પ્રકાશશક્તિ વિકારના આશ્રયે રહેલી નથી, તેથી વિકારની સામે જોઈને પણ તે શક્તિની
પ્રતીત થતી નથી.
(૩) આત્માની પ્રકાશશક્તિ ત્રિકાળ છે તે ક્ષણિક પર્યાયના આશ્રયે રહેલી નથી, તેથી પર્યાયની સામે
જોઈને પણ તેની પ્રતીત થતી નથી.
(૪) આત્મામાં એક પ્રકાશશક્તિ જુદી રહેલી નથી, એટલે અનંત શક્તિના પિંડમાંથી એક શક્તિનો ભેદ
પાડીને લક્ષમાં લેતાં પણ તેની યથાર્થ પ્રતીતિ થતી નથી.
(પ) અનંત ધર્મનો પિંડ આત્મા છે તેના જ આશ્રયે આ પ્રકાશશક્તિ રહેલી છે, તેથી તે અભેદ આત્માની
સામે જોઈને જ આ શક્તિની યથાર્થ કબૂલાત થાય છે. જ્યાં અભેદ આત્માની દ્રષ્ટિ થઈ ત્યાં એકસાથે અનંતશક્તિઓ
પંચમકાળના તીર્થંકર અને પંચમકાળના ગણધર
[–તેમણે કહેલો સમસ્ત જિનશાસનનો સાર–]
શ્રી સમયપ્રાભૃતના મૂળ સૂત્રોની રચના કરનાર ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ
લગભગ બે હજાર વર્ષ પહેલાંં આ ભરતભૂમિમાં સાક્ષાત્ મોજૂદ વન–જંગલમાં વસતા
હતા....તેઓશ્રી મહાન દિગંબર સંત હતા; અહો! આ પંચમકાળમાં તેઓશ્રીએ તીર્થંકર જેવું
કામ કર્યું છે. અને આ શાસ્ત્રના ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પણ લગભગ એક હજાર
વર્ષ પહેલાંં થયેલા મહામુનિ હતા, તેઓશ્રીએ પંચમકળમાં ગણધર જેવું કામ કર્યું છે.
આવા મહાસમર્થ...આભના થોભ જેવા સંતો સમયસારની પંદરમી ગાથામાં
સમસ્ત જિનશાસનનો મર્મ ખુલ્લો મૂકતાં કહે છે કે :
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णमविसेसं।
अपदेससन्तमज्झं पस्सदि जिणसासणं सव्वं।।१५।।
જે પુરુષ આત્માને અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત
અને અસંયુક્ત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે,–કે જે જિનશાસન બાહ્ય
દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
ટીકા:–‘જે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા
પાંચ ભાવો–સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની
અનુભૂતિ છે.’
પોતાના શુદ્ધઆત્માથી ભિન્ન કાંઈ જિનશાસન નથી, માટે શુદ્ધ આત્માનો
અનુભવ કહો કે સમસ્ત જિનશાસનનો અનુભવ કહો–તે એક જ છે. જેણે પોતાના
શુદ્ધઆત્માને જાણ્યો તેણે સમસ્ત જિનશાસનને જાણી લીધું.
– ચર્ચા ઉપરથી.