સમુદ્ર નિયતસ્વભાવે શુદ્ધ એકરૂપ હોવા છતાં તેની પર્યાયમાં જે રાગાદિ છે તે પણ તેનો એક સમયનો અનિયત
સ્વભાવ છે. પોતાની પર્યાયમાં તે રાગાદિ છે એમ જો ન જાણે અને આત્માને સર્વથા શુદ્ધ માને તો તેને શુદ્ધતાનો
તો અનુભવ નહિ થાય પણ એકલા રાગાદિની આકુળતાનો જ અનુભવ થશે. આત્માની પર્યાયમાં જે ક્ષણિક
વિકાર થાય છે તે તેનો અનિયત સ્વભાવ છે અને તે ‘અનિયતનય’નો વિષય છે, તે આત્માનો કાયમી
સ્વાભાવ નથી. પરંતુ જો તે વિકાર એક સમયપૂરતો પણ પર્યાયમાં ન થતો હોય તો તેને ટાળીને સ્વભાવમાં
એકાગ્ર થવાનો પ્રયત્ન કરવાનું રહેતું નથી. એટલે કે મોક્ષમાર્ગ જ રહેતો નથી માટે દ્રવ્ય અને પર્યાય બંનેનું
યથાર્થ જ્ઞાન હોય તો જ મોક્ષમાર્ગ સાધી શકાય છે.
અવળી થઈને અનિયત થઈ જાય–એમ અહીં અનિયતનો અર્થ નથી. જેમ દ્રવ્યો નિયત છે, તેના જડ ચેતન વગેરે
ગુણો નિયત છે, તેમ તેની સમય સમયની પર્યાયો પણ નિયત છે. પર્યાયનો ક્રમ કાંઈ અનિયત નથી, જે સમયે
જે પર્યાય થવાનું નિયત છે તે સમયે તે જ પર્યાય નિયમથી થશે. સર્વજ્ઞ તેને જાણે છે. સર્વજ્ઞનું જ્ઞાન અન્યથા થતું
નથી ને વસ્તુની પર્યાયનો ક્રમ પણ તૂટતો નથી. અહો, આ નિર્ણયમાં વસ્તુસ્વભાવનો નિર્ણય આવી જાય છે
અને પુરુષાર્થનું વલણ પર તરફથી ખસીને પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળી જાય છે. આ અંર્તદ્રષ્ટિની વાત છે;
ઘણા લોકો પોતાની કલ્પિત દ્રષ્ટિ પ્રમાણે શાસ્ત્રો વાંચી જાય છે પણ ગુરુગમના અભાવે અંર્તદ્રષ્ટિનું આ રહસ્ય
સમજી શકતા નથી. કોઈ તો એમ કહે છે કે ‘દ્રવ્યોની સંખ્યા નિયત છે, તેના ચેતન કે અચેતન ગુણો નિયત છે
તથા દરેક ક્ષણે તેનું કોઈ ને કોઈ પ્રકારનું પરિણમન થશે તે પણ નિયત છે, પરંતુ અમુક સમયમાં અમુક જ
પરિણમન થશે–એ વાત નિયત નથી, જેવા સંયોગ આવશે તેવી પર્યાય થશે.’ જુઓ, આમ કહેનારને
વસ્તુસ્વરૂપની કાંઈ ખબર નથી ને સર્વજ્ઞની પણ શ્રદ્ધા નથી; આ વાત આગળ ઘણીવાર વિસ્તારથી
કહેવાઈ ગઈ છે. ‘દ્રવ્યની શક્તિ તો નિયત છે પણ પરિણમન ક્યારે કેવું થશે તે અનિયત છે–આ પ્રમાણે નિયત–
અનિયતપણું તે જૈનદર્શનનો અનેકાન્તવાદ છે’ –એમ અજ્ઞાનીઓ માને છે, પરંતુ તે વાત જુઠ્ઠી છે; જૈનદર્શનના
અનેકાન્તવાદનું એવું સ્વરૂપ નથી. નિયત અને અનિયતનો અર્થ તો અહીં કહેવાયો તે રીતે છે. દ્રવ્યસ્વભાવે
આત્મા નિયત શુદ્ધ એકરૂપ હોવા છતાં, તેની પર્યાયમાં જે વિકાર થાય છે તે તેનો અનિયતસ્વભાવ છે; વિકાર
કાયમ એકરૂપ રહેનારો ભાવ નથી માટે તેને અનિયત કહ્યો છે–એમ સમજવું.
વિકારી કરી શકે નહિ. વિકાર અનિયત હોવા છતાં તે પરને લીધે નથી પણ આત્માનો પોતાનો ભાવ છે.
શુદ્ધસ્વભાવ ત્રિકાળ ધ્રુવ છે તેમાં વિકાર નથી ને પર્યાયમાં વિકાર થયો–માટે તેને અનિયત કહ્યો; પરંતુ તે વિકાર
થવાનો ન હતો ને થઈ ગયો–એવો અનિયતસ્વભાવ નથી. પર્યાયનું જે નિયતપણું છે તે વાત અહીં નથી લીધી,
અહીં નિયત તરીકે ત્રિકાળીસ્વભાવ લીધો છે ને અનિયત તરીકે પર્યાયની ક્ષણિક અશુદ્ધતા લીધી છે.
અહીં પ્રવચનસારના પરિશિષ્ટમાં પાંચ સમવાયના બોલ લીધા છે પણ તે બીજી શૈલીથી લીધા છે; તેમાં
કાળ તથા અકાળ તેમ જ પુરુષાર્થ અને દૈવનું પણ વર્ણન કરશે.