Atmadharma magazine - Ank 113
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: ફાગણ: ૨૪૭૯ આત્મધર્મ : ૯૭ :
પર્યાયમાં એક સમયનો વિકાર દેખીને મૂંઝા નહિ કેમ કે આખું દ્રવ્ય વિકારપણે થઈ ગયું નથી, દ્રવ્ય તો
શુદ્ધસ્વભાવે રહ્યું છે, તેની દ્રષ્ટિ કર, એટલે વિકાર ટળી જશે ને શુદ્ધતા પ્રગટી જશે. પર્યાયનો સ્વભાવ અનિયત છે
એમ જાણીને તેનો આશ્રય છોડ, ને દ્રવ્યનો સ્વભાવ નિયત છે એમ જાણીને તેનો આશ્રય કર. અહો, હું સદા
એકરૂપે પરમ પારિણામિકભાવે નિયત છું–એમ જાણીને સ્વાશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિ અપૂર્વભાવ પ્રગટી જાય છે.
આત્મા સદાય ચૈતન્યપ્રભુતાથી ભરેલો છે–એમ નિયતનય દેખે છે અને પર્યાયમાં પામરતા છે તેને
અનિયતનય દેખે છે. એ બંને ધર્મો આત્મામાં એક સાથે છે. આત્માના આવ બંને ધર્મોને જે જાણે તેનું જોર
સ્વભાવની પ્રભુતા તરફ વળ્‌યા વિના રહે નહિ, એટલે દ્રવ્યની પ્રભુતાના જોરે પર્યાયની પામરતાનો નાશ થયા
વિના રહે નહિ.
દ્રવ્યસ્વભાવમાં વિકાર નથી ને પર્યાયમાં વિકાર થયો તો તે ક્યાંથી આવ્યો? શું કર્મને લીધે આવ્યો? ના;
વિકાર પણ આત્માનો જ અનિયતધર્મ છે, આત્માની પર્યાયમાં તે જાતની લાયકાત છે. અગ્નિના સંયોગ વખતે
પાણી ઊનું થયું તે અગ્નિને લીધે થયું નથી પણ પાણીની પર્યાયમાં તે પ્રકારની લાયકાત છે, તે ઉષ્ણતા પાણીનો
અનિયતધર્મ છે, તેમ આત્મામાં જે રાગાદિ પર્યાય થાય છે તે તેનો અનિયતધર્મ છે. જો તે એક ધર્મને પણ કાઢી
નાખો કે પરને લીધે માનો તો આખી આત્મવસ્તુ જ સિદ્ધ થતી નથી એટલે કે સમ્યગ્જ્ઞાન થતું નથી. જેમ સો
વર્ષની ઉંમરનો કોઈ માણસ હોય, તેના સો વર્ષમાંથી વચ્ચેનો એક સમય પણ કાઢી નાંખો તો તે માણસનું સો
વર્ષનું અખંડપણું રહેતો નથી પણ તેના બે કટકા થઈ જાય છે, તેમ આત્મા અનંત ધર્મોનો અખંડ પિંડ છે, તેમાંથી
તેના એક પણ અંશને કાઢી નાંખો તો અખંડ વસ્તુ સિદ્ધ થતી નથી.
અહીં નયથી જે જે ધર્મોનું વર્ણન કર્યું છે તે ધર્મો આત્માના છે એટલે નયજ્ઞાન સ્વ તરફ જુએ છે. પર તરફ
જોયે આત્માના ધર્મોનું યથાર્થ જ્ઞાન નથી થતું પણ આત્મા તરફ વળીને જ તેના ધર્મોનું યથાર્થ જ્ઞાન થાય છે.
કેવળી ભગવાનને તેરમા ગુણસ્થાને યોગનું કંપન છે તે તેમનો અનિયતધર્મ છે, અઘાતિ કર્મને લીધે તે
કંપન નથી. યોગનું કંપન તે પણ આત્માનો પોતાનો ઔદયિકભાવ છે, તે પણ સ્વતત્ત્વનો ધર્મ છે. દ્રવ્ય અને
પર્યાય બંને થઈને પ્રમાણ છે, પર્યાયનો ધર્મ તે પણ આત્માનો પોતાનો ધર્મ છે, પર્યાયનો ધર્મ કાંઈ પરના આધારે
રહેલો નથી. પર્યાયમાં જે વિકાર થયો તે વિકારપણે કોણ ભાસે છે?–કે અનિયતનયે આત્મદ્રવ્ય પોતે જ વિકારપણે
ભાસે છે, કાંઈ પર દ્રવ્ય વિકારપણે થતું ભાસતું નથી.
વસ્તુના અનંત ધર્મોને સર્વજ્ઞદેવ પ્રત્યક્ષ જાણે છે, ને સાધક સમ્યગ્જ્ઞાની તેને પ્રતીતમાં લ્યે છે. આ ધર્મો
આખા આત્માની પ્રતીતિ કરાવે છે, ધર્મી એવા આત્માની પ્રતીતિ વગર તેના ધર્મની પ્રતીત થાય નહિ. આ તો
વીતરાગતાના મંત્રો છે.
પ્રમાણજ્ઞાન કરાવવા માટે દ્રવ્ય અને પર્યાય બંનેની વાત સાથે ને સાથે લીધી છે. નિયતનય, દ્રવ્ય
અપેક્ષાએ આત્માના નિયતસ્વભાવને જુએ છે અને તે જ વખતે પર્યાય અપેક્ષાએ આત્મામાં અનિયતસ્વભાવ
પણ છે, તેને જોનારો અનિયતનય છે. આત્માની પર્યાયમાં ભૂલ અને વિકાર સર્વથા છે જ નહિ–એમ નથી, ભૂલ
અને વિકાર તે પણ આત્માનો પોતાનો અનિયત સ્વભાવ છે, અને આત્માનો કાયમી સ્વભાવ ભૂલ વગરનો
ચૈતન્યસ્વરૂપી છે. વસ્તુમાં જેમ હોય તેમ બધું જો ન જાણે તો જ્ઞાનનો મહિમા શું? અને તેની પ્રમાણતા શી?
આત્માના વિકારરહિત ત્રિકાળી સ્વભાવને જ્ઞાન જાણે છે અને પર્યાયના ક્ષણિક વિકારને પણ જાણે છે. જો
સ્વભાવને અને વિકારને–બંનેને ન જાણે તો વિકારમાંથી એકાગ્રતા ટાળીને સ્વભાવમાં એકાગ્ર થવાનું રહેતું નથી,
ને સમ્યગ્જ્ઞાન પણ થતું નથી એટલે કોઈ જાતનો ધર્મ થતો નથી.
દ્રવ્યપણે તો આત્મા સદા એકરૂપ નિયત સ્વભાવે છે, ને તેની પર્યાયમાં હીનાધિકતાના અનેક પ્રકારો પડે
છે તેથી અનિયતપણું પણ છે. પર્યાયમાં અનેક પ્રકારો ને વિકારો છે તેને જો ન જાણે તો જ્ઞાન સમ્યક્ થતું નથી.
જેમ અગ્નિમાં ઉષ્ણતા તો નિયત છે, ને પાણીમાં ઉષ્ણતા અનિયત છે એટલે ક્યારેક હોય ને ક્યારેક ન પણ હોય.
પાણીનો કાયમી સ્વભાવ ઠંડો હોવા છતાં તેની વર્તમાન હાલતમાં જે ઉષ્ણતા છે તે તેનો પોતાનો અનિયત
સ્વભાવ છે, ઉષ્ણતાપણે થવાની તેની પોતાની ક્ષણિક લાયકાત છે; જો તે અનિયત ઉષ્ણસ્વભાવને ન જાણે અને