સંબંધમાં મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્દ્રષ્ટિનો આ મોટો તફાવત છે તે અજ્ઞાનીઓ સમજી શકતા નથી એટલે તેમને ભ્રમથી
બંનેમાં સમાનતા લાગે છે, પણ ખરેખર તો તે બંનેમાં આકાશ પાતાળ જેટલુ અંતર છે.
અમારા પુરુષાર્થથી કાંઈ ફેરફાર ન થાય?’ એટલે એણે જ્ઞાતા નથી રહેવું પણ ફેરફાર કરવો છે,–એ બુદ્ધિ જ મિથ્યાત્વ
છે. અજ્ઞાની માને છે કે વસ્તુની પર્યાય નિયત નથી એટલે કે નિશ્ચિત નથી, તેમાં અમારી મરજી પ્રમાણે અમે ફેરફાર
કરી દઈએ;–તેની આ માન્યતા જૂઠી છે કેમ કે વસ્તુની પર્યાયોમાં એવું અનિયતપણું નથી કે તે આઘી પાછી થાય!
અહીં આત્માનો અનિયતધર્મ વર્ણવે છે તેમાં તો જુદી વાત છે, કાંઈ પર્યાયના ક્રમમાં ફેરફાર કરવાની વાત તેમાં નથી.
દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્મા શુદ્ધપણે દેખાય છે ને પર્યાય– દ્રષ્ટિથી જોતાં આત્મા અશુદ્ધ દેખાય છે, તે
અશુદ્ધપણું આત્માનો અનિયત સ્વભાવ છે, ક્ષણિક અશુદ્ધતાને પણ આત્મા પોતે પોતાની પર્યાયમાં ધારી રાખે છે.
આત્મા એકાંત શુદ્ધ છે તેની પર્યાયમાં પણ વિભાવ નથી–એમ જે માને તેણે આત્માના અનિયતધર્મને જાણ્યો
આત્માની જ અવસ્થામાં થાય છે એટલે આત્માનો જ અનિયત ધર્મ છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ ઔદયિકભાવને ય
આત્માનું સ્વતત્ત્વ કહ્યું છે. રાગાદિભાવો આત્માનો અનિયત ધર્મ છે તે કાંઈ કર્મને વશ નથી; આત્માનો આ ધર્મ
કાંઈ જડ કર્મને લીધે નથી.
અનિયત કહ્યો છે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા ત્રિકાળ છે, તેની અવસ્થામાં વિકાર અને સંસાર છે તે અનિયતસ્વભાવે
છે, એક સમયપૂરતો અચોક્કસ છે માટે આત્મામાં તે કાયમ રહેશે નહિ, ને શુદ્ધસ્વભાવ તો કાયમ એવો ને એવો
રહેનાર છે; તે સ્વભાવનો મહિમા કરીને તેની સન્મુખ રહેતાં પર્યાયમાંથી અનિયત એવો સંસાર ટળી જશે માટે હે જીવ!
જ્ઞાયક આનંદકંદ સ્વભાવે હું નિયત છું ને અવસ્થાનો વિકાર તે અનિયત છે–એમ પ્રતીત કરીને સ્વભાવસન્મુખ થા.
વિકાર આત્મામાં કાયમી રહેવાવાળો ભાવ નથી માટે પર્યાયમાં વિકાર ગમે તેટલો હો તેનાથી મૂંઝા નહિ, પણ તે
વિકારની તુચ્છતા જાણ અને કાયમી શુદ્ધ નિયતસ્વભાવનો મહિમા લાવીને તેની સન્મુખ દ્રષ્ટિ કરીને તેમાં ઠર.–એમ
કરવાથી, જેવો કાયમી શુદ્ધસ્વભાવ છે તેવી શુદ્ધતા પર્યાયમાં પ્રગટી જશે અને વિકાર ટળી જશે. આત્માના
શુદ્ધસ્વભાવના આશ્રયે અનિયત એવો વિકાર ટળી જવા યોગ્ય છે, પણ પર્યાયના ક્ષણિક વિકારથી કાંઈ આત્માના
નિયતસ્વભાવનો નાશ થઈ જતો નથી. રાગાદિ વિકાર તો ક્ષણિક અનિયત નાશવંત છે તે શરણભૂત થઈ શકતા નથી
અને દ્રવ્યનો નિયતસ્વભાવ તો સદા શુદ્ધ છે તેના શરણે જીવને શાંતિ અને કલ્યાણ થાય છે. આ પ્રમાણે નિયતસ્વભાવ
અને અનિયતસ્વભાવ એ બંનેથી આત્માને જાણીને તેના ધુ્રવ સ્વભાવનો આશ્રય કરવો તે પ્રયોજન છે.
હોવા છતાં તે અનિયત છે એટલે પાણીની ઉષ્ણતાની જેમ તે ટળી જાય છે. અગ્નિની ઉષ્ણતા તે તેનો નિયતસ્વભાવ છે
એટલે તે ટળે નહિ પણ પાણીની ઉષ્ણતા તે અનિયત છે એટલે તે ટળી જાય છે; તેમ આત્માનો શુદ્ધચૈતન્યમય
દ્રવ્યસ્વભાવ તો નિયત છે તેનો કદી નાશ થતો નથી, ને પર્યાયનો વિકાર અનિયતસ્વભાવે છે તેથી તે ટળી જાય છે. મા