Atmadharma magazine - Ank 113
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૮૮ : આત્મધર્મ ૨૪૭૯: ફાગણ:
તો તો વિકાર સદા થયા જ કરે.–પણ એમ નથી. તેમ જ આત્મા વિકારનું કાર્ય પણ નથી; એટલે કે
વ્યવહારરત્નત્રય તે કારણ અને આત્માનું સમ્યગ્દર્શન તે કાર્ય–એમ નથી. સમ્યગ્દર્શન વગેરે નિર્મળપર્યાય પ્રગટી
તે આત્મામાં અભેદ છે, એટલે જેમ વ્યવહારરત્નત્રયના કારણથી આત્મદ્રવ્ય નથી બનતું તેમ તેની નિર્મળ પર્યાય
પણ નથી બનતી. કારણ–કાર્ય અભેદ છે, અહીં વિકાર સાથે પણ આત્માને કારણ કાર્ય પણું સ્વીકાર્યું નથી. પરંતુ
એનો અર્થ એમ ન સમજવો કે કર્મના કારણે વિકાર થાય છે! અહીં તો આત્માની ત્રિકાળી શક્તિઓની વાત છે,
ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્મામાં વિકાર થતો જ નથી, માટે આત્મા વિકારનું કારણ નથી–એમ
સમજવું.
ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાની જ્ઞાનાદિ અનંત શક્તિઓ ત્રિકાળ છે, પરંતુ શરીર–મન–વાણી કે પુણ્ય–
પાપ તે કોઈ આત્માના ત્રિકાળ સ્વરૂપમાં નથી; તેથી તે શરીર–મન–વાણી વડે કે પુણ્ય–પાપ વડે આત્માનો
મહિમા નથી પણ પોતાની અનંતશક્તિઓ વડે જ આત્માનો મહિમા છે. જેમ કંદોઈની દુકાને અફીણ કે કોડિયાં
ન મળે પણ માવો મળે, અને અફીણવાળાની દુકાને માવો ન મળે પણ અફીણ મળે, જેની પાસે જે હોય તે તેની
પાસેથી મળે; તમે આત્મા જ્ઞાન–આનંદ વગેરે અનંતગુણનો ભંડાર છે, તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરતાં તેમાંથી
ગુણ મળે, પણ વિકાર કે જડ તેમાંથી ન મળે. પુણ્ય–પાપ તો અફીણના ગોટા જેવા છે તેની દુકાન જુદી છે, અને
શરીર–મન–વાણીની ક્રિયા તે કુંભારના કોડિયા જેવી છે, તેમાં ક્યાંયથી આત્માનો ધર્મ મળે તેમ નથી, અને
આત્મસ્વભાવની દુકાનેથી તે કોઈ મળે તેમ નથી. જડનું કોઈ તત્ત્વ અથવા જડની ક્રિયા કે પુણ્ય–પાપના વિકારી
ભાવોને આત્માના અંર્તસ્વરૂપમાં શોધે તો તે મળે તેમ નથી. અને જડની ક્રિયામાં કે વિકારી ભાવમાં આત્માના
અંર્તતત્ત્વને શોધે તો તે પણ મળે તેમ નથી. જેમ અફીણવાળાની દુકાને જઈને કોઈ એમ કહે કે ‘દસ શેર માવો
સારા દૂધનો આપજો!’ –તો તે મૂર્ખ જ કહેવાય. અફીણવાળા પાસે અફીણનો માવો હોય પણ દૂધનો માવો ન
હોય. તથા કુંભારના ઘરે જઈને કોઈ કહે કે ‘દસ શેર તાજા પેંડા આપજો’ તો તે મૂર્ખ જ કહેવાય. કુંભારના ઘરે
તો માટીના પિંડા હોય પણ ત્યાં કાંઈ પેંડા ન મળે. તેમ જ કંદોઈની દુકાને આવીને કોઈ કહે કે ‘પાંચ તોલા સારું
અફીણ આપજો’ અથવા પચાસ કોડિયાં આપજા!’–તો તે મૂર્ખ જ કહેવાય. તેમ આત્મા અનંત ગુણની મૂર્તિ
કંદોઈની દુકાન જેવો છે, તેની પાસેથી આનંદરસ મળે છે, તેને બદલે વિકારમાં કે જડની ક્રિયામાં આનંદ લેવા
જાય અથવા તેનાથી ધર્મ માને તો તે જીવ પરમાર્થે મોટો મૂર્ખ–મિથ્યાદ્રષ્ટિ છે, જે જીવ શરીરની ક્રિયાથી અનેક
પુણ્યથી ધર્મ માને છે તે જીવ લૌકિકમાં ભલે ગમે તેવો બુદ્ધિવાળો ગણાતો હોય પરંતુ પરમાર્થમાર્ગમાં મૂર્ખ જ છે.
વળી કંદોઈની દુકાને અફીણ કે કોડિયાં લેવા જનાર જેમ મૂર્ખ છે તેમ ચિદાનંદભગવાન આત્મા પાસે જડની ક્રિયા
અને વિકાર કરાવવાનું માને છે તે પણ મૂઢ–મિથ્યાદ્રષ્ટિ જ છે. અજ્ઞાનીઓ શરીરની ક્રિયાથી ને પુણ્યથી આત્માની
મોટાઈ માને છે, પણ શરીરની ક્રિયાનું કે પુણ્યનું કારણ થાય એવો આત્માનો સ્વભાવ જ નથી–એનું અજ્ઞાનીને
ભાન નથી.
આત્માના સ્વભાવમાં એવું અકાર્યકારણપણું છે કે પોતાના સ્વભાવથી અન્ય એવા કોઈપણ પરદ્રવ્ય કે
પરભાવ સાથે તેને કારણ કાર્યપણું નથી. શરીર–મન–વાણી કે દેવ ગુરુ શાસ્ત્ર તે બધા આત્માથી અન્ય છે.
તેમનાથી આ આત્માનું કાંઈ કાર્ય થતું નથી તેમ જ આ આત્મા તેમના કાર્યને કરતો નથી. વળી પુણ્ય પાપ પણ
આત્માના સ્વભાવથી અન્ય છે એટલે તેનાથી આત્માનું સમ્યગ્દર્શનાદિ કાંઈ કાર્ય થાય–એમ નથી, તેમ જ
આત્મા કારણ થઈને તે વિકારી ભાવોરૂપ કાર્યને ઉત્પન્ન કરે–એમ પણ નથી. આવો આત્માનો અનાદિઅનંત
અકાર્યકારણ સ્વભાવ છે. પોતાનું કાર્ય પરથી થાય નહિ અને પોતે પરનું કાર્ય કરે નહિ–એવી અકાર્યકારણત્વ
શક્તિ તો જોકે બધા દ્રવ્યોમાં છે, પરંતુ અત્યારે આત્માની ઓળખાણ કરાવવા માટે તેની શક્તિઓનું વર્ણન
ચાલે છે. કોઈપણ દ્રવ્યમાં એવી શક્તિ નથી કે બીજાના કાર્યને કરે. અને કોઈપણ દ્રવ્ય એવું પરાધીન નથી કે
પોતાના કાર્યને માટે જુદા કારણની અપેક્ષા રાખે.–આવું વસ્તુસ્વરૂપ છે, આ જૈનદર્શનનું રહસ્ય છે.
આવા યથાર્થ વસ્તુસ્વરૂપની લોકોને ખબર નથી,