વાત!! ધન્ય તે કાળ.....અને ધન્ય તે ભાવ. છ ખંડમાં સર્વોત્તમ જેમનું રૂપ હતું, ઉત્તમ ભોગ હતો અને જે તીર્થંકર
છે એવા શાંતિનાથ ભગવાન ચારિત્રદશા ધારણ કરીને અપ્રમત્તસ્વરૂપમાં ઝૂલી રહ્યા છે....ક્ષણમાં ભેદની કે
મહાવ્રતની વૃત્તિ ઊઠે છે ને બીજી ક્ષણે તે વૃત્તિ તોડીને પાછા નિર્વિકલ્પ આત્મઅનુભવમાં એવાં લીન થઈ જાય
છે–જાણે કે સિદ્ધ બેઠા... આવી ભગવાનની દશા છે. આવી ચારિત્રદશા અત્યારે તો ધોખપંથે મહાવિદેહ ક્ષેત્રમાં
છે..... અત્યારે અહીં એવી દશાના દર્શનના ભાગ્ય ક્યાંથી હોય!–પણ એ દશા કર્યા વગર કોઈની મુક્તિ હોતી નથી.
નથી, ચૈતન્યના અનુભવમાં આનંદની લીનતામાં ક્યાંય સુખ–દુઃખની લાગણી થતી નથી એટલે સમભાવે (–
રાગ–દ્વેષ રહિત વીતરાગભાવે) ચૈતન્યમાં લીનતા વડે જીવ શ્રામણ્યભાવમાં પરિણમે છે તેનું નામ ચારિત્રદશા
અને મુનિપદ છે. એવા ચારિત્રવાળો જીવ અલ્પકાળે મુક્તિનું અક્ષય સુખ પામે છે.
તેથી આત્મા અકાર્ય છે, અને આત્મા કોઈ પરવસ્તુના દ્રવ્ય ગુણ કે પર્યાયને કરતો નથી તેથી આત્મા અકારણ છે;
પર સાથેના કાર્ય–કારણભાવ વગરનો આત્મા પોતે સર્વેથી ભિન્ન એક દ્રવ્યસ્વરૂપ છે. આવા આત્માને જે ઓળખે
તેને સ્વભાવનું કાર્ય પ્રગટ્યા વિના રહે નહિ. આત્મસ્વભાવના અવલંબને જે નિર્મળ પર્યાય પ્રગટી તે આત્માનું
કાર્ય છે અને આત્મા જ તેનું કારણ છે. એ સિવાય કોઈ પણ પર ચીજ આત્માના કાર્યનું કારણ છે જ નહીં.
આત્મામાં અનંત શક્તિઓ છે પણ તેમાં કોઈ એવી શક્તિઓ નથી કે જેથી આત્મા પરનું કારણ થાય. આત્માનું
કારણ પર નહિ ને પરનું કારણ આત્મા નહિ; આત્માના સ્વકારણકાર્ય આત્મામાં, ને પરના કારણકાર્ય પરમાં.