ક્યારે હોઈએ! ‘અમે તો આનંદકંદ છીએ’ એવા ભાનપૂર્વક સ્વભાવની ભાવના ભાવીને, રાગ તોડીને શાંતિનાથ
ભગવાન વીતરાગી મુનિ થયા, સુખ–દુઃખમાં સમભાવી થયા; સર્વ પ્રકારના ઉપસર્ગમાં સમતાની ભાવના
ભાવીને–એટલે કે તે ઉપસર્ગની ઉપેક્ષા કરીને–નિજ ચૈતન્યમાં લીનતાથી આવી મુનિદશા થઈ. વન જંગલમાં
એકાકી વિચરતા ભગવાનને બહારના સંયોગનું કાંઈ દુઃખ ન હતું, તેઓ તો આત્માના અતીનિદ્રય આનંદની
મોજમાં લીન હતા. મુનિદશામાં દુઃખ નથી, મુનિદશા તો પૂર્ણાનંદસ્વરૂપ સિદ્ધદશાનું સાધન છે, એટલે
પૂર્ણાનંદદશાના સાધનરૂપ તે મુનિદશામાં પણ સિદ્ધભગવાન જેવા આનંદનો અંશે અનુભવ હોય છે. સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ મુનિદશા તો સર્વ દુઃખના નાશનું કારણ છે, તો તે પોતે દુઃખરૂપ કેમ હોય? જેઓ ચારિત્રને
કષ્ટદાયક કે દુઃખરૂપ માને છે તેઓને મુનિદશાનું કાંઈ ભાન જ નથી. બહારના સંયોગનું દુઃખ સંતોને નથી, સંતોને
તો સ્વભાવની અપૂર્વ શાંતિનું વેદન છે.
ખરેખર આત્માનું ચારિત્ર નથી; પણ અંતરમાં ત્રિકાળી ચૈતન્યનાથ અનંત આનંદની ખાણ છે તે ફાટીને તેમાંથી
ચારિત્રદશા પ્રગટે છે. ચૈતન્યમાં એકાગ્રતાથી જ ચારિત્ર અને કેવળજ્ઞાન પ્રગટે છે ચારિત્રદશા પામનાર મુનિને
પ્રથમ તો ધ્યાનમાં સ્થિર થતાં સાતમા ગુણસ્થાનની અપ્રમત્તદશા પ્રગટે છે; તે વખતે તો ‘હું મુનિ છું કે હું ધ્યાન
કરું છું’–એવી રાગની વૃત્તિ પણ હોતી નથી. અંર્તમુહૂર્ત પછી છઠ્ઠા ગુણસ્થાને પંચમહાવ્રત વગેરેની વૃત્તિ ઊઠે છે.
ધોખમાર્ગમાં એવી જ સ્થિ્તિ છે કે મુનિને પહેલાંં અપ્રમત્તદશા થાય, ગુણસ્થાનશ્રેણીમાં પહેલાંં સાતમું ગુણસ્થાન
આવે ને પછી જ છઠ્ઠું ગુણસ્થાન આવે. મુનિઓને પ્રમત્તદશા એકસાથે લાંબો કાળ ટકતી નથી પણ અપ્રમત્તદશાનો
નિર્વિકલ્પ અનુભવ વારંવાર થયા જ કરે છે.
નાશ કરીને ‘સમસુખદુઃખ’ એટલે કે વીતરાગભાવ થયો તે જ મુનિનું ચારિત્ર છે અને અક્ષયસુખની પ્રપ્તિ તે જ
તેનું ફળ છે; વચ્ચે રાગ આવે તે ચારિત્ર નથી અને સ્વર્ગ મળે તે ચારિત્રનું ફળ નથી. સ્વર્ગનો ભવ થાય તે તો
રાગનું ફળ છે, રાગ છેદીને વીતરાગી ચારિત્રના ફળમાં મુક્તિ થાય છે.
શુભરાગ તે ધર્મ નથી. ખરેખર સ્વર્ગમાં સુખ કે રાગમાં ધર્મ ભગવાને કદી કહ્યો નથી; પણ વીતરાગભાવે
આત્મામાંથી પ્રગટતું સુખ તે જ સાચું સુખ અને ધર્મ છે. બહારની સામગ્રીમાં તો ભગવાનને પહેલાંં ચક્રવર્તીનો
રાજવૈભવ હતો છતાં તેમાં સુખ નથી એમ ભગવાને જાણ્યું હતું, તેથી તેને છોડીને ચાલ્યા ગયા. જો તે પુણ્યના
ફળમાં સુખ હોત તો ભગવાન તેને કેમ છોડત? ભગવાને તો તે પ્રત્યેનો રાગ છોડીને આત્માના અક્ષયસુખને
સાધ્યું. એવું પૂર્ણ સુખ પામ્યા પછી ભગવાનને અવતાર હોતો નથી. જુઓ, આ ભગવાનનું ચારિત્ર! એ
ચારિત્રદશા પછી ભગવાનને ભવ હોતો નથી. અહો! ભગવાનનો માર્ગ તો જુઓ....અપ્રતિહતપણે સીધું
કેવળજ્ઞાન. અંતરના ચૈતન્યમાર્ગે ચડ્યા તે પાછા ન પડે.
અપ્રમત્તદશા થઈ, તેમ જ મનઃપર્યયજ્ઞાન પ્રગટ થયું. ભગવાનને મતિ–શ્રુત–અવધિ એ ત્રણ જ્ઞાન તેમ જ
જાતિસ્મરણ જ્ઞાન તો હતા ને તે ઉપરાંત મનઃપર્યયજ્ઞાન થયું. અહીં તો ભગવાનના દીક્ષાકલ્યાણકનો
સ્થાપનાનિક્ષેપથી દેખાવ છે....તો જ્યારે તીર્થંકર ભગવાનનો દીક્ષાકલ્યાણક સાક્ષાત્ થતો હશે તે પ્રસંગે કેવી દશા
હશે? અહો! જે ચક્રવર્તી હતા,