સોમવાર તા. ૧૧–પ–પ૩ થી શરૂ કરીને, બીજા વૈશાખ
વદ પાંચમ ને મંગળવાર તા. ૨–૬–પ૩ સુધી જૈન
વિદ્યાર્થીઓને જૈનદર્શનના અભ્યાસ માટે શિક્ષણવર્ગ
ખોલવામાં આવશે. વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા જિજ્ઞાસુ
જૈનબંધુઓ પણ આ વર્ગનો લાભ લઈ શકશે. વર્ગમાં
દાખલ થનારને માટે જમવાની તથા રહેવાની વ્યવસ્થા
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી થશે. વર્ગ પૂરો
થયા પછી પરીક્ષા લઈને પ્રમાણપત્ર આપવામાં
આવશે. જે વિદ્યાર્થીઓએ અગાઉ પરીક્ષા આપીને
પ્રમાણપત્ર મેળવ્યા હોય તેમણે તે સાથે લાવવા,–જેથી
ઉપરની શ્રેણીમાં બેસીને આગળ અભ્યાસનો લાભ
મેળવી શકાય.
હાજર થઈ જવું.
મુદ્રકઃ રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ મોટા આંકડિયા તા. ૨૪–૪–પ૩