ATMADHARMA Regd. No. 4787
શાસન પ્રભાવનાનો ધન્ય દિવસ!
રાજગૃહી નગરીમાં વિપુલાચલ પર્વત ઉપર મહાવીર
પ્રભુના દિવ્યધ્વનિ દ્વારા સૌથી પહેલી ધર્મામૃતની વર્ષા
અષાડ વદ એકમે થઈ અને એની પાવન ધારાને ઝીલીને,
છાંસઠ દિવસથી તલસતા ભવ્યજીવોના હૈયા ઉપશાંત થયા.
–અષાડ વદ એકમ... એ વીરશાસન–પ્રવર્તનનો
ધન્ય દિવસ છે. એ ધન્ય દિવસે જ ઈન્દ્રભૂતિ
(ગૌતમસ્વામી) મહાવીર પ્રભુના સમવસરણમાં આવ્યા...
દિવ્ય માનસ્તંભને દેખતાં જ ભગવાનના અદ્ભુત
ધર્મવૈભવ પાસે તેમનું માન ગળી ગયું... અને તેઓ
ભગવાનના ગણધર થયા.
ધન્ય છે... દિવ્યધ્વનિના દાતાર અને ઝીલનાર એ
પવિત્ર આત્માઓને! ધન્ય છે.. તેમના પવિત્ર ભાવોને!
ધન્ય છે... એ પાવન ક્ષેત્રને! અને ધન્ય છે તે મંગળ
કાળને!
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા: (અમરેલી)
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા, (અમરેલી) તા. ૧૧–૦૭–૫૩