(અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ ૨ થી ચાલુ)
–માનસ્તંભની ચારે બાજુ વાવડી અને તેમાં ખીલેલાં કમળ જોતાં એવું લાગે છે કે: જિનેન્દ્રદેવના અપાર
વૈભવને [માનસ્તંભને] દેખવા માટે જાણે કે પૃથ્વીએ અનેક નેત્રો ધારણ કર્યાં હોય, અને એ નેત્રો ખોલીને
પૃથ્વી ચારે બાજુથી ભગવાનના અદ્ભુત વૈભવને નિહાળતી હોય! અહો! તીર્થંકરભગવાનના અંતરના
આત્મવૈભવની તો શી વાત! પરંતુ તેમનો બાહ્ય વૈભવ પણ અદ્ભુત અને આશ્ચર્યકારી હોય છે.
સોનગઢમાં માનસ્તંભ થતાં એ તીર્થધામની શોભામાં અદ્ભુત વૃદ્ધિ થઈ છે.
ઉમરાળામાં જે સ્થાને પૂ. ગુરુદેવશ્રીનો જન્મ થયો હતો તે જ સ્થાને જન્મભૂમિ–સ્થાન–મંદિર બાંધવાનું
કામ ચાલી રહ્યું છે. તેમાં ભગવાનના જિનબિંબને બિરાજમાન કરવાની પણ ભાવના છે.
સવારના પ્રવચનમાં હાલ મોક્ષમાર્ગ–પ્રકાશક અને બપોરના પ્રવચનમાં સમયસાર–કર્તાકર્મ અધિકાર–
વંચાય છે. બીજા બધા કાર્યક્રમો પણ નિત્ય પ્રમાણે ચાલે છે.
સૂચના
(૧) સોનગઢમાં શ્રી માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ વખતે બે પાકીટ હાથ આવ્યા છે, તેમાંથી એક
પાકીટમાં અમુક રૂપિયા છે અને બીજામાં પરચુરણ છે; આ પાકીટ જેમના હોય તેમણે ખાત્રી આપીને લઈ જવાં.
(૨) પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઊછામણી વગેરેમાં બોલાયેલી રકમો ભરવાનું જેમને બાકી હોય તેમને તે
રકમ તુરત મોકલી દેવા વિનંતિ છે.
–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)