Atmadharma magazine - Ank 118
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 25

background image
: ૨૦૨ : આત્મધર્મ–૧૧૮ : શ્રાવણ : ૨૦૦૯ :
નિયમસાર–પ્રવચનો
ભારતવર્ષમાં અધ્યાત્મજાગૃતિ ફેલાવનાર, સ્વરૂપાનુભવી,
અધ્યાત્મયોગી પૂ. ગુરુદેવશ્રીએ, નિયમસાર ઉપર પ્રવચનો દ્વારા સૂક્ષ્મ
અધ્યાત્મની પરાકાષ્ઠાભૂત પરમપારિણામિકભાવ, શુદ્ધકારણપર્યાય
વગેરેના પરમ ગહન રહસ્યો ખોલી અધ્યાત્મતૃષિત સુપાત્ર મુમુક્ષુઓ પર
ઉપકારની અવધિ કરી છે. પરમ મહિમાવંત પારિણામિકભાવની
ભાવનાને આ પ્રવચનોમાં ખૂબ ખૂબ ઘૂંટી છે. એ પારિણામિકભાવનું ઊંડું
સ્વરૂપ સમજવા માટે આ પ્રવચનો અતિ ઉપયોગી છે. આ પ્રવચનોમાં
પરમ પ્રયોજનભૂત શુદ્ધાત્મદેવનો મહિમા પૂ. ગુરુદેવશ્રીએ ઘણી ઉચ્ચ અને
ઘણી સ્પષ્ટ શૈલીથી ગાયો છે. જેને સુગુરુગમે શાસ્ત્રોના મર્મ ઉકેલવાની
દ્રષ્ટિ મળી ચૂકી છે એવા મુમુક્ષુઓને તો આ પ્રવચનોનો સ્વાધ્યાય અને
રટણ કરતાં એમ જ લાગશે કે જાણે પોતે ચૈતન્યપરમાત્માના દર્શન કરવા
માટે અધ્યાત્મની કોઈ ઊંડી–ઊંડી ગુફામાં ઊતરી રહ્યા હોય! મુમુક્ષુઓ આ
પ્રવચનોનો અતિશય એકાગ્રતાથી અભ્યાસ કરી અંર્તગુફામાં
બિરાજમાન ચૈતન્યદેવને દેખો અને આત્મિક સુધારસને અનુભવો.
–નિયમસાર–પ્રવચનો : પ્રસ્તાવનામાંથી.
ભૂલ–સુધાર
આ અંકમાં પૃષ્ઠ ૨૨૨ ઉપર “જૈન અતિથિ સેવા–સમિતિની
વાર્ષિક બેઠક”ની તિથિ ભાદરવા સુદ બીજ, ગુરુવાર તા. ૧૦–૯–પ૩
છાપવામાં આવી છે તેને બદલે ભાદરવા સુદ એકમ, બુધવાર તા :– ૯–૯–
પ૩ સુધારી લેવા વિનંતિ છે.
નમ્ર વિનંતિ
મહાનુભાવ!
આપ જાણો છો કે અત્યાર સુધી “આત્મધર્મ” અનેકાન્ત
મુદ્રણાલય મોટા આંકડિયાથી છપાઈને પ્રગટ થતું હતું. હવે તે મુદ્રણાલય
વલ્લભ–વિદ્યાનગર (ગુજરાત) લાવવામાં આવ્યું છે. આ ફેરબદલીને
કારણે શ્રાવણ માસનો અંક વખતસર પ્રગટ કરી શકાયું નહીં––તે બદલ
ક્ષમા યાચીએ છીએ.
ભાદરવા માસનો અંક વહેલી તકે પ્રગટ થશે.
: નિવેદક :
જમનાદાસ માણેકચંદ રવાણી––
પ્રકાશક.