સ્વરૂપ નથી, જ્ઞાનસ્વભાવમાં જ મારું
સર્વસ્વ છે–આવું લક્ષ થયા વિના
નિશ્ચય–વ્યવહારની કે ઉપાદાન–
નિમિત્તની અનાદિની ભૂલ ટળે નહિ,
અને તે ભૂલ ટળ્યા વિના બીજા ગમે
તેટલા ઉપાય કરે તોપણ કલ્યાણ થાય
નહીં. માટે જેને આત્માનું કલ્યાણ કરવું
હોય–ધર્મી થવું હોય–તેણે આ વાત
બરાબર સમજીને નક્કી કરવા જેવી છે.