છે, તેની પ્રતીત કરીને તેના અવલંબને જ શાંતિનો
અનુભવ થાય છે, એ સિવાય બહારના બીજા લાખો
ઉપાયથી પણ જીવને સાચી શાંતિ મળતી નથી, કેમકે
આત્માની શાંતિ આત્માથી દૂર નથી, શાંતિનું સ્થાન
આત્મામાં જ છે. જ્ઞાની તો આમ જાણે છે તેથી
નિજસ્વભાવનું બહુમાન ચૂકીને તેમને પરનું
બહુમાન નથી આવતું. ને અજ્ઞાની તો સ્વભાવની
શાંતિને જાણતો નથી તેથી બહારના પદાર્થોનો
મહિમા કરવામાં તે એવો એકાકાર થઈ જાય છે કે
જાણે ત્યાં જ આત્માની શાંતિ ભરી હોય, ને
આત્મામાં તો જાણે કાંઈ હોય જ નહિ! પણ અરે
ભાઈ! તારી શાંતિ તો અહીં છે કે ત્યાં છે? જ્યાં
શાંતિનો સમુદ્ર ભર્યો છે એવા પોતાના સ્વરૂપને
ભૂલીને એકલા પરના બહુમાનમાં રોકાઈ જાય ને
તેમાં જ સંતોષ માની લ્યે તો તેને આત્માની
શાંતિનો જરાપણ લાભ થાય નહિ, ને
સંસારપરિભ્રમણ મટે નહિ. માટે અહીં તો આત્માની
અપૂર્વ સમજણની વાતને મુખ્ય રાખીને જ બધી
વાત છે, આત્માની સમજણ તે જ શાંતિનું મૂળ છે.