Atmadharma magazine - Ank 119
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
અજ્ઞાની જીવ શું કરે?
અજ્ઞાની જીવ પરનું ભલું–ભૂંડું કરી દેવાનું માને
છે પરંતુ પોતાના અજ્ઞાનભાવ અને રાગ–દ્વેષ સિવાય
પરમાં તો તે કાંઈ કરી શકતો નથી. દરેક પદાર્થમાં
પોતપોતાની અનંતી શક્તિ હોવા છતાં, પરનું કાંઈ
કરે એવી તો શક્તિ કોઈ દ્રવ્યમાં જરાપણ નથી.
ત્રણકાળ ત્રણલોકમાં એક તણખલાંને પણ તોડવાનું
સામર્થ્ય કોઈ આત્મામાં નથી, જડ પરમાણુની
અવસ્થામાં ચૈતન્યનો અધિકાર નથી.
–પ્રવચનમાંથી.
* * *
.........તે જૈન નથી
ત્માના જ્ઞાનાનંદ સ્વભાવને વિકારથી
ભિન્નપણે જે અનુભવે છે તે સમ્યગ્દ્રષ્ટિ જ ખરા
જૈન છે, અને જે પોતાના આત્માને રાગવાળો
અશુદ્ધ જ અનુભવે છે તથા રાગથી ધર્મ થવાનું
માને છે તેને જૈનધર્મની ખબર નથી તેથી
ભગવાન તેને ખરેખર જૈન કહેતા નથી.
શુદ્ધદ્રષ્ટિથી પોતાના શુદ્ધ આત્માને જે જીવ દેખે
છે તે જ જૈનશાસનને દેખે છે તેથી તે જ જૈન છે.
જે જીવ શુદ્ધઆત્માને નથી દેખતો ને એકલા
રાગને જ દેખે છે–તે જૈનશાસનને દેખતો નથી,
તેથી તે જૈન નથી.
***