Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
અમ ઘેર પ્રભુજી પધાર્યા
શ્રાવણ વદ દસમના શુભ દિવસે વાંકાનેર શહેરમાં ભગવાન શ્રી
શાંતિનાથ પ્રભુના વીતરાગી જિનબિંબ પધાર્યા છે. પ્રભુજી પધાર્યા તે
પ્રસંગે ત્યાંના ભક્તજનોએ ઉલ્લાસપૂર્વક પ્રભુજીનું સ્વાગત કર્યું હતું.
(સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રીના
પાવન હસ્તે આ જિનબિંબ પ્રતિષ્ઠિત થયા હતા.) વાંકાનેરના આંગણે
પ્રભુજી પધાર્યા એ ત્યાંના મુમુક્ષુઓનાં ધનભાગ્ય છે.
અમ ઘેર પ્રભુજી પધાર્યા
શ્રાવણ સુદ બીજના શુભ દિવસે, બોટાદ શહેરમાં ભગવાન શ્રી
શ્રેયાંસનાથ પ્રભુ (મૂળનાયક) તથા ભગવાન શ્રી શીતલનાથ પ્રભુનાં
વીતરાગી જિનબિંબ પધાર્યા છે. પ્રભુજી પધાર્યા તે પ્રસંગે ત્યાંના
ભક્તજનોએ ઉલ્લાસપૂર્વક પ્રભુજીનું સ્વાગત કર્યું હતું. મૂળનાયક
શ્રેયાંસનાથ પ્રભુની મુદ્રા અતિશય ભવ્ય છે. આ બને જિનબિંબોની
પ્રતિષ્ઠા સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે પૂજ્ય
ગુરુદેવશ્રીના પાવન હસ્તે થઈ હતી.) બોટાદના આંગણે પ્રભુજી પધાર્યા
એ ત્યાંના મુમુક્ષુઓનાં ધનભાગ્ય છે.
આત્મધર્મના ગ્રાહકોને
આ અંકની સાથે સાથે આત્મધર્મનું દસમું વર્ષ પૂરું થાય છે અને
સર્વે ગ્રાહકોનું લવાજમ પૂરું થાય છે. કારતક સુદ એકમ સુધીમાં નવા
વર્ષનું લવાજમ તુરત મોકલાવી આપીને આત્મધર્મની વ્યવસ્થામાં સહકાર
આપવા સર્વે ગ્રાહકોને વિનંતિ છે. વી. પી. કરવાથી અનેક પ્રકારની
તકલીફો પડે છે. પોતે ગ્રાહક તરીકે ચાલુ રહીને તેમ જ બીજા જિજ્ઞાસુઓને
નવા ગ્રાહક બનાવીને આત્મધર્મના પ્રચારમાં સહાય કરવાની દરેક જિજ્ઞાસુ
વાચકની ફરજ છે. લવાજમ નીચેના સરનામે મોકલવું–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)