ઊજવવામાં આવ્યું હતું. આ પર્વ દરમિયાન હંમેશાં પૂ. ગુરુદેવશ્રી ઉત્તમક્ષમા વગેરે ધર્મો ઉપર તેમ
જ ઋષભજિનસ્તોત્ર ઉપર ખાસ પ્રવચન કરતા હતા. જિનમંદિરમાં હંમેશાં દસલક્ષણ ધર્મનું
સમૂહ–પૂજન થતું હતું. ભાદરવા સુદ છઠ્ઠને દિવસે રથયાત્રા નીકળી હતી. આ ઉપરાંત સુગંધ
દસમીનો દિવસ વિશેષપણે ઊજવાયો હતો. આ દિવસે દસ પૂજન તથા દસ સ્તોત્ર કરીને સર્વે
જિનમંદિરોમાં ધૂપક્ષેપણ કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ પૂનમે રથયાત્રા નીકળી હતી તેમ જ
જિનમંદિરમાં ૧૦૮ કલશથી અત્યંત ભક્તિપૂર્વક સીમંધર ભગવાનનો મહાઅભિષેક થયો હતો.
બપોરના પ્રવચન બાદ પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં સમસ્ત સંઘે મળીને ક્ષમાયાચના કરી
હતી. –આમ દસલક્ષણી ધર્મનો ઉત્સવ ઉલ્લાસપૂર્વક ઊજવાયો હતો.
બપોરે પદ્મનંદી પંચવિંશતિકામાંથી ઋષભદેવ ભગવાનની સ્તુતિનો અધિકાર વંચાયો હતો, તેમાં
નિશ્ચય–વ્યવહાર સ્તુતિના વર્ણનમાં પૂ. ગુરુદેવ જ્યારે એમ કહેતા કે “હે ભગવાન! અમે તો
આપના બાળક છીએ, આપ અમારા ધર્મપિતા છો, અમે બાળકની જેમ આપની પાસે ભક્તિના
લાડ કરીએ છીએ” –ત્યારે ભક્તિનું એ અદ્ભુત વર્ણન સાંભળતાં શ્રોતાઓના રોમરોમ
ભક્તિરસથી ભીંજાઈ જતા હતા. આ ભક્તિભર્યા પ્રવચન પછી તરત જિનમંદિરમાં ભક્તિ પણ
એવા જ ઉલ્લાસપૂર્વક થતી હતી, તેમાં ય ભાદરવા સુદ એકમના રોજ ભક્તિની અદ્ભુત ધૂન
વખતે તો જાણે સીમંધર ભગવાન બોલતા હોય–ને તેમનો દિવ્યધ્વનિ છૂટતો હોય–એવું
વાતાવરણ સર્જાઈ ગયું હતું. ત્યારે ભક્તો એકતાન થઈને ગાતા હતા કે–
આ દિવસોમાં, માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી. એ ફિલ્મ જોતાં, જાણે
જન્માભિષેક, દીક્ષાવનના ધીરગંભીર વાતાવરણમાં પૂ. ગુરુદેવનું વૈરાગ્ય–પ્રવચન, આહારદાન–ઈત્યાદિ દ્રશ્યો તે
પ્રસંગને તાજા કરીને અત્યંત ઉલ્લાસ જગાડતા હતાં. આ ઉપરાંત ઇંદોરથી ભગવાન શ્રી બાહુબલિ સ્વામીના
મહા મસ્તક અભિષેકની ફિલ્મ આવેલ, તે ફિલ્મ બે વાર બતાવવામાં આવી હતી, તેમાં ભગવાન શ્રી બાહુબલિ
સ્વામીની બહુ જ ભવ્ય અને ઉપશાંત રસમાં ઝૂલતી મુદ્રાનો દેખાવ ઘણો જ સુંદર હતો; અને અભિષેક પછીના
ત્યાંના કુદરતી ઝરણાં જોતાં એવો દેખાવ લાગતો હતો કે જાણે મેરૂપર્વત ઉપરથી ગંધોદકના પવિત્ર ઝરણાં ઝરતાં
હોય! જૈન વિદ્યાર્થી–ગૃહના બાળકોએ “વારિષેણ મુનિરાજ” નો સંવાદ પણ એક દિવસે ભજવ્યો હતો.