Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image
: આસો: ૨૪૭૯ : ૨૪૭ :
• જાણનર સ્વભવ •
આત્મા જાણનાર સ્વભાવ છે; જાણનાર સ્વભાવ વિકારનો કે પરનો કર્તા
નથી. હું જ્ઞાનસ્વરૂપ જ છું, જ્ઞાન સિવાય બીજું કાંઈ મારું કર્તવ્ય છે જ નહિ;–આવો
જ્ઞાનસ્વરૂપનો નિર્ણય કરવો તેમાં અપૂર્વ પુરુષાર્થ છે. આ વાત પૂર્વે અનંતકાળમાં
જીવને બેઠી નથી. અરે ભાઈ! તું તારા સ્વભાવની વાત સાંભળ તો ખરો. અંતરમાં
અપૂર્વતા લાવીને સ્વભાવના ઉત્સાહપૂર્વક સાંભળ તો જરૂર તારું કલ્યાણ થાય.
[ધાર્મિકોત્સવના પ્રથમ પ્રવચનમાંથી: વીર સં. ૨૪૭૯ શ્રાવણ વદ ૧૪: સમયસાર ગા. ૧૧૬ થી ૧૨૦]


અનાદિકાળથી અજ્ઞાની જીવો પોતાના સ્વભાવને ચૂકીને, હું પરને પરિણમાવું એવી મિથ્યાભ્રાંતિને લીધે
સંસારમાં રખડે છે. હું જ્ઞાન–આનંદસ્વભાવ છું–એવી દ્રષ્ટિ ચૂકીને, રાગ–દ્વેષ–દયા–દાન વગેરેના પરિણામ તે જ હું
છું એમ જે માને છે એટલે કે વિકારને જ જે આત્મા માને છે, તે જ એમ માને છે કે હું જડકર્મનો પરિણમાવનાર
છું. હું જ્ઞાનસ્વરૂપ છું–એવી જેની દ્રષ્ટિ છે તે જીવ વિકારનો કર્તા થતો નથી તેમ જ જડનો કર્તા પોતાને માનતો
નથી. અહો! હું તો જ્ઞાનસ્વરૂપ છું–એ વાત પૂર્વે અનંતકાળમાં એક સેકંડ પણ જીવને અંતરમાં બેઠી નથી. હું જ્ઞાન
જ કરનાર છું, રાગ વખતે પણ રાગમાં તન્મય થયા વિના હું તેનો જાણનાર છું, વિકારને હું ફેરવનાર નથી તેમ
જ શરીરાદિ પરને પણ હું ફેરવનાર નથી. –સ્વસન્મુખ થઈને જ્ઞાનસ્વભાવનો આવો અપૂર્વ નિર્ણય પ્રગટ કરવો
તે જ ધર્મનો સાચો મહોત્સવ છે.
જુઓ, અંતરમાં આ દેહથી ભિન્ન આત્મા છે, તેને કોઈએ બનાવ્યો નથી, તેમ જ તેનો કદી નાશ પણ
થતો નથી; તે સ્વયંસિદ્ધ વસ્તુ છે, ને તેનો સ્વભાવ ‘જ્ઞાન’ છે. જ્ઞાન શું કરે?–કે જાણે. જાણવા સિવાય બીજું
જ્ઞાનનું કાર્ય નથી. રાગપર્યાયને ઉત્પન્ન કરે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય થતાં
આત્મા રાગનો, કર્મનો અને શરીર વગેરેનો જ્ઞાતા જ રહ્યો,–આનું નામ પ્રથમ ધર્મ છે.
–આમાં શું કરવાનું આવ્યું?
–આમાં જ્ઞાનસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ કરવાનું આવ્યું. જાણનારે પોતાના જ્ઞાનસ્વભાવને જાણીને
તેનો નિર્ણય કર્યો છે, તે જ આત્માનું કાર્ય છે ને તેમાં ધર્મનો પુરુષાર્થ છે. આ અંતરનો સાચો પુરુષાર્થ અજ્ઞાનીને
દેખાતો નથી ને બહારની ક્રિયામાં આત્માનો પુરુષાર્થ માનીને તે ઊંધી માન્યતાથી સંસારમાં રખડે છે.
ભાઈ! તું જ્ઞાન છો. પરનું કાર્ય અને વિકારનું કાર્ય તો જે કાળે જેમ બનવાનું છે તેમ બનશે જ, તું તેમાં
ફેરફાર કરી શકે તેમ નથી. તે વખતે ‘હું જ્ઞાન છું’ એવી દ્રષ્ટિ રાખીને તું તેનો જાણનાર રહે; અને કાં
અજ્ઞાનભાવે રાગનું કર્તાપણું માન. ‘હું હતો તો રાગ થયો’ એટલે કે જ્ઞાનસ્વભાવના અસ્તિત્વને લીધે રાગ
થયો–એમ જેણે માન્યું તેણે રાગને જ પોતાનું કર્તવ્ય માન્યું છે, એટલે કે આત્માને જ્ઞાનસ્વરૂપ નથી માન્યો પણ
રાગસ્વરૂપ જ માન્યો છે; ‘રાગ તે મારું કર્મ અને હું તેનો કર્તા’ એમ રાગ સાથે સ્વભાવની એકતા માની, તેને
જ્ઞાનની અરુચિ અને રાગની રુચિ છે, તે જ મોટો અધર્મ છે. ‘હું હતો તો શરીર ચાલ્યું, આત્મા છે તો ભાષા
બોલાય છે, મારી હાજરીને લીધે પરનાં કાર્ય થાય છે, હું હતો ને મેં વિકાર કર્યો તેથી કર્મ બંધાયા’ –આવા
પ્રકારની જેની માન્યતા છે તેને પર સાથે એકત્વબુદ્ધિ છે, વસ્તુસ્વભાવની તેને ખબર નથી. જ્ઞાની–ધર્માત્મા તો
જાણે છે કે હું જ્ઞાન સ્વભાવ છું, મારા જ્ઞાનસ્વભાવમાંથી તો નિર્મળપર્યાયની જ