: ૨૪૮ : : આસો: ૨૪૭૯
રચના થાય, પણ વિકારની રચના ન થાય; હું છું તો રાગપર્યાય છે–એમ નહિ પરંતુ હું છું તો જ્ઞાનપર્યાય છે, હું
છું તો મારે લીધે આનંદ અને ચારિત્રની નિર્મળપર્યાય છે, એટલે હું કર્તા અને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની નિર્મળ
પર્યાય થઈ તે મારું કર્મ, –આમ સ્વભાવદ્રષ્ટિમાં ધર્મી જીવ નિર્મળ પર્યાયનો જ કર્તા છે. હું કોણ ને મારું ખરું
કાર્ય શું–એ વાત સમજવામાં જીવની અનાદિની ભૂલ છે. જો આ વાત સમજે તો જ અનાદિની ભૂલ ટળે ને
અપૂર્વ ધર્મ થાય.
આચાર્યભગવાન કહે છે કે–
હે ભાઈ! તારે તારું કલ્યાણ કરવું છે ને! તો અમે તને કલ્યાણનો રસ્તો બતાવીએ છીએ.
પ્રથમ તું નક્કી કર કે હું આત્મા છું;
મારો જાણવા–દેખવાનો સ્વભાવ છે.
રાગ કરવો તે મારો સ્વભાવ નથી તેમ જ શરીરને કે જડ કર્મને પરિણમાવવાનો પણ મારો સ્વભાવ
નથી. મેં વિકાર કરીને જડકર્મને બાંધ્યું–એવી જેની માન્યતા છે તેની દ્રષ્ટિ મિથ્યા છે, વિકારથી જુદો મારો
જ્ઞાનસ્વભાવ છે એમ તે જાણતો નથી.
અજ્ઞાની જીવ ‘હું જ્ઞાનસ્વભાવ છું’ એવી સમજણ ચૂકીને, અજ્ઞાનભાવે બહુ તો વિકારનો કર્તા થાય, પણ
જડકર્મનો કર્તા તો અજ્ઞાનભાવે પણ નથી.
જડકર્મની જેમ શરીર, ભાષા, મકાન વગેરેનો કર્તા પણ આત્મા કદી થઈ શકતો નથી.
–માટે હે જીવ! તું સમજ કે હું જ્ઞાનસ્વભાવ છું ને જ્ઞાન જ મારું કાર્ય છે; આમ સમજીને જ્ઞાનસ્વભાવના
અવલંબને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના નિર્મળભાવે પરિણમવું તે મોક્ષમાર્ગ છે ને તે જ તારા કલ્યાણનો ઉપાય છે.
હું જ્ઞાનસ્વભાવ છું–એવી જેને ખબર નથી તે જીવ પરનું અભિમાન કરીને અનંતા રાગ–દ્વેષ કરે છે. જ્યાં
પોતની ઈચ્છા પ્રમાણે પરમાં કાંઈક થાય ત્યાં અજ્ઞાની અભિમાનથી કહે છે કે અમે આમ કરી દીધું! અને જ્યાં પોતાના
ધાર્યા કરતાં વિરુદ્ધ થાય ત્યાં એમ કહે છે કે ‘ભાઈ! એમાં આપણું શું ચાલે? તે કાંઈ આપણા હાથની વાત છે!’ પણ
અરે ભાઈ! પરમાં તારું નથી ચાલતું તો પછી જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને બધે ઠેકાણે જાણનાર જ રહે ને! મફતનો
પરનાં અભિમાન શા માટે કરે છે? ‘હું તો જાણનાર છું ને પરના કાર્ય પરને લીધે જ થાય છે, તેનો કર્તા હું નથી’–એમ
સમજી, બધે ઠેકાણેથી દ્રષ્ટિ ઉઠાવી લે ને તારા જ્ઞાનસ્વભાવમાં દ્રષ્ટિ કર, –તો અપૂર્વ કલ્યાણ થાય.
જગતની બધી ચીજો પોતાના સ્વભાવથી જ બદલે છે, એટલે દરેક ચીજ પોતે જ પોતાના કાર્યની કર્તા છે,
કોઈ બીજો તેનો કર્તા નથી. જગતની જડ વસ્તુઓમાં પણ બદલવાની તાકાત તેના પોતાના સ્વભાવથી જ છે.
(૧) જો તેનામાં સ્વભાવથી જ પરિણમવાની શક્તિ ન હોય તો કોઈ બીજો તેને કોઈ રીતે પરિણમાવી
શકે નહિ. અને
(૨) જો તેનામાં જ સ્વયં પરિણમવાની શક્તિ છે તો તે બીજા કોઈ પરિણમાવનારની અપેક્ષા રાખતી નથી.
અહો! જડની પર્યાય જડથી થાય છે, હું તો જાણનાર–દેખનાર જ છું–એમ સમજતાં અનાદિની આળસ
તૂટીને સ્વભાવનો અપૂર્વ ઉદ્યમ જાગે છે. અજ્ઞાનીને એમ લાગે છે કે ‘આત્મા પરનો કર્તા નથી–એમ સમજશું તો
આળશું થઈ જઈશું! ’ પણ અરે મૂઢ! પરના મિથ્યા અહંકારને લીધે તને જ્ઞાનસ્વભાવનો ઉત્સાહ નથી આવતો
તે જ મોટો પ્રમાદ છે. હું જ્ઞાનસ્વભાવનો છું એ વાત ચૂકીને, હું પરનો કર્તા એમ માન્યું તેથી અનાદિથી પોતાના
સ્વરૂપમાં અનુત્સાહ છે તે જ મહા પ્રમાદ છે. હું જ્ઞાનસ્વભાવ છું–એમ સમજે તો પર સન્મુખ વલણ છૂટીને
સ્વભાવ તરફનો અપૂર્વ ઉત્સાહ અને ઉદ્યમ જાગે.–માટે આ અનાદિનો પ્રમાદ ટાળવાની વાત છે.
શરીરાદિને ચલાવે કે જડકર્મને ઉત્પન્ન કરે એવો તો આત્માનો સ્વભાવ નથી અને તે જડકર્મને
ઊપજવામાં નિમિત્ત થાય–એવો પણ આત્માનો સ્વભાવ નથી; આત્મા તો જ્ઞાનસ્વભાવી છે. આત્માનો
જ્ઞાનસ્વભાવ કર્મને નિમિત્ત પણ નથી. જડકર્મનું નિમિત્ત તો વિકાર છે; એટલે જે જીવ જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ
ચૂકીને વિકારનો કર્તા થાય છે તે જ પોતાને કર્મમાં નિમિત્ત માને છે. નિમિત્ત થવા ઉપર જેની દ્રષ્ટિ છે તેને
નિર્વિકારી જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી. સમકિતીને તો એવી દ્રષ્ટિ છે કે હું તો જ્ઞાનસ્વભાવ જ છું; જડકર્મ
અને તેના નિમિત્તરૂપ વિકાર–તે બંને હું નથી. –આવી સ્વભાવદ્રષ્ટિને લીધે તેને રાગરહિત