અરિહંત ભગવાનને ઓળખો
[સાચા જૈન બનવા માટે અરિહંત ભગવાનનું સ્વરૂપ અવશ્ય ઓળખવું જોઈએ]
(પ્રવચનસાર ગા. ૮૦ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી તારવેલું)
– આ લેખનો બીજો ભાગ આવતા અંકમાં વાંચો –
*શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર હો.
*
*અરિહંત ભગવાન આપણા ઇષ્ટદેવ છે, તેથી તેમનું સ્વરૂપ બરાબર ઓળખવું જોઈએ.
*
*અરિહંત ભગવાનનું સ્વરૂપ બરાબર ઓળખતાં આત્માનું સાચું સ્વરૂપ ઓળખાય છે, કેમ
કે આપણા આત્માનું સ્વરૂપ પણ ખરેખર અરિહંત ભગવાન જેવું જ છે.
*
*અનાદિ કાળથી આત્મામાં જે મિથ્યાત્વભાવ છે તે અધર્મ છે. આ આત્માનો સ્વભાવ
અરિહંત ભગવાન જેવો જ, પુણ્ય–પાપ રહિત છે, તેને ચૂકીને પુણ્ય–પાપને જ પોતાનું
સ્વરૂપ માનવું તે મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વનો નાશ કેમ થાય? અને સમ્યક્ત્વ કેમ પ્રગટે?
તેનો ઉપાય કહે છે.
–જે કોઈ જીવ અરિહંત ભગવાનના આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને બરાબર જાણે
છે તે જીવ ખરેખર પોતાના આત્માને જાણે છે ને તેનો મિથ્યાત્વરૂપ ભ્રમ ચોક્કસ નાશ
પામે છે અને શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટે છે.–અનાદિના અધર્મનો નાશ કરીને અપૂર્વ ધર્મ પ્રગટ
કરવાનો આ ઉપાય છે.
*
*નિશ્ચયથી અરિહંત ભગવાનનો અને આ આત્માનો સ્વભાવ સરખો છે, તે સ્વભાવને
જાણવાથી સમ્યગ્દર્શન થાય છે, તે અપૂર્વ ધર્મ છે. સમ્યગ્દર્શન વગર ત્રણકાળમાં ધર્મ હોતો નથી.
*
*જે જીવ અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખે છે તે જીવ સ્વભાવના આંગણે આવ્યો છે; જે
જીવ અરિહંત ભગવાનને ઓળખતો નથી અને શરીરની ક્રિયાથી કે રાગથી ધર્મ માને છે
તે તો સ્વભાવના આંગણે પણ આવ્યો નથી.
*
*અરિહંત ભગવાન જેવા પોતાના આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને જે જીવ જાણતો નથી તે જ
કારતકઃ ૨૪૮૦ઃ ૧પઃ