આ ત્મ ધ ર્મ
અગિયારમા વર્ષના પ્રારંભે.....
* ભગવાન શ્રી સીમંધરાદિ પંચ પરમેષ્ઠી ભગવંતોને, પરમ પૂજ્ય શ્રી કહાન ગુરુદેવને, અને ભગવતી
જિનવાણી–માતાને અત્યંત ભક્તિપૂર્વક આ નૂતનવર્ષના પ્રારંભમાં નમસ્કાર હો......
* આજે આપણું “આત્મધર્મ” માસિક પહેલો દસકો પૂરો કરીને, નવીન ઉત્સાહ અને નવીન
ભાવનાઓ સાથે બીજા દસકામાં પ્રવેશ કરે છે.
* આત્મધર્મની સંપાદન–શૈલી બાબતમાં કે આત્મધર્મના વિકાસ બાબતમાં કાંઈ નવીન સૂચના હોય
તો જિજ્ઞાસુ પાઠકો પોતાની સૂચના મોકલે.
* દરેક ગામના મુમુક્ષુ–મંડળને ખાસ સૂચના છે કે પોતપોતાના ગામમાં ચાલતી ધાર્મિક પ્રવૃત્તિ
વગેરેના જાણવાયોગ્ય સમાચારો આત્મધર્મમાં છાપવા માટે દર મહિનાની પૂનમ સુધીમાં સોનગઢ મોકલી
આપે.
*આ “આત્મધર્મ” માસિક દર મહિને સુદ બીજે પ્રસિદ્ધ થાય છે. તેનું વાર્ષિક લવાજમ રૂા. ૩–૦૦ છે.
આત્મધર્મ હિંદી ભાષામાં પણ બહાર પડે છે. ગુજરાતી આત્મધર્મમાં છપાયેલા લેખોનું જ હિંદી ભાષાંતર કરીને
તે હિંદી આત્મધર્મમાં છપાય છે. હિંદી આત્મધર્મનું વાર્ષિક લવાજમ પણ રૂા. ૩–૦૦ છે.
* આત્મધર્મનું પ્રિન્ટિીંગ અને પ્રકાશન વલ્લભવિદ્યાનગર (ગુજરાત) થી થાય છે. પરંતુ તેનું સંપાદન
અને વ્યવસ્થા સોનગઢથી થાય છે. પત્ર વ્યવહાર નીચે પ્રમાણે સોનગઢના સરનામે કરવો–
“સંપાદક–આત્મધર્મ”
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)
* પહેલા દસકા દરમિયાન આત્મધર્મની ગ્રાહક સંખ્યા તદ્ન શરૂઆતમાં ૪૦૦ હતી અને વધીને ત્રીજા
વર્ષે લગભગ ૨૨૦૦ થઈ હતી. હવેના વર્ષમાં ગ્રાહકોની સંખ્યા એથી પણ વધે એવી ભાવના છે. એ
ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે, આત્મધર્મના જે જૂના ગ્રાહકો બંધ થઈ ગયા હોય તેઓ ફરી ચાલુ થાય
અને જે ગ્રાહકો ચાલુ જ છે તેઓ વિશેષ ગ્રાહકો બનાવવા પ્રયત્ન કરે, તો અઢી હજાર જેટલી ગ્રાહકસંખ્યા
તો સહેલાઈથી થઈ જાય.
* જિજ્ઞાસુઓએ એ વાત લક્ષમાં રાખવી જરૂરી છે કે “આત્મધર્મ” ની શોભા અને વિકાસ માટે તેમ
જ જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી સાહિત્ય વિશેષ પ્રમાણમાં મળે તે માટે શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી
દર વર્ષ મોટી રકમ ‘આત્મધર્મ’ પાછળ ખર્ચવામાં આવે છે. આત્મધર્મનું લવાજમ ત્રણ રૂપિયા હોવા છતાં
ગ્રાહક દીઠ ખર્ચ લગભગ ચાર રૂપિયા ઉપરાંત થાય છે.
*આ ‘આત્મધર્મ’ માસિક જૈનધર્મનું શુદ્ધ આધ્યાત્મિક પત્ર છે; આમાં મુખ્યપણે પરમપૂજ્ય
સદ્ગુરુદેવશ્રીના પરમકલ્યાણકારી શુદ્ધ આધ્યાત્મિક ઉપદેશનો સાર આપવામાં આવે છે......અને એ– દ્વારા
જિજ્ઞાસુ પાઠકોને જગતના કિલષ્ટ વાતાવરણથી દૂર લઈ જઈને આત્મિક શાંતિના માર્ગ તરફ આંગળી ચીંધે
છે. જિજ્ઞાસુ જીવોનું મહાન સૌભાગ્ય છે, કે સંસારમાં ચારે તરફ જ્યારે અત્યંત કિલષ્ટ અને હળહળતું
વાતાવરણ ગાજી રહ્યું છે ત્યારે પણ, આત્માને જગતથી જુદો પાડીને આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો અપૂર્વ
કલ્યાણકારી રાહ પરમપૂજ્ય ગુરુદેવશ્રી બતાવી રહ્યા છે. હે ભવ્ય સાધર્મી બંધુઓ! પૂજ્ય ગુરુદેવશ્રીએ
બતાવેલા આ પાવન પંથને ઓળખો અને સંસારના હળહળતા વાતાવરણથી છૂટીને આત્મિકશાંતિ પ્રાપ્ત
કરવા માટે તે પંથને અનુસરો........