Atmadharma magazine - Ank 121
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image
સં...પા...દ...કી...ય...
ધર્મના જિજ્ઞાસુઓનું કર્તવ્ય
“અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે દરેક જિજ્ઞાસુઓનું પરમ કર્તવ્ય છે.”
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો દ્વારા, “જીવને અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કેમ
થાય” તેનો ઉપાય બતાવીને, જિજ્ઞાસુઓને તેમના પરમ કર્તવ્યની વારંવાર
જાગૃતિ....પ્રેરણા અને ઉત્સાહ આપ્યા કરવો તે આ ‘આત્મધર્મ’ નું ધ્યેય છે.
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
આ અનંત સંસારમાં મનુષ્યપણું પ્રાપ્ત થવું બહુ દુર્લભ છે; અને મનુષ્યપણું પામીને આત્માના હિતની બુદ્ધિ
જાગવી–સાચી જિજ્ઞાસા જાગવી તે બહુ દુર્લભ છે. આ દુર્લભ મનુષ્યપણું પામીને હવે મારા આત્માનું હિત કેમ
થાય?....એવું શું કર્તવ્ય કરું કે જેથીં મારો આત્મા આ ભવદુઃખમાંથી છૂટે? એ પ્રમાણે અંતરમાં આત્મહિતની વિચારણા
કરીને તે માટેની સાચી જિજ્ઞાસા પ્રગટ કરવી જોઈએ. જો આત્મહિતની સાચી જિજ્ઞાસા જાગે તો તે આત્મહિતનો માર્ગ
લીધા વિના રહે નહિ. જેને આત્મહિત માટે જિજ્ઞાસા જાગી હોય એવા જિજ્ઞાસુઓનું શું કર્તવ્ય છે તે અહીં રજૂ કરવામાં
આવ્યું છે.
‘અમે ધર્મ કરીએ છીએ અથવા તો અમારે ધર્મ કરવો છે’ એમ તો ઘણા લોકો વારંવાર કહ્યા કરે છે; પરંતુ
ધર્મનું સાચું સ્વરૂપ શું છે અને ધર્મ કઈ રીતે થાય છે–તે તેઓ જાણતા નથી. માત્ર કુળ પરંપરાથી રૂઢિગત ચાલી
આવતી ક્રિયાઓને તેઓ ધર્મ માને છે અને તેવી બાહ્ય ક્રિયાઓ વડે તેઓ પોતાને ધર્મી માની લે છે. વાસ્તવિક ધર્મનું
સ્વરૂપ તેઓ સમજતા નથી અને સમજવા માટેની દરકાર પણ કરતા નથી;–એવા જીવોને ધર્મના જિજ્ઞાસુ કહી શકાય
નહિ.
જેના અંતરમાં એમ ભાવના જાગે કે અરેરે! અનંતકાળમાં મારા આત્માના હિતને માટે અત્યાર સુધી મેં કાંઈ
ન કર્યું, આત્માના હિતનો ઉપાય શું છે એટલે કે ધર્મ શું છે–તેનું સ્વરૂપ મેં ઓળખ્યું નહિ; હવે આ દુર્લભ મનુષ્યભવ
પામીને હું એવો ઉપાય કરું કે જેથી મારા આત્માનું હિત થાય.–આવી જિજ્ઞાસાપૂર્વક જે જીવ પોતાના હિતને માટે ધર્મનું
સ્વરૂપ સમજવા માગે છે અને તે સમજીને તેની પ્રાપ્તિનો અંર્તપ્રયત્ન કરવા માંગે છે–તે જીવ ધર્મનો જિજ્ઞાસુ છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે, આત્માનો ધર્મ શું છે, અધર્મ શું છે, અને તે ધર્મ–અધર્મ શેનાથી થાય છે, તથા દેવ–
ગુરુ–શાસ્ત્રનું વાસ્તવિક સ્વરૂપ શું છે–તેનો યથાર્થ નિર્ણય જિજ્ઞાસુઓએ સત્સમાગમે જરૂર કરવો જોઈએ; તત્ત્વનો
યથાર્થ નિર્ણય કર્યા વગર ધર્મની શરૂઆત થઈ શકતી નથી.
તત્ત્વનો બધા પડખેથી બરાબર નિર્ણય કર્યા પછી અંર્તસ્વભાવસન્મુખ થવાના સતત પ્રયત્ન વડે અપૂર્વ
સમ્યગ્દર્શન પ્રગટ કરવું–તે દરેક જિજ્ઞાસુનું પરમ કર્તવ્ય છે. તેથી, આ આત્મધર્મમાં ગુરુદેવશ્રીનાં જે પ્રવચનો આપવામાં
આવે છે તેમાં મુખ્યપણે ‘જીવને અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કેમ થાય’–તેનો ઉપાય બતાવવામાં આવે છે. પૂ.
ગુરુદેવશ્રીના સર્વે પ્રવચનોનું મધ્યબિંદુ......એટલે કે આખા જૈનશાસનનું મૂળભૂત બીજ....... ‘સમ્યગ્દર્શન’ જ છે. માટે
જિજ્ઞાસુઓએ તેનું સ્વરૂપ બરાબર સ્પષ્ટપણે ઓળખીને, તદ્રૂપ પરિણમવાનો અહર્નિશ ઉદ્યમ કરવો તે કર્તવ્ય છે. અને
જિજ્ઞાસુઓને તેમના આ પરમ કર્તવ્યની વારંવાર જાગૃતિ....પ્રેરણા અને ઉત્સાહ આપ્યા કરવો તે ‘આત્મધર્મ’ નું ધ્યેય
છે. સમ્યગ્દર્શન કહો કે શાશ્વત સુખનો ઉપાય કહો–તેને આ માસિક બતાવતું હોવાથી,
કારતકઃ ૨૪૮૦
ઃ ૩ઃ