Atmadharma magazine - Ank 125
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATAMDHARMA Regd. No. B.4787
* પાટનગરમાં પૂજ્ય ગુરુદેવ *
અનેકવિધ પ્રભાવનાના મંગલ પ્રસંગો નિમિત્તે સૌરાષ્ટ્રમાં વિહાર કરતા કરતા પૂ.
ગુરુદેવ પોષ વદ ૧૩ ના રોજ પાટનગર–રાજકોટમાં પધાર્યા હતા. રાજકોટના
ભક્તજનોએ ઉલ્લાસપૂર્વક પૂજ્ય ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રવચન માટે
એક ભવ્ય સુશોભિત મંડપની રચના કરી હતી તેમજ જિનમંદિરને સુંદર શણગાર્યું હતું.
રાજકોટનું જિનમંદિર ખૂબ જ ભવ્ય છે અને તેમાં બિરાજમાન જિનબિંબ ઘણા જ
ભાવવાહી છે, ફરીફરીને તેમને નીરખ્યા જ કરીએ એવું થાય છે.
રાજકોટમાં પૂ. ગુરુદેવ પાંચ દિવસ રહ્યા હતા. તે દરમિયાન શિક્ષિત લોકો પણ
મોટી સંખ્યામાં પૂ. ગુરુદેવના પ્રવચનનો લાભ લેતા હતા. વડાપ્રધાન શ્રી ઉછરંગરાય ઢેબર
વગેરેએ પણ પૂ. ગુરુદેવના પ્રવચનનો તેમજ ચર્ચાનો લાભ લીધો હતો. રાજકોટમાં એક
દિવસે શ્રી જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી. રાજકોટથી માહ સુદ ત્રીજના રોજ પૂ.
ગુરુદેવે વિહાર કર્યો. વિહાર પહેલાંં સવારમાં સીમંધર ભગવાનના દર્શન કરવા પધાર્યા
ત્યારે એ ઉપશાંત જિનમુદ્રાને ઘણો વખત સુધી તો ગુરુદેવ નીરખી જ રહ્યા..... પછી
અંતરમાં ભક્તિનો ઉમળકો આવતાં પૂ. ગુરુદેવ નીચેનું ભાવભીનું સ્તવન ગવડાવ્યું હતું–
[રાગ : ભરથરી]
[] ધન્ય દિવસ ધન્ય આજનો, ધન ધન ઘડી તેહ;
ધન્ય સમય પ્રભુ માહરો, દરિશણ દીઠું આજ.....
.... મન લાગ્યું રે મારા નાથજી.
[] સુંદર મૂરત દીઠી તાહરી, કેટલે દિવસે આજ;
નયન પાવન થયા માહરા, પાપ તિમિર ગયાં ભાજ....
મન લાગ્યું રે મારા નાથજી.
[] સાચો ભક્ત જાણીને, કરુણા કરો મનમાંહ્ય;
સેવક પર હિત આણીને, ધરી હૃદય ઉમાહ....
મન લાગ્યું રે મારા નાથજી.
[] નિર્મળ સેવા આપીએ, ભવના બુઝે રે તાપ;
હવે દરિશણ વિરહ મત કરો, મેટો મનને સંતાપ....
મન લાગ્યું રે મારા નાથજી.
[] ઘણું ઘણું શું કહીએ તુમને, તુમે ચતુર સુજાણ;
મુજ મનવાંછિત પૂરજો, વ્હાલા સીમંધરનાથ....
મન લાગ્યું રે મારા નાથજી....
પ્રકાશક :– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી. વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
મુદ્રક :– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય : વલ્લભવિદ્યાનગર (ગુજરાત)